________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧ ૪૧ સમય પસાર કરવો જ પડે છે તો તેમાં પારકું ઘર સમજીને જ જીવ રહે તો જલ્દીથી છૂટકારો થાય. જેમ પારકા ઘરે ગયેલો જીવ ત્યાં ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો ત્યાં કોઈપણ જાતની ફરિયાદ કરતો નથી. નભાવી લે છે. ક્યાંય કોઈની સાથે સંઘર્ષ કરતો નથી. બધાની સાથે પ્રેમથી રહે છે ત્યાં બીજાના કામ કરી છૂટે છે તો ત્યાં શાંતિથી સમય પસાર કરી શકે છે. તે જ રીતે આત્મા માટે સંસાર પારકું ઘર છે ત્યાં સહન કરીને, જતું કરીને, સહાય કરીને, મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય કેળવીને રહે તો જ તે જલ્દીથી મોક્ષે જઈ શકે. મળ ગર્ભશ્રીમંત પણ હાલ ચીથરેહાલ -
પુણ્યના ઉદયે કદાચ સંસાર સોહામણો પણ કોઈને દેખાતો હોય તો પણ તે શું કામનો ? સોનાની લંકા સારી હોય, સોહામણી હોય પણ તે આપણી ન હોયતો શું કામની? તે જ રીતે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ ગમે તેટલા સારા ને સોહામણા હોય તો પણ શું કામના? તે જ રીતે પર એવી ભોગ્ય સામગ્રી પણ આત્માને શું કામની?
દેહપિંજરમાં પુરાયેલ આત્મા જે તન અને મનનું દુઃખ ટાળી ન શક્યો. અગર જે તન અને મન દ્વારા આત્માના અતીન્દ્રિય સુખને ન પામી શક્યો તો શાસ્ત્રનું અધ્યયન અને પંચાચાર પાલન પણ કેટલું કામનું ?
સની પ્રાપ્તિ સત્ વડે હોય. અસત્ વડે ન હોય. અવસ્થા એ ગુણપર્યાય છે ને કોઈ પણ દ્રવ્ય ગુણ-પર્યાય વગર ન હોય. સંસારી જીવની દશા અસત. છે અને દશાપતિ આત્મા પોતે સત્ છે. મૂળ ગર્ભશ્રીમંત પણ હાલ ચીંથરેહાલ, મૂળ રાજકુંવરી પણ ટેડને પરણેલી, જાત સતની પણ ભાત અસની. દરેક અવસ્થાઓ આત્માના આધારે ઉત્પન્ન થાય છે. સની સમજણ નથી, અને સની દૃષ્ટિ નથી તેથી આત્મામાંથી અસત અવસ્થાઓ નીકળ્યા કરે છે. સતની સમજણ લઈ સની દૃષ્ટિ કરશું અને દશાપતિને તેના વાસ્તવિક સ્વરૂપમાં સમજીશું તો વર્તમાન અનિત્ય પર્યાય ને દૂર કરીને નિત્ય પર્યાયને, સઅવિનાશી અવસ્થાને પ્રાપ્ત કરીશું. અમુમેવાર્થમાહ -
હવે આજ આગમ, અનુમાન અને યોગાભ્યાસ રસરૂપ પ્રજ્ઞા કેવા પ્રકારની હોય છે. અર્થાત આવી પ્રજ્ઞાવાળા જીવનું માનસ કેવું હોય છે? આવા માનસમાં માધ્યસ્થ પરિણતિ સહિતનો બોધ કેવા પ્રકારનો હોય છે તેને પતંજલિ કહી રહ્યા છે. જે શ્લોક ૧૦૯ ની ટીકામાં શ્રુત, મેધા અને અસંમોહ પ્રધાન પ્રજ્ઞાવડે સર્વજ્ઞતત્ત્વને ભાવવું એમ કહ્યું એનો અર્થ જ એ છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસરસરૂપ પ્રજ્ઞાકાલમાં સર્વજ્ઞતત્ત્વવિષયક બોધ કેવા પ્રકારનો હોય છે તેનો વિચાર કરવો. શ્લોક ૧૦૨ થી ૧૦૭ સુધી ગ્રંથિભેદ નહિ કરેલો હોવા છતાં ચોથી દ્રષ્ટિમાં વર્તતા અનાભિગ્રહિક મિથ્યાદ્રષ્ટિ અને
-'
S'
3:
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org