________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૨૫
થતું નથી, ગ્રંથભાર તો અજ્ઞાનનું ચિહ્ન છે. જેને ભગવાનના સર્વાન્તર્યામીપણા ઉપર વિશ્વાસ નથી. જેના મનમાં જાતજાતની શંકાઓ ઉઠ્યા જ કરે છે તેમને માટે શાસ્ત્ર છે. કે તેઓ શાસ્ત્રો દ્વારા પોતાની તાર્કિકબુદ્ધિને શ્રદ્ધાળુ બનાવી લે. જો અંતપર્યંત બુદ્ધિ તર્કમાં ફ્સાઈ રહી તો શાસ્ત્રોનું અધ્યયન વ્યર્થ છે. શાસ્ત્રોના અધ્યયનનું ફ્ળ તર્કાતીત થઈને શ્રદ્ધાળુ બનવાનું છે. અર્થાત્ તર્કને શ્રદ્ધાના સરાણે ચડાવી નિઃશંક બનવાનું છે.
તર્કને બીજાને નિરુત્તર બનાવવામાં રસ છે જયારે શ્રદ્ધાને નિઃશંકતામાં રસ છે.
બે પ્રકારના પુરુષો હોય છે. (૧) હૃદય પ્રધાન (૨) બુદ્ધિ પ્રધાન. તેમાં હૃદય પ્રધાન ઓછા અને બુદ્ધિપ્રધાન વધારે હોય છે. બુદ્ધિ પ્રધાન જીવો તર્ક કર્યા સિવાય કોઈ વાતને માનતા જ નથી જેમ ઝેરની દવા ઝેર જ છે. અગ્નિથી દાઝેલાને તેલ લગાવીને અગ્નિ વડે શેકવાથી જ ઠીક થાય છે તેમ તર્કવાળાઓની બુદ્ધિને તર્કથી જ હરાવવી જોઈએ કે ત્યાંથી પછી આગળ જવાની બુદ્ધિની શક્તિ જ રહે નહિં. તર્ક કરવાથી સ્થૂલબુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે અને સૂક્ષ્મબુદ્ધિ જ પરમાર્થ તરફ આગળ વધી શકે છે. તારક પરમાત્માએ તર્ક અને યુક્તિઓ દ્વારા ભગવદ્ તત્ત્વને એવી ખૂબીપૂર્વક વર્ણવ્યું છે કે ભારેમાં ભારે તાર્કિક પણ ત્યાંથી આગળ વધી શકતો નથી. શાશ્રવણ અને અધ્યયનનું એટલું જ પ્રયોજન છે કે જેમની બુદ્ધિ તાર્કિક છે તેઓ તેના દ્વારા તેને સૂક્ષ્મ અને સ્વચ્છ બનાવીને તેને પરમાર્થગામિની બનાવે. હંમેશા તર્કોમાં જ ફ્સાઈ રહેવું અને ખંડન-મંડનના જ આટા-પાટામાં ગુંથાઈ રહેવું એ લક્ષ્ય નથી કારણ કે પરમાર્થનો માર્ગ તર્કાતીત છે. અસલી પદાર્થ ક્યાંય શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતો નથી તે તો અનુભવગમ્ય છે.
અજ્ઞાનમાં અને શ્રદ્ધામાં આફાશ-પાતાળનું અંતર છે. અજ્ઞાનીને પણ તર્ક ઉઠતા નથી, પરંતુ તેને જ્યાં સુધી સાચી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તે પરમાર્થ તરફ આગળ વધી શકતો નથી. અને જેના હૃદયમાં સાચી શ્રદ્ધા છે. તે કદી અજ્ઞાની રહી શકતો નથી. કેમકે સાચી શ્રદ્ધા તો વિકલ્પોનો અંત આવ્યા પછી જ થાય છે. તર્ક અને શંકા ઉઠવી એ પૂર્વજન્મના કરેલાં પાપોનું ફ્ળ છે. તર્ક ઉઠતા આળસુ અને અજ્ઞાનીઓની પેઠે તેને દબાવવા એ પણ પાપ છે. આવો આળસુ પરમાર્થી થઈ શકતો નથી.
વાસ્તવિક રીતે જોતાં તો ગુણપ્રાપ્તિમાં આગળ વધેલા સાધકો પાસે તાર્કિકોએ પોતાના તર્કનું યોગ્ય નિરસન, સમાધાન કે સંવર્ધન કરીને અનુભવના બળે આગળ વધવું જોઈએ. પરમાર્થ પામવાનો આ માર્ગ બુદ્ધિજીવી માટે હિતાવહ જણાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org