________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૧૭
અગ્નિના ચાલ્યા જવાથી પાણી સ્વભાવ વગરનું થઈ જતું નથી એમાં સ્વભાવ તો રહે છે જ માટે અગ્નિની ગેરહાજરીમાં પણ જો સ્વભાવ છે તો બાળવા રૂપ કાર્ય પાણી દ્વારા થવું જોઈએ.
કુતર્કવાદી : સ્વભાવનું વૈચિત્ર્ય છે. અર્થાત્ સ્વભાવનું અનેકપણું છે કે જેથી અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ છે અગ્નિની ગેરહાજરીમાં દાહક સ્વભાવ નથી પણ શીતલ સ્વભાવ છે, આમ સ્વભાવની વિચિત્રતાને કારણે કોઈ દોષ નથી. વળી કુતર્કવાદી કહે છે કે અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ માનવામાં લોકબાધા સિવાય બીજો કોઈ બાધક સ્વભાવ નથી અર્થાત્ લોકમાં પાણીમાં ઠંડક કરવાનો સ્વભાવ છે એ વાત રૂઢ હોવાથી લોક અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ માનવા તૈયાર નથી બાકી અગ્નિની હાજરીમાં પાણીમાં દાહક સ્વભાવ નહિ માનવામાં બીજું કોઈ બાધક પ્રમાણ નથી.
આ પ્રમાણે સર્વત્ર = સઘળા પદાર્થોમાં અર્થાત્ સાચો કે ખોટો પદાર્થ સિદ્ધ કરવામાં દૃષ્ટાન્તમાત્રનું સુલભપણું હોવાથી અર્થાત્ જગતમાં દૃષ્ટાંતોનો તોટો જ નથી. દરેક વ્યક્તિને પોતાની ખોટી વાત સિદ્ધ કરવા માટે પણ દૃષ્ટાંતો મળી રહેતા હોવાથી અસમંજસકારી કુતર્ક છે. અર્થાત્ કુતર્ક એ પ્રમાણભૂત નથી. દૃષ્ટાંત માત્રનું સુલભપણું કહ્યું તેનાથી વ્યાપ્તિ, અનુભવ આદિનું કુતર્કમાં સુલભપણું નથી એ જણાઈ આવે છે.
પ્રતિવાદી વડે અન્ય પ્રકારે કલ્પાયેલો સ્વભાવ છદ્મસ્થના વિષયભૂત થતો નથી એજ વાતને સ્પષ્ટ કરે છે.
अतोऽग्नि : क्लेदयत्यम्बु - सन्निधौ दहतीति च । अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥९३॥
જે કારણથી અધિકૃત કલ્પિત સ્વભાવ છદ્મસ્થના વિષયભૂત થતો નથી તે કારણથી અગ્નિ ભીંજવે છે. એમાં પ્રત્યક્ષનાં વિરોધનો પરિહાર કરવાને માટે પાણીના સાંનિધ્યમાં એ વિશેષણ મૂકયું અને તેજ રીતે પાણી બાળે છે એમાં લોકપ્રતીતિની બાધા ન થાય તે માટે અગ્નિના સાંનિધ્યમાં એ વિશેષણ મૂક્યું કારણકે અગ્નિ અને પાણીનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી એ પ્રમાણે પરવાદી વડે કહેવાયે છતે શું ? તે કહે છે
कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः ।
विप्रकृष्टोऽप्ययस्कान्तः, स्वार्थकृद् दृश्यते यतः ॥ ९४ ॥
=
આ પ્રમાણે સ્વભાવને માનવામાં યુતિઃ - શુષ્કતર્ક યુક્તિથી સોગન આપી મનાવવા જેવું છે. પરંતુ સોગન આપ્યા સિવાય આવા પ્રકારના સ્વભાવનું જ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org