________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૪૩ પોતપોતાના ઉપાસ્યને સર્વજ્ઞ માને છે. તેઓ પણ તેમના દર્શનમાં કહેલી અઘટિત અને યોગરૂપ ન જણાતી એવી યજ્ઞ - યાગાદિ હિંસા, ગંગાસ્નાન તેમજ બીજી તેવા પ્રકારની સમિતિ - ગુતિથી રહિત ક્રિયાઓ, એ સર્વજ્ઞ કહેલી છે એમ માનતા નથી પરંતુ પછીના કાલમાં સંસારના રાગી જીવો વડે પ્રક્ષેપ ફ્રાયેલી છે એમ માને છે અને તેથી તેઓ સર્વજ્ઞ એક છે. એમ માને છે. જે વાત બુદ્ધિથી કોઈપણ રીતે સંગત થાય નહિ. અને જે માર્ગે ચાલતા યોગમાર્ગમાં સ્પષ્ટ વિરોધ દેખાય તેવી કોઈપણ વાતને તેઓ સર્વજ્ઞ કથિત માનતા નથી કારણકે યોગની ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોને એટલો દૃઢવિશ્વાસ હોય છે કે જે સર્વજ્ઞ પરમાત્મા છે તે કદી પણ રાગદ્વેષની વૃદ્ધિ થાય તેમજ યોગમાર્ગમાં પ્રતિબંધક બને તેવી ક્રિયા કે ઉપદેશ માવે નહિ. જે માર્ગે ચાલવાથી જીવની માધ્યસ્થ પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, ગુણગ્રાહીં દૃષ્ટિ વિકસિત થાય અને ઉપશમભાવ અધિક
અધિક બને તેવી વાત જ સર્વજ્ઞ કહે. અને તેથી અવ્યદર્શનમાં કહેલી પણ ભિન્ન ભિન્ન વાતો કે જે તે તે અપેક્ષાએ વિચારતાં જીવને યોગમાર્ગમાં આગળ વધારનારી હોય છે તે સર્વજ્ઞ કથિત જ માને છે. આમ કોઈપણ દર્શનમાં રહેલા આ ચોથી દૃષ્ટિ સુધી પહોંચેલા સર્વજ્ઞના સાચા ભક્તો છે તેઓ જે ક્રિયાઓમાં સમિતિ - ગુપ્તિ આદિના પરિણામ રહેલા હોય, જે આત્મામાં યોગ રૂપે પરિણમનાર હોય, જેનો મોક્ષ સાથે કાંઈક સંબંધ ઘટી શક્તો હોય તેવી સઘળી ક્રિયાઓને સર્વજ્ઞકથિત માને છે. સમિતિ - ગુપ્તિથી રહિત ગતાનુગતિકપણે ચાલી આવેલી અન્ય ક્રિયાઓને તેઓ સર્વજ્ઞકથિત માનતા નથી પણ પ્રક્ષિત માને છે. અને આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ ગ્રંથકાર કહી રહ્યા છે કે સર્વજ્ઞના ભક્તોને સર્વજ્ઞતત્ત્વમાં ભેદ કરવો એ ઉચિત નથી. બત્રીસી ૨૩/૧૪ માં ઉપાધ્યાયજી મહારાજ -
આ વિષયમાં કહે છે કે તત્ત્વથી ધર્મ અંગે વિતંડાવાદ કરવાને બદલે પરમાર્થ ગ્રહણ કરવાની ઇચ્છાવાળાને માટે શાસ્ત્રોમાં વિરોધીપણું નથી. કારણ કે ધર્મના કહેનારાઓમાં અભેદ હોવાથી. અર્થાત્ શાસ્તાઓની એક જ માન્યતા હોવાથી કારણ કે જે સર્વજ્ઞ છે તે નિર્વાણિતત્વને અનુસરનાર છે અને તેથી નિર્વાણમાર્ગને અનુસરીને જ તે તે નયની અપેક્ષાથી તેઓ બોલતા હોવાથી તેઓની દેશનામાં માત્ર શાબ્દિક ભેદ છે પણ તાત્વિક ભેદ નથી અને તેથી સ્થલબુદ્ધિવાળાને જ તે તે મતમાં જૂદાપણું જણાય છે. તતઃ = જે કારણે શાસ્ત્રોમાં ભેદ નથી તે કારણે જ તદ્ = સર્વજ્ઞમાં ધિમુક્તીનામ્ શ્રદ્ધા ધરાવનારાઓએ શાસ્તાઓમાં જૂદાપણું છે એમ માનવું એ મોહ છે કારણ કે બધા શાસ્તાઓમાં - ધર્મના પ્રણેતાઓમાં એકપણું જ રહેલું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org