________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧પ૯ પોતાની મતિ ભાવિત ન બની હોય તો તેથી તેને અન્યમાં સર્વજ્ઞત્વની શ્રદ્ધા ન હોય તે બની શકે છે. પરંતુ તેટલા માત્રથી તેમનામાં સર્વજ્ઞત્વનો અભાવ સિદ્ધ થતો નથી કારણ કે દરેક સર્વજ્ઞો પોતપોતાના અનુયાયીઓને સંસારની અસારતા, હિંસાદિ દોષોની ભયાનકતા, તેનાથી બચવા તેના ત્યાગનો ઉપદેશ, મોક્ષની સુંદરતા, વૈરાગ્ય વગેરેની વાતો કરી રહ્યા છે તેથી દરેક સર્વજ્ઞનો ઉપદેશ નિર્વાણતત્ત્વને અનુસરનારો છે માટે તેમાં ભેદ જીવો એ મંદ બુદ્ધિવાળા જીવોનું કાર્ય છે પરંતુ મેધા અને અસંમોહ સહિત પ્રજ્ઞાથી વિચાર કરતા વિચારવંત આત્માઓને તેમાં ભેદ દેખાતો નથી. આવું ચોથી દૃષ્ટિવાળા જીવોનું સમાધાન છે. તે ગ્રંથકાર આ શ્લોક દ્વારા જણાવી રહ્યા છે. સૂક્ષ્મબોધને પામેલા પાંચમી દૃષ્ટિવાળા જ્ઞાનીઓની અપેક્ષાએ આ સમાધાન સાચું ન હોવા છતાં પોતાની કક્ષાને અનુસરીને કરાયેલું તેઓનું આ સમાધાન ગ્રંથકાર માન્ય કરે છે તેનું કારણ એ છે કે આ માન્યતામાં આગળ જઈને સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કરાવે, ગ્રંથિને ભેદાવે તેવી સુંદર ચી પડેલી છે અને તે એ કે પોતાની વિચારણામાં - માન્યતામાં આગ્રહ હોવા છતાં કદાગ્રહ નથી. પ્રજ્ઞાપનીયતા પડેલી છે. એટલે કે પ્રાજ્ઞ અને પ્રામાણિક પુરુષો દ્વારા સત્ય વાત સમજાવાતા તેઓ તેનો સહેજે સ્વીકાર કરે તેવી યોગ્યતા ધરાવે છે તેઓ એક માત્ર સત્યના, સમાધિના અને ગુણોના ચાહક છે.
જ્યારે અંતઃકરણ, નિખાલસ, સ્વચ્છ અને મોક્ષમાર્ગને અનુસરનારું બને છે ત્યારે તેની યોગસંબંધી ભૂલો કે અંતઃકરણ સંબંધી ભૂલો એ સંતવ્ય બની જાય છે અને તેના ઉપયોગમાં પડેલી સારી ચીજો જેવી કે ઉપશમભાવ, વૈરાગ્ય, અંત:કરણની નિર્મળતા, નિખાલસતા, સરળતા, ગુણાનુરાગ, ગુણગ્રાહિતા - વગેરેનું મૂલ્ય વધી જાય છે કારણ કે આ મૂલ્યવાન કિંમતી - અતિકિંમતી ચીજોના બળ ઉપર જ પેલી ક્ષતિ દૂર થઈ જવાની છે અને આત્મા સમકિત રત્ન પામી જવાનો છે.
જેમ એક બાળક જેનું અંત:કરણ નિખાલસ છે તે પોતાની કાલીકાલી ભાષામાં પોતાની સમજથી પોતાને જે સારું લાગે છે (તે આપણી દ્રષ્ટિમાં ખોટું હોવા છતાં) તે બોલે છે ત્યારે આપણને તે અનિષ્ટ લાગતું નથી કારણ કે આપણે સમજીએ છીએ કે તે નિર્દોષ છે, અજ્ઞાન છે, તો ત્યાં અજ્ઞાન હોવા છતાં દુષ્ટતા નથી, અંતઃકરણ મલિન નથી તો આપણા માટે તે સંતવ્ય બની જાય છે તેમ આ આત્માઓનું અજ્ઞાન પણ ઉપરોક્ત ગુણોને કારણે સંતવ્ય બની જાય છે.
અધ્યાત્મના માર્ગમાં આગળ વધવામાં સૌથી વધુ ખરાબ અને પ્રતિબંધક ચીજ અંત:કરણની મલિનતા, અપ્રજ્ઞાનીયતા, અપ્રમાણિકતા છે. એ હોતે જીતે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org