________________
૧૩૦.
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જેટલા સવિચાર છે તેની પાછળ સુયક્તિઓનું અને મોહનીયના ક્ષયોપશમનું પીઠબળ હોવાથી તેને સુતર્કરૂપ કહી શકાય. આત્મહિતનો વિચાર, નવતત્ત્વની શ્રદ્ધા એ બધા પાછળ સુયુક્તિઓનું પીઠબળ છે. જેટલા અંશમાં આગમ, અનુમાન આવે તેટલા અંશમાં યોગાભ્યાસ રસ પણ આવતો જ જાય છે. આગમ પ્રધાનથી આગમ, સભ્રદ્ધાથી આગમાનુસારી અનુમાન, શીલવાન અને યોગતત્પરતાથી યોગાભ્યાસ રસનું ગ્રહણ થાય છે.
જે આત્માને જાણે છે તેને બીજું કાંઈ જાણવાની જરૂર રહેતી નથી. બીજું બધું જાણવું તે હેયરૂપ છે એટલે કે તેને છોડવાનું છે. સર્વવિકલ્પો છોડવાના છે માટે બીજા શાસ્ત્રો જાણવાની જરૂર રહેતી નથી. જેણે આત્મા જાણ્યો તેના માટેની આ વાત છે.
અધ્યાત્મ શાસ્ત્ર સિવાયના બધા શાસ્ત્રો અસતુ શાસ્ત્રો છે કારણ બીજા બધા શાસ્ત્રો જીવને આરંભ, સમારંભ, પરિગ્રહ, આસક્તિ કરાવવા દ્વારા પાપબંધ કરાવે છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્ર જીવને નિષ્પાપ બનાવે છે. આરંભ, સમારંભ રહિત બનાવે છે. ન્યાયી, પ્રામાણિક, નીતિવાન બનાવે છે.
અધ્યાત્મશાસ્ત્રમાં મોક્ષ એ સત્ તત્ત્વ છે. અર્થ-કામ અસત્ તત્ત્વ છે જ્યારે ધર્મ એ સત્ - અસત્ તત્ત્વ છે. ધર્મ એ સત્ તત્ત્વને અપાવે છે માટે ઉપાદેય છે. સત એવા મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી વ્યવહારથી સત છે છતાં સાંત અર્થાત્ અંતવાળું હોવાથી પરમાર્થથી અસત્ છે.
જૈન ધર્મ પામીને જેણે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું શોધન નથી. કર્યું તે ભાવ જૈન નથી પછી ભલેને પંચમહાવ્રતધારી સાધુ કેમ ન હોય ? પરમાત્મા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે તેથી પરમાત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણપર્યાય સ્વરૂપનું ધ્યાન કરવાથી અનંતા સિદ્ધોનું ધ્યાન થાય છે.
મોક્ષમાર્ગમાં જ્ઞાન એ આપણો ખરો ભોમિયો છે કારણ કે જ્ઞાન, પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન દીવો છે. જીવને શરીરમાં અશાતા વેદનીયનું દુ:ખ છે તેમ જીવને અજ્ઞાનનું પણ દુ:ખ છે જે માનસિક દુઃખ છે તેથી અજ્ઞાનીને શું થશે ? તે મુંઝવણ હંમેશા રહ્યા કરે છે જ્યારે જ્ઞાનીને જ્ઞાનમાંથી વિકારી ભાવો નીકળી ગયા હોવાથી જ્ઞાન નિ:શંક બન્યું છે માટે કોઈ દુ:ખ નથી.
બત્રીસી ૧૯/૧૦ ઉપાધ્યાયજી મહારાજ - આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસ રસ રૂપ ત્રણ પ્રજ્ઞા વડે ફરીને શ્રેણીની પ્રજ્ઞાને પામતો આત્મા કેવલજ્ઞાનને પામે છે. તેમણે ધ્યાનાભ્યાસ રસમાં પ્રતિભજ્ઞાન લીધું છે. જ્યારે યોગાભ્યાસ રસથી ૫-૬-૭ ગુણસ્થાનકના અનુષ્ઠાનોનું ગ્રહણ થાય છે, જે પ્રાભિજ્ઞાનનું કારણ બને છે.
શ્લોકનો અન્યાર્થ - પાપ સંમોહની નિવૃત્તિ થવા દ્વારા આગમ, અનુમાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org