________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૩૯ પરિણામે તેની વૃત્તિઓ બચે જ નહિ એટલે કે નિર્વિકલ્પ જ્ઞાનમય થઈને તે જીવન અને મરણથી સદાને માટે મુક્ત થાય. ઉપરોક્ત સ્થિતિસ્થાપક દશા જે સાધનથી થાય તે સાધન જ સત સાધન કહી શકાય. જે સત્ સાધનના સંગથી પોતે પોતાના રગેરગમાં રમી જાય તે સંગને જ સાચો સત્સંગ કહી શકાય.
જ્ઞાની એક જ કહે છે કે તું તારાથી અટક્યો છું. તારાપણું ગયું અને તરત જ તું તરી ગયો. તારાપણું રહ્યું અને ચારગતિમાં તું રઝળી મર્યો ! તારાપણું એટલે સંસારની હોળી... તારાપણાનો નાશ ત્યાં જ્ઞાન-આનંદની દીવાળી. અનાદિની અવળી ચાલ
અશુભ ફળ મળે ત્યારે નિમિત્ત ઉપર દોષારોપણ અને શુભમાં ઉપાદાનનો ગર્વ એ જીવનું અનાદિનું દૂષણ છે. તેનાથી બચવા અશુભમાં નિમિત્તની નિર્દોષતા અને સ્વદોષદર્શન તેમજ શુભમાં નિમિત્તની મહત્તા અને પોતાની અપૂર્ણતાનો સ્વીકાર એ આગળ વધવાની નિશાની છે. - વિવેકી કોઈના દુ:ખમાં વધારો ન કરે. સત્ય વસ્તુની રજૂઆત આક્રોશપૂર્વક ન કરે. મર્મઘાતક વચનો ન બોલે. મશ્કરીમાં પણ સામાને દુ:ખ થાય તેવું ન બોલે. બને ત્યાં સુધી શાંત અને મૌન રહેવાનું જ પસંદ કરે.
પીગલિક પદાર્થો, સંયોગો, પરિસ્થિતિઓ ઉપરની આસક્તિ, પકડ છૂટે છે ત્યારે આત્મા અંદરથી શાંત બને છે અને બહારથી મન થાય છે.
દરેક જગ્યાએ સમાધાનકારી વલણ કેળવવું. એ વિવેકનું કાર્ય છે. જે સમાધાનપ્રિય ન બને તે સંઘર્ષ પ્રિય બને. ગમે તેવા દોષિત દેખાતા આત્મા ઉપર પણ ભાવકરૂણાનો ધોધ વહે તો જ શાંતરસ ટકી રહે. વૃદ્ધિ પામેજ્યાં ભાવકરૂણા ગઈ અને જ્યાં સામી વ્યક્તિ દોષિત દેખાઈ ત્યાં દ્વેષ, અરૂચિ, તિરસ્કાર, ક્રોધ, તાડન, તર્જન, નિંદા, વેરભાવ આ બધા ભાવોનો આત્મા ભોગ બન્યો એટલે નીચે ઉતરવું ખૂબ સહેલું થઈ જાય છે. વિવેકનું કાર્ય સામાં આત્માને ઠારવાનું છે. પ્રેમથી નવરાવી દેવાનું છે.
દાંત અને જીભ વચ્ચે જેવો સંબંધ છે તેવો સંબંધ જીવે અન્ય જીવની સાથે રાખવાનો છે. દાંત ટૂકડા કરી કરીને ભૂકો કરીને આપે છે માટે જીભ સ્વાદ કરી શકે છે, પચાવી શકે છે. તેથી જ દાંત ક્યારેક જીભને કચડી નાંખે તો જીભ, દાંતને ઠપકો આપતી નથી તેજ રીતે દાંતમાં તણખલું પેઠું હોય તો તે જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તે જપીને બેસતી નથી.
ચોથી દૃષ્ટિમાં હરિભદ્રસૂરિજી મહારાજ મન મૂકીને વરસી રહ્યા છે. એક જ વાત કરે છે કે માનવભવ સાધનાનો સુવર્ણકાળ છે. જેમ ધાતુશાસ્ત્રમાં કહ્યા મુજબ તાંબાની ઉપર સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે સોનું બની જાય છે. પારસમણિના સ્પર્શ લોટું સુવર્ણને પામે છે તે મ યોગાભ્યાસરસ અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org