________________
૧૩ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હોય છે. આખા વિશ્વ પ્રત્યે દાસીન્ય ભાવ હોય છે. મારું - પારકું કે હું - તેના કોઈ વિભાગ એમાં હોતા નથી. સંકલ્પ • વિકલ્પ ઉત્પન્ન થાય તેવું કોઈ નિમિત્ત ઔદાસીન્થ ભાવમાં હોતું નથી. જગત અહિંયા શૂન્ય દૃષ્ટિએ જોવાયા છે. મન ઘણું ઊંડાણમાં ચાલી ગયું હોવાથી વિકલ્પ - તરંગો શાંત થઈ ગયા હોય છે તે વખતે પોતાનું પણ અસ્તિત્વ તેને ભાસતું નથી. કેવળ ઉદાસ ભાવે રહેવામાં આનંદની અનુભૂતિ થાય છે.
- આત્માના વિશુદ્ધ આનંદને લૂંટનારા જે કોઈ પણ હોય તો તે વિકલ્પો છે. વ્યવહારમાં પણ બાહ્યભાવના સંકલ્પ - વિકલ્પ જેને વધારે છે તેના જીવનમાં તેને આનંદ હોતો નથી. આ ઉદાસીનતામાં જગતનો કોઈ ભાવ તેના ચિત્તને સ્પર્શતો નથી. સુખ-દુ:ખ, માન-અપમાન, રાગ-દ્વેષ, રતિ-અરતિ, હાસ્ય-શોક વગેરે દ્વન્દ્ર ભાવો તેના ચિત્તમાંથી વિલય પામી ગયા હોય છે તેથી કેવળ શુદ્ધ આત્માનંદના સુખનો અનુભવ તેમાં થાય છે. મને તદ્દન નિસ્તેજ, નિર્બળા અને મરવાના વાંકે જીવતું હોય તેમ જીવે છે. તેને કારણે ઉદાસીનતા વધતી જાય છે. અને આત્મતેજ, આત્મબળ, આત્મપૌરૂષ વધારેને વધારે ખીલે છે. જેમ જેમ આત્મવીર્ય વધતું જાય છે. તેમ તેમ મનોનાશ - મનોલય થવાથી આત્મા. ઉન્મની ભાવને પામે છે. જગતમાં જે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે તે સઘળું ઉદાસીનતામાં અસત - મિથ્યા લાગે છે. ચૈતન્ય સ્વરૂપ દેખાવાથી - અનુભવાવાથી દેહથી માંડીને તમામ બાહ્ય જગત મડદા તુલ્ય લાગે છે. કેવળ ચૈતન્યમય આ. વિશ્વને નિહાળતાં ચિત્ત જગતના સર્વ જડભાવો પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કરે છે અને તે ઉદાસીનતા થવાથી વિકલ્પો બંધ થાય છે તેથી મન શાંત થઈને લય પામી જાય છે ત્યારે જ ચેતન્યના અભેદને પામેલો આત્મા પોતાને જૂવે છે તેની અનુભૂતિ થતાં પરમાનંદનો રસ ચાખે છે. તેમાં લીન થતાં મુક્તિસુખને અનુભવે છે.
- લયાવસ્થા - લય એટલે આત્મામાં સંતાઈ જવું. નિદ્રામાં પણ એક જાતનો લય થાય છે. દર્શનાવરણના જોરે મનનું કાર્ય બંધ થઈ જાય છે ત્યારે લય થાય છે પણ આ લય ઔદયિક ભાવનો છે. ઘાતી કર્મના ઉદયથી થનારો છે તે આત્માના આનંદને ઢાંકનાર છે તેથી તે લયથી આત્માને કોઈ લાભ નથી પરંતુ આત્માને કર્મનો જથ્થો બંધાવી મહાન નુક્સાન કરે છે. તે લયમાં પણ આત્મા સંતાઈ જાય છે પણ ઇન્દ્રિયો અને મનદ્વારા થતું જ્ઞાન તે ત્યાં હોતું નથી. સભાનતા રહેતી નથી અને તેથી ત્યાં આત્મિક કોઈ લાભ અનુભવાતો નથી જ્યારે ઉદાસીનભાવને પામેલો આત્મા જગતના જડપદાર્થોથી ઉભગી ગયેલો, મનથી પર થઈને ઉન્મનીભાવને સ્પર્શે છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં ખોવાઈ જાય છે. અમૃતાનંદમાં ડૂબી જાય છે તેજ આત્માની લયાવસ્થા છે. અહીં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org