________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧ ૨૩ કયું છે ? ચીકુના સ્વાદનું ખાનું કયું ? દુર્જન, દુષ્ટ કે સજ્જન હો બંધાના જ શરીરની રચના એક સરખી છે. મતિજ્ઞાન કેવલજ્ઞાનનું અવશેષ -
આમ જુવો તો આજે આપણું મતિજ્ઞાન કેવું થઈ ગયું છે ? પરમાત્મ સ્વરૂપ આપણો આત્મા, તેનું કેવલજ્ઞાન આજે મતિજ્ઞાન થઈ ગયું છે. સમુદ્ર બિંદુ થયો છે. કેવલજ્ઞાનનું અવશેષ, ભંગાર અને ખંડિયેર એ મતિજ્ઞાન છે. કેવી રીતે ? તે જોઈએ.
આત્માના અસંખ્ય પ્રદેશ ગમે તેટલા અવરાયા તો પણ આઠ રુચક પ્રદેશો આજે ખુલ્લા છે તે અવશેષ.
આત્માનું કેવળજ્ઞાન ભાંગીને ભુક્કો થયું છે. મતિજ્ઞાન રૂપે થયું છે. અવિનાશી જ્ઞાન વિનાશીરૂપે થયું. સમુદ્ર બિંદુ બની ગયો એ ભંગાર.
ખંડિયેર હોય ત્યાં પક્ષીઓ માળા બાંધે, કરોળીયા જાળા રચે. મધમાખીઓ મધપૂડો કરે. કૂતરા સંડાસ કરીને બગાડે તેમ આપણા આત્મામાં - મતિજ્ઞાનમાં મોહના જાળા છે.
દયિક ભાવના વિકારો છે.
ઉપરોક્ત વાત કાંઈ મતિજ્ઞાનની નિંદા કરવા માટે કરી નથી પણ જીવને ચોંકાવવા માટે છે કે જીવ મૂળમાં કેવો છે અને હાલમાં કેવો થઈ ગયો છે ?
બાકી તો “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ અને નાનો પણ રાઈનો દાણો ” એ ન્યાયે મતિજ્ઞાન જ આખરે કેવળજ્ઞાન બનવાનું છે માટે તે તો પૂજ્ય જ છે. જીવ તો સ્વરૂપે પરમાત્મા છે પણ વર્તમાનમાં તેના આત્મા પર કર્મનો કાટ લાગેલો છે જે શોચનીય છે. પ્રશંસનીય નથી.
Every Cloud has a Silver lining દરેક કાળાધાબા જેવા વાદળામાં પણ રૂપેરી રેખા હોય છે. લાખો નિરાશામાં પણ એક અમર આશા છુપાયેલી છે. તેમ ભાંગીને તૂટી ગયેલા આત્મામાં પણ આજે કેવલજ્ઞાન છુપાયેલું છે, જે એક દિવસ જરૂર પ્રગટ થવાનું છે, એ મોટો આશાવાદ છે. આત્માને પરમાત્મા બનાવવાની જરૂર શા માટે ?
પુદ્ગલની સાથે અનંતકાળથી જોડાયેલો આત્મા અનંત કાળ વીતવા છતાં હજુ પુદ્ગલ નથી બન્યો અને બનવાનો પણ નથી માટે જ આત્માને પરમાત્મા બનાવવા માટેની મહેનત કરવાની છે. રામચંદ્રજી સીતાને લેવા માટે લંકા કેમ ગયા ? શા માટે રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું ? આખા રાક્ષસકુળનો સંહાર કેમ કર્યો ? કહો કે ગમે તેવા રાવણના પ્રલોભનો હોવા છતાં, ગમે તેટલા કષ્ટ વેઠવા પડ્યા છતાં સીતા રાવણની થઈ નહોતી માટે. જો રામચંદ્રજીને ખબર પડી ગઈ હોત કે સીતા રાવણની થઈ ગઈ છે તો જાત ? યુદ્ધ કરત ? ના.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org