________________
૧૩૪
-
-
-
-
-
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મુનિ - સાધુઓ લોકવ્યાપારથી રહિત હોય છે.
સૈન્ય - ભલે અભિપ્રાય ન જણાયો પરંતુ નગરના લોકો સંધિ અને લડાઈના વિષયમાં શું વાતો કરે છે?
મુનિ - આ વિષયમાં બોલવાના વ્યાપારથી હું રહિત છું. સૈન્ય - નગરના રાજા પાસે હાથી, ઘોડા વગેરે કેટલા છે?
મુનિ - તેના જ્ઞાનમાં અમે વ્યાપાર વિનાના છીએ. અમે બે કાનથી સાંભળીએ, આંખોથી જોઈએ, પરંતુ તેનાથી પાપવાનું કાર્ય કરતા નથી. કહેતા નથી. પરંતુ પાપ રહિતનો જ ઉપયોગ કરીએ છીએ. તમે જે પૂછો છો તે સઘળા પદાર્થો પાપવાળા છે. આ જ કારણે એમ કહેવાય છે કે કાના વડે ઘણું સંભળાય છે. આંખો વડે ઘણું દેખાય છે. પરંતુ સાધુઓએ તે સઘળું કથન કરવું યોગ્ય નથી.
સૈન્ય - જો તમે વ્યાપાર વિનાના છો તો અહિં નગરમાં કેમ વસો છો? મુનિ - અમારા એક સાધુ બિમાર છે. સિન્ય - તો અમારા સૈન્યમાં કેમ ફ્રો છો?
મુનિ - મમત્વ ભાવનો ત્યાગ કરવા માટે અમે રાગના સંગ વગરના હોવાથી કોઈ પણ નગર, ગામ, કુલ વગેરેમાં અમે એ છીએ.
સૈન્ય - તમે જાસુસ અને ચોર છો. મુનિ - જાસુસ નથી પણ સાધુ છીએ. સૈન્ય - શું સાબિતિ?
મુનિ - અમારો આત્મા એજ આ વિષયમાં સાક્ષી છે. બીજા કોઈની સાક્ષીની અમારે જરૂર નથી.
સૈન્ય - આવી રીતે જવાબ આપવાથી છૂટી નહિ શકાય. મુનિ - તો પછી તમને જે ઠીક લાગે તે કરી શકો છો. સિન્ય - તમારામાં શિક્ષાને સહન કરવાની શક્તિ કયાંથી આવી છે?
મુનિ - ત્રણ લોકના સામર્થ્યથી પણ અધિક સામર્થ્યવાળા પુરુષ વિશેષના ઉપદેશથી.
સૈન્ય - તેવી શક્તિવાળા પુરુષ કોણ? મુનિ - ત્રણે કાળને જાણનાર અરિહંત પરમાત્માઓ.
ત્યારપછી સંતોષ પામેલા સૈનિકો વડે મુનિ મુક્ત કરાયા. નગરના અભિપ્રાયને પ્રગટ કરવા વગેરે કાર્યો સાધુ માટે અનુચિત છે માટે ભાષા સમિતિવાળા સાધુ તેવા અનુચિત વચનો ન બોલે. પરંતુ સંગત સાધુની જેમ નિરવધ વચન બોલે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org