________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૪૯ સમ્યક્ત મોહનીયનો ઉદય એ અંત:કરણની વિકાસ પામેલી નિર્મળ અવસ્થા છે એને પણ જ્યાં પરિહરવાની વાત છે ત્યાં સંપ્રદાયવાદ અને ઉપકરણનો મોહ ક્યાં રાખવાનો હોય? આ જ સંપ્રદાયમાં કે અમુક ગચ્છની માન્યતામાં જ સમકિત મળે એમ કહે તો તે બરાબર નથી. પૂર્વના કાળમાં ૮૪ ગચ્છ હતા અને દરેક ગચ્છ મોટે ભાગે પોતાની સામાચારી અને પોતાની માવ્યતામાં સમકિત માનતા હતા અને બીજાને મનાવતા હતા. તેમ જ બીજાને માન્ય પ્રણાલિકા - સામાચારી વગેરેનો નિષેધ કરતા હતા. આજે તેમાંના ઘણા બધા ગચ્છો નાશ પામ્યા. તેની સાથે તેમની માન્યતા પણ નાશ પામી. એની સાથે એમનું સમક્તિ પણ ગયું.
સમ્ ઉપસર્ગ + પ્ર ઉપસર્ગ + દા ધાતુ તેને વ્યાકરણનો ધમ્ પ્રત્યય લાગીને સંપ્રદાય શબ્દ બન્યો છે તેનો નેઋયિક અર્થ આ છે કે અનાદિકાળથી સંસારમાં ભટકતો જીવ અજ્ઞાન અને મોહના પ્રભાવે પોતાનું વાસ્તવિક સત્ય રવરૂપ અને સમ્યક્રવરૂપ ભૂલી ગયો છે તેને વારંવાર બીજા બીજા શબ્દોથી, બીજા બીજા પર્યાયોથી ફેરવી ફેરવીને તેની બુદ્ધિમાં ઘુંટવું, ઉતારવું અને એ દ્વારા એના અજ્ઞાન અને મોહનો નાશ કર એ સંપ્રદાયનો નૈઋચિક અર્થ છે અને આવું સ્વરૂપ જ્યાં જોવા, જાણવા મળે છે, જ્યાં રહી આ સ્વરૂપ પામી શકાય છે, તેને અનુરૂપ વિધિ-નિષેધનો યથાર્થ માર્ગ જ્યાં આચરવા મળે છે તેવા સગરુની છાયામાં રહેવું તે વ્યવહારથી સંપ્રદાય છે. સંપ્રદાય એ કોડિયું છે. જેમ દીવો સળગાવવો હોય તો હથેળીમાં ન સળગાવાય તેને માટે કોડીયું, દિવેટ, તેલ વગેરે જોઈએ તો જ પ્રકાશ પ્રાપ્ત થાય. તેમ આત્મજ્ઞાનનો સમ્યક પ્રકાશ લાધવો હોય તો તે ઘરમાં રહી, અર્થકામની ગુલામી કરી કે પત્ની પરિવારાદિના ઝમેલામાં રહેવાથી ન મળે તે માટે તો જ્ઞાની, ગીતાર્થ, સંવિગ્ના ગુરુના ચરણકમળની ઉપાસના જોઈએ. અને તે જ્યાં મળે છે એવું વાતાવરણ વ્યવહારથી સંપ્રદાય છે.
સાધુ ભગવંતને જે શાંત, દાંત, મહંત, ભદંત આદિ વિશેષણો આપવામાં આવે છે તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાય તેમનામાં નથી તે અપેક્ષાએ છે અને આ ત્રણ ચોકડીનો અભાવ જેનામાં વર્તે છે તેનામાં સંપ્રદાય, સામાચારી અને ઉપકરણોનું મમત્વ હોય નહિ. વાસ્તવિક રીતે પોતે જે ગરચ્છ કે જે સંપ્રદાયમાં છે તેના વડીલોની આજ્ઞા અનુસાર દેશકાલ સાપેક્ષ જે વ્યક્તિ જે સાધન અપનાવે તેના પ્રત્યે ટીકા કે નિંદા નહિ કરતા ઉદાર દ્રષ્ટિ રાખવી જોઈએ અને એ સાધનથી પણ એ સાધના કરી આગળ વધતા હોય તો તેને ગૌરવની દ્રષ્ટિથી જોવું જોઈએ. દેવચંદ્રજી મહારાજ ખરતર ગચ્છના હતા છતાં સમકિતી હતા. દ્રવ્યાનુયોગના મહાજ્ઞાતા હતા. પરમાત્મતત્વના પરમ ઉપાસક હતા. તેમની ચોવીસીમાં દ્રવ્યાનુયોગના માધ્યમે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org