________________
૧ ૨૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ જ્ઞાનાદ્વૈતવાદીના મતે જગતમાં જ્ઞાન સિવાય ઘટ પટાદિ કોઈ વસ્તુ જ નથી અને તેથી સઘળા જ્ઞાન નિર્વિષયક છે એમ તે કહે છે તેમાં દૃષ્ટાંત આપે છે કે જેમ બે ચંદ્રમાં નથી છતાં બે ચંદ્રનું જ્ઞાન તેમિરિક રોગવાળાને થાય છે તથા સ્વપ્નમાં હાથી વગેરેનું જ્ઞાન થાય છે પણ સ્વપ્નમાં હાથી આદિ નથી તેમ જગતના સઘળા જ્ઞાન એ મૃગતૃષ્ણાજલને વિષય કરનારા છે અર્થાત્ નિર્વિષયક છે એ પ્રમાણે સાધતા જ્ઞાનાદ્વૈતવાદીને કોના વડે રોકી શકાય ?
આ પ્રમાણે કુતર્કથી તત્ત્વસિદ્ધ ન થાય તે કહે છે सर्वं सर्वत्र चाप्नोति, यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किञ्चन ॥१७॥ અધ્યાત્મના માર્ગમાં કુતર્ક એ વર્જ્ય છે.
જે કારણથી સઘળા પદાર્થોમાં આ પ્રમાણે કુતર્કથી લોકમાં પ્રતીતિથી બાધિત અને અસમંજસ (પ્રત્યક્ષથી બાધિત) એવું બધું સાધ્ય રાખોતિ = સિદ્ધ કરી શકાય છે તે કારણથી આ કુતર્કથી કાંઈ પ્રયોજન નથી. કુતર્ક દ્વારા પ્રત્યક્ષથી વિરૂદ્ધ (અર્થાત્ તેવા પ્રકારના કલ્પિત દૃષ્ટાંત માત્રથી યુક્ત-)સિદ્ધ કરી શકાય છે પરંતુ તે કૂતર્કમાં વ્યાપ્તિનું બળ કે અનુભવ વગેરે કાંઈ જ હોતું નથી. માટે આવા કુતર્કનું કોઈ પ્રયોજન નથી,
- કુતર્ક આત્માની શક્તિને ખોટા રસ્તે લઈ જાય છે. જેનાથી આત્મા પોતાની શક્તિનો સદુપયોગ કરી શકતો નથી. કુતર્ક અધ્યાત્મના માર્ગમાં આગળ વધવામાં પ્રતિબંધક બને છે.
પ્રસ્તુત માં મિથ્યાત્વના જ કુતર્કો લેવાના છે. જેના કારણે શરીર, ધન, પરિવારાદિ તેમજ કષાયના પરિણામો જીવને પોતાના લાગે છે, આત્મા અને આત્માના ગુણો પોતાના લાગતા નથી. મિથ્યાત્વને કારણે જીવને આત્માના વિષયમાં વિપરીત પરિણામો થાય છે અને તે જ વાસ્તવિક જીવનું અહિત કરે છે. કુતર્કો જીવને આગ્રહી બનાવે છે. નવતત્વના વિષયમાં પણ જીવને મિથ્યાત્વના કારણે કુતર્ક થાય. છે. આ કુતર્કને કારણે જીવની યોગમાર્ગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી, અતીન્દ્રિય પદાર્થમાં તર્કની જરૂર પડે છે. જીવને કુતર્કને કારણે વિપરીતગ્રહ થઈ ગયો હોય અને પોતે નિરાગ્રહી હોય તો તે જીવને નુકસાન કરનાર થતો નથી. જેમકે આત્મા વિભુ છે. ઇશ્વર જગત્કર્તા છે ઇત્યાદિ કુતર્કને કારણે થઇ ગયેલ બોધ નિરાગ્રહી જીવને તરત જ નિવર્તન કરાવી શકાય તેવો હોય છે.
ત મિત્કાર - આ બાજુ તિન્દ્ર - તર્ક ઇવ” આવા સ્વરૂપવાળો છે અર્થાત શ્લોક ૯૮ માં કહેવાનારા અતીન્દ્રિય અર્થનો વિષય નથી એ ગ્રંથકાર કહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org