________________
૧૨ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૨ સ્કંદકાચાર્યની બહેન પુરંદરયશાને ખબર પડતાં અત્યંત વલોપાત કરે છે શાસનદેવીએ તેને ઉપાડીને ભગવાન મુનિસુવ્રતસ્વામિ પાસે મુકી, તેણે ત્યાં સંયમ લીધું અને આત્મકલ્યાણ કર્યું. અને આ બાજુ મરીને અગ્નિકુમાર થયેલા દેવે ત્યાં આવીને ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ પ્રગટાવી આખા નગરનો નાશ કર્યો. કુંભકારનગર દંડકારણ્ય બન્યું.
આ બતાવે છે કે જેને આત્મકલ્યાણની કોઈ ઇચ્છા જ નથી એવાઓની સાથે ખોટી ચર્ચામાં સમય વેડફ્લો એ આત્માનું અહિત કરવા માટે થાય છે. માનવભવની સફળતા સાધનાથી છે.
મનુષ્ય જન્મ અને પ્રભુશાસન નિર્દિષ્ટ મોક્ષમાર્ગ આપણને ઘણી ઘણી પુન્યાઇથી મળેલ છે. જીવન પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યું છે અને ખોટી ચર્ચા, નિંદા, ટીકા અને મત-મતાંતરમાં આપણો કિંમતી સમય વેડફ્રાઈ રહ્યો છે. જ્ઞાની એક જ વાત કરે છે કે બીજાને ખોટા કહીને તું ક્યારે પણ મોક્ષે જઈ શકીશ નહિ. હું સાચો અને બીજા ખોટા, હું સારો અને બીજા ખરાબ, હું ન્યાયી અને બીજા અન્યાયી આ બધો બુદ્ધિતત્ત્વનો પ્રભાવ છે. મત-મતાંતર છોડી, પક્ષાપક્ષી છોડી, વાડાબંધી તોડી જ્યારે તું સેંટરમાં આવશ, રાગ-દ્વેષની મધ્યમાં આવીશ, તું તારામાં ઊંડો ઉતરીશ ત્યારે તને તારી અભેદ ચેતના પ્રાપ્ત થશે. જેમ સૂર્ય મધ્યાહે આવે છે ત્યારે પડછાયો પોતાનામાં સમાઈ જાય છે તેમ જીવા રાગ-દ્વેષ મૂકી મધ્યમાં રહે છે ત્યારે કર્મબંધ અટકી જાય છે. “આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ, .
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ; ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” રાગ-દ્વેષથી બચવા, બની ગયેલા બનાવો માટે ભવિતવ્યતાનો ઉપયોગ કરવાનો છે જ્યારે વર્તમાનકાળ માટે તો જાગૃતિપૂર્વકનો, સ્વરૂપભાવમાં રહેવા પૂર્વકનો પુરુષાર્થ જ કરવાનો છે. ભવિતવ્યતાનો ઉપયોગ કરવાથી ભૂતકાળ આપણા મતિજ્ઞાનના ઉપયોગમાં આવી ડખલ કરતો નથી.
- આ આત્મા શરીરમાં આવી પુરાયો તો આ શરીરની રચના પણ કોણ જાણે એવી થઈ છે કે એક જ જીભ દરેક ફળોના જુદા જુદા રસનો આસ્વાદ લઈ શકે છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જીભમાં બધા જ પ્રકારના સ્વાદની યોગ્યતા છે. જીભમાં બધા જ પ્રકારના કેળા, ચીકુ વગેરે ગ્રહણને યોગ્ય રસ રહેલા છે, જો તેમ ન હોત તો તે તે રસને લેવા માટે શરીરમાં અનેક પ્રકારની ગોઠવણ કરવી પડત. તો જીવને પાછું શોધવું પડત કે કેળાના સ્વાદનું ખાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org