________________
૧૩૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ આચાર પરિમિત, યોગ અસંખ્ય
આચાર પરિમિત છે, યોગ અસંખ્ય છે તેનો અર્થ એ છે કે એક એક આચારમાં અનેક યોગ સમાય છે. એક જ્ઞાનનો આચાર લઈએ તો તેમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાનો યોગ તેમ જ જ્ઞાન ભણવા દ્વારા ગુરુનો વિનય, બહુમાન, ભક્તિ વગેરે અનેકયોગ તેમાં સમાઈ જાય છે.
એક યોગની અરૂચિ પકડાય, દૃઢ બને એટલે બીજા યોગની રૂચિ તૂટતી. આવે. એક યોગની રૂચિ ઉપયોગમાં પકડાય, દૃઢ બને તો બીજા યોગોની અરૂચિ તૂટતી આવે. ચંડકૌશિકનો જીવ પૂર્વભવમાં ગોભદ્ર બ્રાહ્મણ હતો. ચારિત્ર લીધું. બાલમુનિની સાથે ભિક્ષાએ જતાં પોતાના પગ નીચે દેડકીની વિરાધના... તેમાં સાધુની હિતશિક્ષા ન ગમી... સાધુ ઉપર અરૂચિ વધી.... તેનાથી અન્ય યોગની રૂચિ ઘટતા પતન... સાધુ ઉપર ક્રોધ... મારવાનો પ્રયત્ન... દયાનો પરિણામ ગયો, સત્યનો પક્ષપાત ગયો, સાધુ ઉપરનો પ્રેમ ગયો જેના પરિણામે ચારિત્ર, સમ્યક્ત્વ વગેરે બધું જ ગયું.
ચારિત્રમાં જેટલો જ્ઞાનયોગ ભળે, ચિંતન, મનન ભળે તેટલો તેટલો ભવાંતરમાં તેનો ગુણાકાર થાય, સાધુ અને સાધુતા ઉપર આદર ન આવે તો. ધર્માનુષ્ઠાન કરવા છતાં ભાવધર્મનું બીજ વવાતું નથી. મૃત્યુ સમયે સત્કાર્યને નહિ કર્યાના પશ્ચાત્તાપ કરતા ક્તવ્યના પાલનનો આનંદ મહાન છે. કર્તવ્યના પાલનના આનંદ સાથે મરે છે તે અંદરથી સ્વસ્થ હોય છે. શાંત હોય છે. ચિત્તમાં સમાધિ હોય છે. પશ્ચાત્તાપવાળાને અંદરથી અસ્વસ્થતા હોય છે. મારું શું થશે? હું કયાં જઈશ? એ વિચાર મુંઝવે છે. ભાવિ ધૂંધળું દેખાય છે. માટે જીવનભર કર્તવ્યના પાલનમાં સદા તત્પર રહેવું જોઈએ.
સાત્ત્વિક જીવો કર્તવ્યના પાલનમાં ઉદાસીન નથી હોતા. કર્તવ્યના પાલનમાં પ્રમાદ એ તામસ ભાવ છે અને જ્યાં જરૂર નથી ત્યાં દેખીતી એવી શુભ પ્રવૃત્તિ કરવી એ રાજસ ભાવ છે. સત્સાધન શું છે ?
જ્યારે સાધક જીવ સત સાધનમાં એકચિત્ત થાય ત્યારે તેની દશા એવી થઈ જાય કે તેને બહારની દુનિયાનું યાવતુ પોતાના ખોળિયાનું પણ ભાન ભૂલાઈ જાય છે. આવી દશાવાળો જીવ સાચો સાધક થઈ સમાધિમરણનો અધિકારી ગણાય.'
ખોળિયું છોડીને જતો જીવ જો પોતાની વૃત્તિ ખોળિયામાં જ રાખીને જાય તો તે અવગતિએ જાય. પોતે પીડાય અને બીજાને પણ પડે. જેને અવગતિ અને પીડાના પ્રકારોથી બચવું હોય તેણે તો મૃત્યુ પહેલાં જ ખોળિયામાંથી વૃત્તિ અસંગ કરીને તેને આત્મામાં જોડી સ્થિતિસ્થાપકદશા સિદ્ધ કરી લેવી જોઈએ. કે જે દશામાં પોતાનું જ મૃત્યુ નહિ પણ પોતાના સંસારનું ય મૃત્યુ થઈ જાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org