________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૨૭ અંતિમ લક્ષ્ય છે અને તે પ્રભુ કૃપાથી થાય છે. બુદ્ધિ પ્રધાન જીવોની બુદ્ધિને સૂક્ષ્મ કરવા માટે શાસ્ત્રની રચના છે. હૃદયમાં તો પ્રભુપ્રેમની જ મહત્તા છે. તેથી ગમે તેટલો જીવ જ્ઞાની બન્યો હોય પણ તેણે અરવિંદાક્ષ પ્રભુનો આશ્રય કદીપણ છોડવો જોઈએ નહિ. જે જ્ઞાનના અભિમાનમાં આવીને પરમાત્માનો ત્યાગ કરે છે તેનું અવશ્ય પતન થાય છે. સંસારમાં જીવમાત્રનો પુરુષાર્થ પરમાત્મપ્રેમની પ્રાપ્તિ કરવાનો છે. પ્રભુના ચરણ કમળમાં પ્રીતિ થાય એ જ સર્વસાધનોનું અંતિમ ળ છે.
एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानां - स्तथा चाह महामतिः ॥ १०० ॥
આગમપ્રધાન, સમ્યક્ શ્રદ્ધાળુ અથતિ જ્ઞાનાવરણીય અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી પ્રાજ્ઞ બનેલ - વિચારક બનેલ (કારણ કે જે વિચારક હોય તે જ પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરી તત્ત્વની શ્રદ્ધા કરી શકે છે) પરદ્રોહથી વિરામ પામેલો અને સદા યોગમાં તત્પર એવો જીવ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપાદિ અથવા તો દાન શીલ અથવા તો ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય અર્થોને જાણે છે અને આ જ વાત હવે પછીના શ્લોક ૧૦૧માં પતંજલિ કહેવાના છે....
બત્રીસી ૨૩/૧૩માં ઉપાધ્યાયજી - મત્ર - અતીન્દ્રિય અર્થમાં શાસ્ત્રનો જ અવકાશ છે તેથી પ્રતાઃ કુતર્કમાં શ્રદ્ધા કરવાના બદલે શાસ્ત્રમાં જ શ્રદ્ધાળુ, શીલસંપન્ન અને યોગયુક્ત જીવ અતીન્દ્રિય તત્ત્વનો જ્ઞાતા બને છે.
- બુદ્ધિશાળી જીવોનો પ્રયત્ન અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે જ હોય છે આના દ્વારા ગ્રંથકાર વ્યાપ્તિ બાંધવા માંગે છે કે જે જે બુદ્ધિશાળી છે તે તે અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિમાં પુરુષાર્થવાળા છે. આ અન્વય વ્યક્તિ છે અને જે જે અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિમાં પુરુષાર્થવાળા નથી તે તે બુદ્ધિશાળી નથી આ વ્યતિરેક વ્યાપ્તિ છે.
મનુષ્યના ભવમાં આવ્યા પછી વિચારે કે હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? મારું સ્વરૂપ શું ? આ બધો વળગાડ કોના યોગે છે ? આ બધું મેળવીને, ભેગું કરીને પછી ક્યાં જવાનું ? આ બધું વિચારે તો સમજાય કે હું શું કરી રહ્યો છું ? અને શું કરવાનું છે ? આમ મન, વચન, કાયાનો બધો જ પુરુષાર્થ અતીન્દ્રિયાર્થની સિદ્ધિ માટે થાય પછી તે સિદ્ધિ પ્રતીતિરૂપે અને પ્રાપ્તિરૂપે થાય છે.
જ્ઞાનરૂપે સિદ્ધિ તે નિર્ણયરૂપ સિદ્ધિ છે. ' દર્શનરૂપે સિદ્ધિ તે પ્રતીતિરૂપ સિદ્ધિ છે.
ચારિત્રરૂપે સિદ્ધિ તે પ્રાપ્તિરૂપ સિદ્ધિ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org