________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૧૧૯ જેમ બે પાટા દૂર દૂર દૃષ્ટિ કરતા એક બીજાને મળી જતા હોય તેમ લાગે છે, આકાશ તરફ દૂર દૂર દૃષ્ટિ કરતાં ક્ષિતિજને મળી જતું હોય તેમ લાગે છે, પર્વત ઉપર રહેલાને નીચે ચાલતા માણસો વેંતિયા લાગે છે. આ બધું પ્રત્યક્ષ હોવા છતાં ત્યાં ભ્રમ છે, દૂરવાદિને કારણે વસ્તુ તેવી ન હોવા છતાં તેવા પ્રકારનો ભ્રમ થઈ જાય છે તે જ રીતે પાણીમાં પણ અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો ભ્રમ થાય છે.
અહિંયા ગ્રંથકાર કહે છે કે આમ ઉક્ત પદાર્થોમાં ભમાત્મક જ્ઞાન હોવા છતાં લોહચુંબકમાં દૂરથી જ ખેંચવાનો સ્વભાવ છે તેનું દ્રષ્ટાંત લઈ કુતર્કવાદીને પણ તેવા પ્રકારના નવા નવા સ્વભાવની કલ્પના કરતાં કોણ રોકી શકે તેમ છે ? અર્થાત જેને કુતર્ક જ કરવા હોય, વિતંડાવાદ જ કરવો હોય અને એ દ્વારા પ્રતીતિ સિદ્ધ સાચી વસ્તુનું પણ ખંડન કરવું હોય તો તેને કોણ રોકી શકે તેમ છે ? અર્થાત્ કોઈ રોકી શકે તેમ નથી.
હવે ઉપસંહાર કરતા કહે છે - दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥१५॥
જે કારણથી ઉપર કહેલી (શ્લોક ૯૨, ૯૩, ૯૪ માં) કહેલી નીતિ પ્રમાણે સાધ્ય વસ્તુમાં લોક પ્રતીતિથી બાધિત એવા દ્રષ્ટાંતો સર્વત્ર = બધા જ સાધ્યપદાર્થમાં (મિથ્યા વસ્તુની સિધ્ધિમાં પણ) મળવા સુલભ છે. દુનિયા મોટી છે અને કાલ અનંત છે તેથી બધા દૃષ્ટાંતો સુલભ છે તે કારણથી જેમાં લોક પ્રતીતિની બાધા આવે છે એવા કુતર્કો કોના વડે કરીને બાધિત કરી શકાય છે ? અર્થાત્ કોઈનાથી નહિ. કારણકે તેમ કરવામાં સ્વનીતિનો વિરોધ આવે છે. કારણકે સજ્જન પુરુષોની એ નીતિ છે કે જ્યાં સુધી સામી વ્યક્તિના ખોટા વચનને ખોટારૂપે સિદ્ધ ન કરી આપે ત્યાં સુધી તેના વચનને ખોટા કહેવાય નહિ. આમ ખોટું સિદ્ધ કર્યા સિવાય તારું વચન ખોટું છે એમ કહેવું તે નીતિ વિરુદ્ધ છે અને આવું નીતિવિરુદ્ધ સજ્જન પુરુષો કયારે પણ આચરે નહિ અર્થાત સુતર્કદ્વારા તેની વાત દોષિત સિદ્ધ કરી તેને નિરુત્તર કરવામાં આવે તો પણ તે પોતાને ફાવતા દૃષ્ટાંત લઈ કુતર્ક કર્યા જ કરે તેથી એનો કયારે પણ અંત આવે નહિ.
द्विचन्द्रस्वानविज्ञाननिदर्शनबलोत्थितः। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥१६॥
કુતર્કવાદીને કુતર્ક કરતાં કોઈ રોકી શકતું નથી તેમાં દ્રષ્ટાંત કહે છે. જેમ બે ચંદ્ર અને સ્વપ્ન વિજ્ઞાનના દ્રષ્ટાંતના બળ ઉપર ઉભા થયેલ જ્ઞાનાદ્વૈતવાદીને બધા જ્ઞાન નિર્વિષચક છે એમ સિદ્ધ કરતાં કોઈ અટકાવી શકતું નથી તેમ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org