________________
૧૪ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માધ્યસ્થ પરિણતિવાળા જીવોનો બોધ કેવા પ્રકારનો હોય છે. તે બતાવે છે. માધ્યસ્થપરિણતિ વિના તાત્ત્વિક રીતે આગમ, અનુમાન કે યોગાભ્યાસરસ આવતા નથી. માટે ગુણઠાણાનો વિકાસ કહો કે દૃષ્ટિઓનો વિકાસ કહો કે માધ્યસ્થ પરિણતિનો વિકાસ કહો તે બધું તાત્પર્યથી એક જ છે અર્થાત તે બધામાં શબ્દ ભેદ હોવા છતાં અર્થ ભેદ નથી. હવે પછીના ઘણા બધા શ્લોકો પતંજલિ કહી રહ્યા છે તે વાત ગ્રંથકારને ઇષ્ટ છે માટે પોતાની માન્યતામાં તેના શ્લોકની સાક્ષી આપી રહ્યા છે. ટૂંકમાં હવે પછીના શ્લોકો દ્વારા ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોનું માનસ કેવું હોય છે? અજ્ઞાન હજુ ટળ્યું ન હોવા છતાં ગુણગ્રાહી દ્રષ્ટિ અને માધ્યસ્થ પરિણતિ હોવાના કારણે કેવા પ્રકારનું ઉમદામાન અને વિચારસરણી હોય છે તે પતંજલિએ કહેલા શ્લોક દ્વારા બતાવી રહ્યા છે.
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः ।
मोहस्तदधिमुक्तीनाम् तद् भेदाश्रयणं ततः ॥ १०२ ॥ ચોથી દષ્ટિવાળા જીવોની વિચારણા -
જે કારણથી પરમાર્થ દ્રષ્ટિથી વિચારતાં ઘણા સર્વજ્ઞો ભિન્ન ભિન્ના અભિપ્રાયવાળા નથી હોતા તે કારણથી સતિશય શ્રદ્ધાનાં સર્વથી અતિશય રૂપે શ્રદ્ધા કેરનારા અથવા તો સાવતિશયશ્રદ્ધાનાં સર્વજ્ઞને વિષે અતિશય શ્રદ્ધાવાળા એવા સાર્વજ્ઞભક્તોને સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો તે એક જાતિનો મોહ છે. ઘેલછા છે.
જોકે ભિન્ન ભિન્ન મતવાળા રામ, કૃષ્ણ, મહાવીરાદિને સર્વજ્ઞ માને છે. આમ સર્વજ્ઞ જગતમાં અનેક જણાતા હોવા છતાં પરમાર્થથી એક જ અભિપ્રાયવાળા છે. અર્થાત આપાતદૃષ્ટિથી સ્થૂલબુદ્ધિવાળા જીવોને તેમના કથનમાં પરસ્પર વિરોધાભાસ દેખાતો હોવા છતાં આગમ, અનુમાન અને યોગાભ્યાસરસરૂપ માધ્યસ્થ પરિણતિવાળા જીવને તેમાં વિસંવાદિતા દેખાતી નથી. અર્થાત બધા વચનો ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેલા હોવાથી અપેક્ષા ન સમજી શકનારને વિરોધ દેખાતા સર્વજ્ઞમાં મતભેદ દેખાય પરંતુ યોગમાર્ગમાં માધ્યસ્થપરિણતિને કારણે સતત ઔદાસીન્યભાવમાં ઝીલતા, ગુણગ્રાહી દૃષ્ટિવાળા જીવોને સર્વજ્ઞતત્ત્વમાં ભેદ દેખાતો નથી. તેથી સર્વજ્ઞપણામાં શ્રદ્ધાવાળાઓએ સર્વજ્ઞના અભિપ્રાયમાં ભેદ કલ્પવો અર્થાત્ મારા સર્વ જે કહ્યું તે જ શ્રેષ્ઠ છે. તારા સર્વજ્ઞ કહ્યું તે બરાબર નથી એમ વિચારવું એ સર્વજ્ઞના ભક્તોનું અવિચારીપણું છે. અજ્ઞાન છે, મોહ છે.
અહિંયા એકવાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે કે અન્ય દર્શનમાં પણ રહેલા ઔદાસીન્ય ભાવમાં ઝીલતા અને માધ્યસ્થ પરિણતિવાળા જીવો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org