________________
યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - ૩
૧૩૩ ચારિત્ર મોહનો ક્ષયોપશમ હોય છે. જે સાધનારૂપ બની ક્ષાયિકભાવના આનંદની પ્રાપ્તિ કરાવે છે.
મોક્ષનું કારણ પ્રજ્ઞા - પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મ-સન્મુખ ઝુકેલી ભગવતી ચેતના. જેટલા ક્ષેત્રમાં ચેતન વસ્તુ છે તેટલા જ ક્ષેત્રમાં રાગાદિ બંધભાવો છે. છતાં બંને વચ્ચે ભાવભેદરૂપ - લક્ષણભેદરૂપ મોટી તિરાડ છે. રાગનો સ્વાદ આકુળતારૂપ - દુ:ખરૂપ છે ને જ્ઞાનનો સ્વાદ તો શાંત - સુખરૂપ છે. એમ વિવેક દ્વારા બંન્નેના સ્વાદની ભિન્નતા જણાય છે. તીક્ષ્ણ પ્રજ્ઞારૂપી છીણી દ્વારા તે બંનેને અત્યંત ભિન્ન જાણીને તે પ્રજ્ઞા શુદ્ધ સ્વરૂપમાં પેસીને પોતાને અનુભવમાં લે છે ને રાગાદિને જૂદા કરી નાંખે છે.
તીક્ષ્ણ પ્રજ્ઞા - ઉગ્રજ્ઞાન-ચેતના એટલે રાગથી ઘેરાય નહિ એવી ચેતના. તે અંતરના જ્ઞાન સ્વભાવમાં પ્રવેશી જાય છે. અત્યંત સાવધાનીપૂર્વક - જાગૃતિપૂર્વક અંદરથી સૂક્ષ્મ સાંધને ભેદીને એક બાજુ જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજી બાજુ અજ્ઞાનસ્વરૂપ બંધભાવો તેમને સર્વથા જૂદા જૂદા કરી નાંખે છે. બંધભાવના કોઈ અંશને જ્ઞાનમાં રહેવા દેતી નથી અને જ્ઞાનના કોઈ અંશને બંધમાં ભેળવતી નથી. આવી ભગવતી જ્ઞાનચેતના તે મોક્ષનું સાધન છે અને તેને તૈયાર કરવા આત્માએ આગમ, અનુમાન અને યોગાભ્યાસનું અવલંબન લેવું પડે છે.
અંતરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સાંધ પકડવા માટે ઉપયોગમાં ઘણી સૂક્ષ્મતા - એકાગ્રતા જોઈએ. ઇન્દ્રિયો અને મન બંનેથી છૂટીને અતીન્દ્રિય ઉપયોગ વડે રાગથી જૂદો આત્મા અનુભવાય છે. આમાં ઉપયોગને અંતર્મુખ કરવા ઘણો પ્રયત્ન કરવો પડે છે.
સમિતિ - ગુપ્તિના યથાર્થ આચરણથી યોગાભ્યાસ રસ પ્રગટે છે. ભાષા સમિતિ ઉપર સંગત સાધુનું દ્રષ્ટાંત
સંગત નામના સાધુ બોલવાની શુદ્ધિમાં પહેલેથી જ સમ્યગ ઉપયોગવાળા હતા. કોઈ સમયે માંદા સાધુની વૈયાવચ્ચના કારણે નગરમાં પુષ્કળ નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ હોવા છતાં મમત્વભાવનો ત્યાગ કરવા નગરને ઘેરો ઘાલેલા શત્રુ સેન્યમાં બહાર ભિક્ષા લેવા માટે ગયા. તે વખતે સૈન્યના લોકો તે મહાત્માને પૂછે છે તમે અહિંયા ક્યાંથી આવ્યા?
મુનિ - નગરમાંથી.
સેન્થ - નગરના રાજાનો શો અભિપ્રાય છે? શું રાજા અમારી સાથે લડાઈ કરશે?
મુનિ - કોનો શું અભિપ્રાય છે અને શું કરશે? તે હું જાણતો નથી. સિન્થ - નગરમાં વસવા છતાં તેમના અભિપ્રાયનું તમને જ્ઞાન કેમ ન થયું?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org