________________
૧૨૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કુતર્ક ત્યાજ્ય છે. એ ઉપર ભાર મૂકતા હરિભદ્રસૂરિજી મહારાજના શ્લોકો વાંચતા તેમનામાં એક માતૃહૃદયના દર્શન થાય છે. જેમાં એક માતા પોતાનો પુત્ર કોઈ અનિષ્ટ સ્થાનમાં જતો હોય તો તેને બચાવવા લાગણીપૂર્વકના શબ્દોથી પાછો વાળે તેમ ગ્રંથકારશ્રીને કુતર્કનું ખુબ અનિષ્ટ દેખાયું છે. કુતર્કથી આત્માની દુર્ગતિમાં થનારી ખાનાખરાબી અને ભવભ્રમણ દેખાય છે તેથી એક માતૃહૃદયની જેમ આપણને તેનાથી બચવા ઉપદેશ આપી રહ્યા છે. આત્મભૂમિને સમતાંગણ બનાવવાની છે. સમરાંગણ બનાવવાની નથી. તે માટે બાહ્ય સંઘર્ષ સદાને માટે ટાળવાનો છે અને આંતર સંઘર્ષ પળેપળે કરવાનો છે. જો બાહ્ય સંઘર્ષ કરવા જઈશું તો આંતર સંઘર્ષ કરવાની અને એ દ્વારા કર્મશત્રુનો પરાભવ. કરવાની અમુલ્ય તક હારી જઈશું. યુગલિકો મરીને દુર્ગતિમાં જતા નથી કારણ કે આખા જીવનમાં ક્યારેય બાહ્ય સંઘર્ષ કરતા નથી. તેમ યુગલિકો મરીને ક્યારે પણ મોક્ષે જતા નથી કારણ કે આંતર સંઘર્ષ કરી શકતા નથી.
બાહ્ય સંઘર્ષ નહિ કરનારો દુર્ગતિ અટકાવે છે. આંતર સંઘર્ષ કરનારો મુક્તિ પામે છે. જે મરણિયો બનીને મોહની સામે ઝઝુમે છે તે મોહ ઉપર વિજય મેળવે છે. गौचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादि - संवाद्यागमदर्शनात् ॥ ९९ ॥
આ અતીન્દ્રિય અર્થ એ આગમનો જ વિષય બને છે કારણ કે આગમથી. જ અતીન્દ્રિય અર્થનું સમ્યગજ્ઞાન થાય છે. લૌકિક પ્રત્યક્ષ એવા ચંદ્ર અને સૂર્યનું ઉપરાગ અથતિ ગ્રહણનું સંવાદીપણું એ આગમથી જ જણાય છે અથતિ ભાવિમાં થનાર સૂર્યગ્રહણ વગેરેનો ચોક્કસ સમયનિર્ણય વગેરે લોકિક વસ્તુઓ આગમથી વર્ષો પૂર્વે નક્કી કરી શકાય છે. આમ સૂર્યગ્રહણ વગેરે લૌકિક અતીન્દ્રિય પદાર્થોનો આગમ યથાર્થ બોધ કરાવતું હોવાથી લોકોત્તર આત્માદિ અતીન્દ્રિય પદાર્થો પણ આગમથી જ જણાય છે.
“તાર્કિક બુદ્ધિને શ્રધ્ધાળુ બનાવવી”
તે શાસ્ત્ર અધ્યયનનું ફળ - શંકા અથવા તર્ક થવા એ અજ્ઞાન યા પૂર્વજન્મકૃત પાપોનું ળ છે. તે મહાપુરુષને ધન્ય છે કે જેને ઈશ્વરના અસ્તિત્વમાં કોઈ પ્રકારની શંકા જ ઉઠતી નથી. તેઓ ઈશ્વરને સર્વશક્તિમાન માનીને અને ચરાચર વિશ્વના સાક્ષી બનીને તેમનું જ ચિંતન કરતા હોય છે. જે હંમેશા ભગવાનને સર્વત્ર સમજીને અને બધામાં ભગવદ્ બુદ્ધિ રાખીને વ્યવહાર કરે છે. તેનાથી કદી ખોટું કામ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org