________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૧૩૭ પૂર્વક સતક્રિયાનું સેવન કરતા કરતા ક્રિયામલની નિવૃત્તિ થાય છે, વિચારાત્મક બહિરંગ ચિત્તની શુદ્ધિ થાય છે.
જ્યારે જ્ઞાનીએ બતાવેલ તત્ત્વજ્ઞાનનું વિધિ, બહુમાન, આદર ગર્ભિત સેવન કરવાથી ઉપયોગની શુદ્ધિ થાય છે. યોગદૃષ્ટિમાં બતાવેલ ખેદ, ઉદ્વેગ વગેરે દોપોનો ત્યાગ થવાથી કુસંસ્કાર સ્વરૂપ અંતરંગ મલિન ચિત્ત દૂર થાય છે અને તેનાથી ભાવશુદ્ધિ થાય છે. અર્થાત અંતરંગ ચિત્ત જે કુસંસ્કાર સ્વરૂપ છે તે શુદ્ધ થાય છે. ક્રિયા, ચોગરૂપ ક્યારે બને ? • વ્યવહાર-આરાધના આચારની ચોક્સાઈ ઉપર છે જ્યારે નિશ્ચયઆરાધના પ્રણિધાનના બળ ઉપર છે. જ્ઞાનીનો એક જ આગ્રહ છે કે તમારી દરેકે દરેક આરાધના યોગરૂપ બનવી જોઈએ.
દરેકે દરેક આરાધના કરતા તે તે ક્રિયા સારી રીતે - ઉપયોગ, આદર બહુમાનપૂર્વક કરવાનું દૃઢ પ્રણિધાન હોય. તે તે ક્રિયા કાલમાં ચોક્સાઈ હોય, અને તેમાં એકચિત્ત બનીને કરાય તો તેનાથી અંદરમાં ચિત્તની પ્રસન્નતા વધે તો તે યોગ છે. જે આચાર પાલનમાં સમ્યક્ પ્રણિધાનની દૃઢતા ન હોય. આચારકાલમાં ઉપયોગ ન હોય. અંદરમાં ઠરવાપણું ન હોય, સ્વરૂપ જાગૃતિ ન હોય અને માત્ર બીજાને સારું દેખાડવા માટે હોય તે પ્રવૃત્તિ યોગ ન બને. તે પ્રવૃત્તિ તત્ત્વથી શુભ પ્રવૃત્તિ ન કહેવાય.
જેઓ એકલા વિચરે છે. ગુરુની આજ્ઞામાં નથી અથવા તો આજ્ઞામાં હોવા છતાં દરેકે દરેક વાત ગુરુને જણાવતા નથી, ગુરુને પૂછીને કરતા નથી. વૃદ્ધાવસ્થામાં એકસ્થાને એકલા રહે છે તેઓના જીવનમાં બહુલતયા સુંદર આચારપાલનનું પ્રણિધાન રહેતું નથી તેથી ધીમે ધીમે આચાર પાલનમાં શિથિલતા આવતી જાય છે. જેનાથી તે પ્રવૃત્તિઓ યોગરૂપ બનતી નથી તેથી જે પ્રવૃત્તિ કરવા છતાં અંદરમાં ચિત્તની પ્રસન્નતા ઊભી થતી નથી માટે તે મોક્ષમાર્ગ બનતો નથી.
ઓઘો દિવસમાં બે વખત બાંધવો, સાંજના સમયે દોરી છોડી નાંખવી, સ્પંડિલ-માત્રાની વસતિ જોવી, પ્રતિક્રમણ માંડલીમાં કરવું, રાત્રિના એક પ્રહર સ્વાધ્યાય કરવો, દરરોજ એકાસણાદિ સ્વરૂપ નિત્ય તપ ને પકડી રાખવું. વિશિષ્ટ દ્રવ્યોનો ત્યાગ કરવો, પાંચ તિથિ એકાસણું - આયંબિલ કરવું. ગોચરીના દોષો ન લાગવા દેવા, દર પંદર દિવસે નાના મોટા બધા જ દોષોની આલોચના લેવી, સમિતિપૂર્વક વર્તવું વગેરેનું પ્રણિધાન અને તે મુજબના આચાર પાલનથી સમ્યકત્વ અને સંયમની વૃદ્ધિ થતા તે યોગ બને છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org