________________
૧૪૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ તેવા ન હોય તો તેને સર્વજ્ઞ ન કહેવાય. અને આત્મકલ્યાણ કરવા તેનો દેવા તરીકે સ્વીકાર ન કરાય. કારણ કે જો તેમ ન કરવામાં આવે તો જીવોનું અન્ય દેવો પાસે જવા દ્વારા જે હિત થવું જોઈએ તે ન થાય.
બત્રીસી ૨૩/૧૫ માં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે -
મુખ્ય અર્થાત પારમાર્થિક આરાધનાના વિપયભૂત સર્વજ્ઞ એક જ છે કારણ કે વ્યક્તિથી તે ભિન્ન હોવા છતાં તે બધામાં સર્વજ્ઞત્વરૂપ જતિ એક જ છે અર્થાત્ સર્વજ્ઞો અનેક હોવા છતાં બધાનું સ્વરૂપ એક જ છે અને આરાધનાના વિષયભૂત તો સર્વજ્ઞપણું જ છે, ગુણો જ છે પણ વ્યક્તિ નથી અને તે સ્વરૂપ - તે ગુણો બધામાં સમાન હોવાથી સર્વજ્ઞ એક કહેવાય.
બુદ્ધિતત્ત્વની ઉપયોગિતા આ શ્લોક દ્વારા ગ્રંથકારશ્રી દ્રષ્ટિને સ્વચ્છ અને વિશાળ બનાવવાની વાત કરી રહ્યા છે. જીવ દ્રષ્ટિ પામે તો જ લાભ છે. નહિ તો દૃષ્ટિ વિના. અથડાવાનું છે. વ્યવહારમાં પણ માણસને ચક્ષુ નથી હોતા, જોવાનું સાધન નથી હોતું તો કેટલી મુશ્કેલી પામે છે? તો અધ્યાત્મમાં આત્માને વિવેકને પ્રગટાવનાર યોગની દ્રષ્ટિ ન હોય તો શું થાય? સંસારમાં માણસ ગમે તેટલો તન્મય થાય તો પણ તેનાથી પર થઇ શકાતું નથી જ્યારે આત્મામાં તન્મય થઈ જઈએ તો સંસારથી પર - અતીત થઈ જવાય છે.
સાધન અને સાધનાની તરતમતાના ભેદમાં રહેવા કરતાં સાધ્યને મુખ્ય ભાવે વિચારવામાં આવે તો બધા સાધનો એક સરખા ળરૂપે દેખાશે.
કોઈપણ પદાર્થ જુવો અને તેમાં ભેદ પાડે તેનું નામ બુદ્ધિ. વિકલ્પ છોડી દેવો એટલે બુદ્ધિ છોડી દેવી, કોઈ પણ પદાર્થમાં ગુણદોષ છે નહિ પરંતુ આપણા ભોક્તાભાવ પ્રમાણે તે ભાસે છે. પદાર્થમાં રાગ-દ્વેષના ભાવો નથી પરંતુ આપણા ભોક્તાભાવની અપેક્ષાએ ઈષ્ટ, અનિષ્ટ લાગે છે. પદાર્થમાં રાગદ્વેષવાળા ભાવો જોવા માટે બુદ્ધિની જરૂર છે. પણ વીતરાગભાવમાં સ્થિર રહેવા માટે બુદ્ધિની જરુર પડતી નથી. બુદ્ધિ તો માત્ર હેય, ઉપાદેય તત્ત્વને જાણવા પુરતી જ ઉપયોગી છે. પછી તેની જરૂર રહેતી નથી. બુદ્ધિથી પરમાત્મતત્ત્વના વિકલ્પો કરીને પરમાત્મામાં લીન થવાનું છે પછી બુદ્ધિ કે વિકલ્પની જરૂર રહેતી નથી. સંપ્રદાચ શકદનો અર્થ -
ઉપકરણ, સામાચારી અને સંપ્રદાયના ગાટરાગથી સંઘર્ષ વધે છે. સમ્યકત્વની સાધના બાજુ પર રહી જાય છે. સાધ્ય વીતરાગતા અને કેવલજ્ઞાન છે જે પરમ આનંદવેદન સ્વરૂપ છે તેનું લક્ષ્ય ભૂલાઈ જાય છે. મુહપત્તિના બોલમાં “સમક્તિ મોહનીય પરિહરું'નો અર્થ એ છે કે હે જીવ! તું હવે ક્ષયોપશમભાવમાં અટક નહિ પણ તેમાંથી આગળ વધીને હવે ક્ષાયિકભાવ તરફ જા, અર્થાત ક્ષપકશ્રેણી માંડ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org