________________
૧૩૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ભાવનાઓ હૃદયમાં ઉછળતી હશે તેનો થોડો પણ ખ્યાલ સહૃદયી મનુષ્યને આના દ્વારા આવી શકે છે. સંસારમાં ભટકતા, અથડાતા અને કૂટાતા એવા આત્માને બચાવવા માટેનો આવો ગંભીર અને મહાન ઉપદેશ આપનાર મહાપુરુષોના ઉપકારનો બદલો કેવી રીતે વાળવો એ સમજાતું નથી. નિષ્કારણ કરૂણાશીલ આવા મહાપુરુષોના અંતઃકરણને જાણ્યા પછી તેમના ઉપર ચિત્ત ઓવારી જાય છે અને સઘળું જે કાંઈ મળ્યું છે તે એમના ચરણે સમર્પિતા કરી દેવાનું મન થઈ જાય છે. હરિભદ્રસૂરી મહારાજાએ જગતને જે આપ્યું છે તે કોણ આપવા સમર્થ છે? વર્તમાનકાળમાં અન્ય ક્ષેત્રે યોગસાધનામાં આગળ વધી રહેલા આત્માઓ પણ કહી રહ્યા છે કે તમારા હરિભદ્રસૂરિજી મહારાજાએ જે યોગમાર્ગનો ખજાનો ઉદાર હાથે ખોલીને આપ્યો છે તેની આગળ અમારી પાસે જે કાંઈ છે તે બિંદુ તુલ્ય છે. આ બધા શ્લોકોની રચના પાછળ હરિભદ્રસૂરિજી મ. સાહેબના માતૃવત્સલ હૃદયનું દર્શન થાય તો જ તેમની મહાનતા પીછાણી શકાય. નીતરતા અને પ્રચંડ સ્વાર્થથી ભરેલા આ સંસારના ગટરક્લાસ જેવા સંબંધોમાં આ બધું જોવા, જાણવા અને માણવા મળવું એ જીવનો કેટલો બધો આધ્યાત્મિક પુણ્યોદય કહેવાય? જો તેમણે આ બધા ગ્રંથોની રચના કરી આ અમુલ્ય ખજાનો જેન શાસનને ભેટ ન આપ્યો હોત તો આજે આપણે કેવા દરિદ્રી અને કંગાળ હોત? આ બધી વાતો સહેજે માનસપટ પર ઉપસી આવતા તેમના ઉપકારરૂપી મેરૂના ભાર નીચે આત્મા દબાઈ ગયો હોય એમ લાગે છે. અનંતકાળમાં ભટકતા અનંતા માતાપિતાઓએ આપણા આત્માની જે હિતચિંતા નથી કરી તે હિતચિંતા એ ક એક મહાપુરુષોએ કરી છે - એ શાસ્ત્રવચન આ બધું વાંચતા યથાર્થ અનુભવાય છે. જાણે હૃદય અંદરથી કહી રહ્યું છે કે આ બધાના ઉપકારના ભારથી
ક્યારે અને કેવી રીતે આત્મા છૂટશે? કિયામલ અને ભાવમલ
અનંતકાળથી ભટકતા આત્માએ ભટકી ભટકીને યોગ અને ઉપયોગ બંને બગાડ્યા છે. યોગનો દુરુપયોગ કરી આત્માની અંદરમાં જબરજસ્ત ક્રિયામલ ઊભો કર્યો છે તો ઉપયોગને બગાડીને આત્માએ ભાવમલને ઉભો કર્યો છે. જે ક્રિયામલના કારણે આજે સર્વજ્ઞકથિત કલ્પવેલડી જેવી તારક ક્રિયાઓ મળવા છતાં જીવને એ ક્રિયા કરતા કરતા આદર અને બહુમાનની છોળો ઉછળતી નથી. એ ક્રિયાના બતાવનાર ગણધર ભગવંતો પ્રત્યે મન અહોભાવથી ઝૂકી જતું નથી એટલું જ નહિ પણ કેટલાક જીવોને તો આ ક્રિયા પ્રત્યે અરૂચિ રહ્યા કરે છે. આ છે ક્રિયામલ ક્રિયામાં અનાદર તે કુવિચાર સ્વરૂપ બહિરંગચિત્ત છે - તે ક્રિયાલ સ્વરૂપ છે અથવા તો ક્રિયામલનો હેતુ છે. વિધિ, અંતરંગ યતના વગેરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org