________________
૧૨૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ બુદ્ધિના ઉન્મેષ રૂપ તર્ક એ કોઈ નકામી વસ્તુ નથી પણ તેને યોગ્ય સમયે વળાંક આપવા માટે હૃદયને પ્રાધાન્ય મળવું જરૂરી છે, તો જ અધ્યાત્મમાં આગળ વધી શકાય. દૈનિક જીવનમાં પણ બુદ્ધિનો દુપયોગ હૃદયની શુદ્ધિથી અટકાવી શકાય છે. બુદ્ધિજીવીઓ અહં તરફ ગતિ કરે છે. “મારું તે સાચું” માને છે અને શ્રધ્ધાજીવીઓ સત્ય તરફ ગતિ કરે છે. “સાચું તે મારું” એ સૂરથી તેઓ પૂર્વગ્રહથી પીડિત હોતા નથી અને પોતાની જ માટે તત્પર હોય. છે તેઓ પોતાના અધિકાર માટે ઝઘડતા બુદ્ધિજીવીઓને સમજાવી શકે છે.
- હવે તર્કવિજ્ઞાનથી જ બુદ્ધિજીવીઓને સમજાવવાની કળા સહૃદયી પાસે કેવી રીતે હોય છે ? તે દૃષ્ટાંતથી જોઈએ. - આજે જગતમાં હકના ઝઘડા છે અને જો પ્રત્યે ભારે ઉપેક્ષા સેવાતી જોવામાં આવે છે. હકીકતમાં આ હૃદય અને બુદ્ધિનો વિમર્શ છે.
બુદ્ધિજીવીઓએ પણ અંતે તો સ્વીકારવું જ પડે છે કે અધિકારની પ્રાપ્તિ (૧) આપણા પુણ્યને તથા (૨) સામી વ્યક્તિની પાત્રતાને આધીન છે. અને આ બંને વસ્તુ પરાધીન છે. પુણ્ય કરવું સ્વાધીન છે, પુણ્ય હોવું પરાધીન છે. (કારણ કે ગયા ભવમાં કર્યું હોય તો જ મળે છે. જગતની વિષમતા એ કર્મ, પૂર્વભવ વિ. ને સાબિત કરે છે.) હવે પરાધીન વસ્તુ માટે વ્યર્થ ફાંફા મારવા કરતાં - જનું પાલન કરીને માનવભવની સફળતા કરવી જોઈએ. કર્તવ્યપાલન માટે વિવેક અને જાગૃતિ જોઈએ. આ બંને વસ્તુ પ્રયત્નસાધ્ય છે એટલે સ્વાધીન છે તો શા માટે કર્તવ્યપાલન કરીને ગુણનો આનંદ ન મેળવવો ? બલાત્કારે અધિકારની પ્રાપ્તિથી મળતી તુચ્છ વસ્તુઓ સુખની સામગ્રી આપી શકે છે પણ સુખ, શાંતિ, સમાધિ, આનંદ આપવાની તાકાત તેની નથી. આ રીતે બુદ્ધિજીવીઓના તર્કને સાચો વળાંક આપવાથી તેઓ બુદ્ધિશાળી બની શકે છે અને સાત્ત્વિક આનંદની અનુભૂતિ કરનાર બને છે.
જે હૃદયપ્રધાન, ભાવિક અને સરળ છે. તેના મનમાં શંકા ઉઠતી જ નથી. તે તો પોતાના પ્રિયતમના ગુણ ગાવા જ ઇચ્છે છે. બાહ્ય સિદ્ધિઓનું તેને મન કોઈ જ પ્રયોજન નથી. તેને માટે તો પરમાત્માના ચરણકમળ જ સત્ય છે. જગત સત્ય હો કે મિથ્યા હો તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.
સંસારથી ક્ષુબ્ધ થયેલી બુદ્ધિને ઠેકાણે લાવવા માટે શાસ્ત્રો છે. સાચી શાંતિ તો, હૃદયની વેદનાપૂર્વકની પ્રાર્થનાથી જ થાય છે. જ્યારે બધા તર્કો ભૂલી જઈને એકાંતમાં પરમાત્માની પાસે દીન થઈને પ્રાર્થના થાય છે ત્યારે સાચી શાંતિ મળે છે.
શાસ્ત્રોમાં જીવ અને બ્રહ્મની જે બધી વાતો કરી છે તે માત્ર હૃદયની વાત નથી. પ્રેમ એ જ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે. પ્રેમની પ્રાપ્તિ થવી એ જ જીવનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org