________________
૧૪૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્યારે મોહ અને. અજ્ઞાન ઘટે છે, અંદરમાં જીવ ઠરે છે, ગુણોમાં તે સુખને અનુભવે છે ત્યારે તે આત્માઓ હજુ અજ્ઞાન પડેલું હોવા છતાં કેવી સુંદર વિચારણા કરે છે. ભિન્ન ભિન્ન જણાતી વાર્તામાં તે આત્માઓ કેવો સમન્વય સાધે છે તે અહિંયા આપણને જોવા મળે છે. મોહ અને અજ્ઞાન ઘટવાથી જીવમાં માર્ગાનુસારી ક્ષયોપશમ ખીલવા માંડે છે જેના કારણે તે કષાયોની વાસ્તવિક અર્થાત્ અનુબંધથી મંદતા કરવા ગુણો અને ગુણદષ્ટિને પામે છે. આવા જ જીવો પરિણામની વૃદ્ધિ કરી, વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરી, નિમિત્તની બળવત્તાએ વૈરાગ્યની વૃદ્ધિ કરી ગ્રંથિભેદજનિત પારમાર્થિક સમ્યક્રર્શન પામે છે.
सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि ।। स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३ ॥
જે કોઈ સાચા સર્વજ્ઞ હોય તે બધા વ્યક્તિથી - નામથી ભિન્ન ભિન્ના હોવા છતાં પણ આખા લોકમાં સર્વજ્ઞપણાથી - તત્ત્વથી એક જ છે. અર્થાત ભિન્ન ભિન્ન દર્શનવાળા મહાવીર, કૃષ્ણ, બ્રહ્મા વગેરે નામથી કે વ્યક્તિથી જૂદા હોવા છતાં સર્વજ્ઞરૂપ જાતિથી તો એક જ છે અર્થાત વ્યક્તિરૂપે અનેક સર્વજ્ઞા હોવા છતાં તે બધાનું સ્વરૂપ - ગુણો તો એક જ સરખા છે. પ્રજ્ઞાપનીયતા અને ગણગ્રાહીદ્રષ્ટિ :
અહિંયા પણ એ વાત ધ્યાનમાં રહે કે અન્ય દર્શનમાં યોગમાર્ગમાં રહેલા માધ્યસ્થ પરિણતિવાળા જીવો જે કૃષ્ણાદિને સર્વજ્ઞ માનીને પૂજે છે તેમાં સર્વજ્ઞમાં જેવા પ્રકારના ગુણો હોય તેવા પ્રકારના ગુણો તેમનામાં છે એમ માનીને પૂજે છે તેથી ખરેખર કૃષ્ણાદિ સર્વજ્ઞ ન હોવા છતાં તે સર્વજ્ઞ છે એમ માનીને પૂજે છે માટે તેની ઉપાસના એ સર્વજ્ઞની ઉપાસના છે. તેમનામાં રહેલી લીલાદિ કે જગતને પેદા કરવું, ટકાવવું, સંહાર કરવો ઇત્યાદિ વાતોનો તેને ખ્યાલ ન હોવાથી અથવા તો આધ્યાત્મિક દૃષ્ટિથી તેની ઘટમાનતા કરીને સર્વજ્ઞના જે ગુણો પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત છે તેનો તે વ્યક્તિમાં સદ્ભાવ છે એમ માનીને શ્રદ્ધાને કારણે પૂજે છે.
માટે વસ્તુતઃતો તેઓ સર્વજ્ઞમાં રહેલા ગુણોના જ પૂજક છે. તેમને પ્રામાણિકપણે કોઈ પ્રામાણિક પુરુષ સમજાવે કે તું જેને માને છે તે ખરેખર સર્વજ્ઞ નથી કારણ કે સર્વજ્ઞ હોય તે લીલાદિ કે જગત સંહારાદિ કરે નહિ તો તે પ્રજ્ઞાપનીયતા ગુણ હોવાના કારણે તરત જ છોડી દે તેમ છે તેથી તેને કોઈ વ્યક્તિનો રાગ નથી પણ વ્યક્તિમાં રહેલ ગુણોનો રાગ છે. પોતે જ વ્યક્તિને ગુણસંપન્ન માનીને સ્વીકાર કર્યો હતો તે વ્યક્તિમાં જ્યારે ગુણને બદલે ગુણાભાસ દેખાય ત્યારે તેને છોડતા તેઓ જરા પણ અચકાતા નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org