________________
૧૪૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ધ્યાનાભ્યાસરસ વડે મોહનીચના સંગે. લોઢા જેવી બનેલી આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી ધાતુ સુવર્ણ જેવી બને છે. કુતર્ક અને તેના ઉપલક્ષણથી બીજા બધા નિપ્રયોજન વાણી, વિચાર, વર્તન, સાધનના ભેદોના સંઘર્ષ, વાદ, વિવાદ, વિખવાદમાં સાધના માટે મળેલા માનવભવને વેડફો નહિ. સંસારી જીવો પોતાની શક્તિ અને સમયને વેડફી રહ્યા છે. શાસ્ત્રો આત્મામાંથી નીકળ્યા છે અને આત્માને પામવા માટે છે. શાસ્ત્રોમાંથી આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને તે કેવી રીતે મળે તે શોધવાનું છે. સમજવાનું છે પછી આત્મા ઉપર તેનો પ્રયોગ કરવાનો છે. માનવભવ અને પરમાત્માનું શાસન એક પ્રયોગશાળા છે જેમાં સાધકે પોતાના આત્મા ઉપર જ પ્રયોગ કરવાના છે તેના માટે ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને ધ્યાનને સાધન બનાવવાના છે. સાધનના ભેદોમાં આગ્રહ રાખીને ઝઘડવું તે યોગમાયા છે એમ ઉપાધ્યાયજી મહારાજ અરનાથ ભગવાનના જીવનમાં કહી રહ્યા છે.
જે ઉપાય બહુવિધની રચના યોગમાયા તે જાણોરે, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને શિવ દીએ સપરાણોરે” અરનાથ સ્તવન.
શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયથી પરમાત્માને જે ભજે છે તે પરમાત્માને પામે છે. ચોગની વાતો સાકર જેવી -
જેમ સાકરને ગમે ત્યાંથી ખાવ તો તે મીઠી જ લાગે છે અને ગમે ત્યારે ખાવ ત્યારે મીઠી લાગે છે. એવું નથી કે ૧૨ થી ૪ વાગે ખાઈએ તો સાકર મીઠી લાગે અને તે પહેલા કે પછી ખાઈએ તો મીઠી ન લાગે. તેમ યોગની વાતો પછી પહેલી દૃષ્ટિની હોય, છેલ્લી દૃષ્ટિની હોય કે વચ્ચેની દૃષ્ટિની હોય જીવ એને ગમે ત્યાંથી વાગોળે કે ગમે ત્યારે વાગોળે તો તે આનંદ જ આપે છે કારણ કે તે પોતાના ઘરની વાતો છે. જે પોતાની ચીજ હોય, જીવ જેને પોતાનું માનતો હોય તેની વાત કરવામાં, સાંભળવામાં આનંદ આવે છે. આત્માર્થી જીવને આત્માની વાતો સાંભળવામાં ક્યારે પણ કંટાળો ન આવે.
અધ્યાત્મમાં જ્ઞાન એ દૃષ્ટિ છે. જે તત્ત્વનિર્ણયમાં ઉપયોગી છે. દર્શન એ પણ દૃષ્ટિ છે જે પ્રેમ સ્વરૂપ છે જ્યારે સંયમ અને તપ એ ટેક છે. નિયમ છે. સંકલ્પ છે. મનોયોગોમાં દૃષ્ટિ પણ છે અને સંકલ્પ પણ છે માટે જ્ઞાનદૃષ્ટિ અને સંકલ્પથી અહમ્ - મમત્વનો નાશ થઈ શકે છે.
જો યોગની વાતો સાંભળવામાં પણ જીવને આનંદ આવતો હોય તો તેના દ્વારા આત્માનુભૂતિ થાય ત્યારે કેટલો આનંદ આવતો હશે? તે કલ્પના કરી શકાય છે. સંસાર એ પારકું ઘર છે -
જ્યાં સુધી મોક્ષે ન જઈએ ત્યાં સુધી સંસારમાં દરેક જીવને અવશ્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
, WWW.jainelibrary.org