________________
૧ ૧ ૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રકારનો સ્વભાવ છે માટે પદાર્થ તેવો છે એમ કહે છતે પાછો કોઈ શંકા કરે કે પણ વસ્તુનો આવો સ્વભાવ કેમ છે ? તો ત્યાં કહેવાય કે તેવા પ્રકારનો સ્વભાવ હોવામાં અનુભવ જ પ્રબળ કારણ છે અર્થાત અનુભવથી પણ વસ્તુ તેવી જણાય છે માટે તેનો તેવો સ્વભાવ કહીએ છીએ.
આ પ્રમાણે સ્વભાવ એ જ છેલ્લો જવાબ છે એવો કુતર્ક હોવાના કારણે અગ્નિ બાળે છે, અને પાણી ઠંડક કરે છે. ભીંજવે છે. તેમાં તેઓનો તેવા પ્રકારનો સ્વભાવ છે એ પ્રમાણે કુતર્કવાદીને જવાબ આપવો પડે છે. અને જે પદાર્થનો જેવો સ્વભાવ છે તેનાથી યુક્તિ વડે અન્ય રીતે પ્રતિવાદી વડે કલ્પાયેલો સ્વભાવ પણ પરમાર્થથી વિચારતાં છગ્રસ્થજીવોને વિષયભૂત નથી થતો તેના માટે ઉદાહરણ કહે છે.
सर्वत्रैव तथा तत्त्वसिद्धौ वस्तुस्वभावैरुत्तरं वाच्यमिति वक्तुं पार्यते ।
સઘળા પદાર્થોમાં સ્વભાવ એ જ કારણ છે એ વાત સિદ્ધ થાય તો જ વસ્તુ સ્વભાવ વડે ઉત્તર આપી શકાય. અર્થાત્ જગતમાં સઘળા પદાર્થો છે તેમાં જે જે કાર્યો થાય છે તેમાં તે તે કાર્યો થવામાં તેની અંદર રહેલો સ્વભાવ જ કારણ છે પણ બીજું કોઈ કારણ નથી એ વાત નક્કી થાય તો જ વસ્તુના સ્વભાવ વડે ઉત્તર આપી શકાય, પરંતુ અમુક કાર્યોમાં વસ્તુના સ્વભાવથી ભિન્ન કોઈ કારણ નક્કી થાય તો સર્વત્ર વસ્તુ સ્વભાવ વડે કરીને ઉત્તર ન આપી શકાય.
શંકા - આમ શા માટે કહો છો ?
જવાબ : જે કારણથી પદાર્થની અંદર તેવા પ્રકારની અર્થક્રિયા કરવાનો સ્વભાવ હોવાથી તે તેવા પ્રકારની અર્થક્રિયા કરે છે નહિ કે પદાર્થ ક્ષણિક હોવાથી. કારણકે ક્ષણિકતા તો બૌદ્ધમતને આશ્રયિને સર્વપદાર્થમાં મનાયેલી છે અને જો ક્ષણિકતાને કારણે જ પદાર્થ અર્થક્રિયા કરતો હોય તો પછી ક્ષણિકતા તો ઘટની જેમ પટમાં પણ સમાન છે માટે પટ દ્વારા પણ ઘટની જલાહરણ ક્રિયા થવાનો પ્રસંગ આવે. પરંતુ જવાહરણાદિ અર્થક્રિયા ઘટમાં જ થાય છે અને શીતત્રાણાદિ અર્થક્રિયા પટમાંજ થાય છે માટે નક્કી થાય છે કે જલાહરણાદિ ક્રિયા કરવાનો સ્વભાવ છે માટે ઘટ જલાહરણાદિ ક્રિયા કરે છે અને તે સ્વભાવ પટમાં નથી માટે પટમાં જલાહરણાદિ અર્થક્રિયા થતી નથી.
આ પ્રમાણે સર્વમાન્ય ઘટપટાદિમાં તે તે અર્થક્રિયા કરણ સ્વભાવરૂપ સુતર્ક આપવા દ્વારા હવે કુતર્કવાદી કહે છે કે આ પ્રમાણે અગ્નિ એ પાણીના સાંનિધ્યમાં ભીંજવે છે કારણકે અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ભીંજવવાનો સ્વભાવ છે. તેજ રીતે પાણી એ અગ્નિના સાંનિધ્યમાં બાળે છે કારણકે તેનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે.
શંકા : જો આ પ્રમાણે પાણીનો અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે તો પછી સ્વભાવતો. અગ્નિ ચાલ્યો જાય ત્યારે પણ પાણીમાં રહેવો જોઈએ કારણકે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org