________________
૧૧૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરવામાં બીજો કોઈ. ઉપાય નથી. યત: = જે કારણથી શિલારો છત્તોપ = કોઈ બીજું દ્રષ્ટાંત પણ અાર્થોપોનો = કુતર્ક રૂપ અર્થને પુષ્ટ કરનાર વિદ્યમાન છે. અર્થાત્ અગ્નિનો પાણીના સાંનિધ્યમાં ઠંડક કરવાનો સ્વભાવ રૂપ જે કુતર્ક છે તેને પુષ્ટ કરવા પહેલું દૃષ્ટાંત એ આપ્યું કે દરેક પદાર્થમાં તેવા તેવા પ્રકારની અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે માટે કરે છે પણ ક્ષણિક હોવાથી નહિ.
- હવે બીજું દ્રષ્ટાંત પણ ઉક્ત કુતર્કને પુષ્ટ કરવા આપે છે તે આ પ્રમાણે - જે કારણથી દૂર રહેલું પણ લોહચુંબક પોતાની અર્થ ક્રિયાને કરતું દેખાય છે અર્થાત લોહચુંબકનો દૂર રહ્યું છતે જ આકર્ષવાનો સ્વભાવ છે વળી માત્ર લોઢાને જ ખેંચવાનો સ્વભાવ છે પણ તાંબુ, સોનું વિ.ને નહિ. વળી ખેંચવાનો જ સ્વભાવ છે પણ કાપવાનો સ્વભાવ નથી. ગ્રંથકાર કહે છે કે જેમ લોહચુંબકમાં આવા પ્રકારનો સ્વભાવ છે તેમ અગ્નિમાં પાણીના સાંનિધ્યમાં ઠંડક કરવાનો અને પાણીમાં અગ્નિના. સાંનિધ્યમાં બાળવાના સ્વભાવની કલ્પના કરતા પરવાદીને કોણ રોકી શકે તેમ છે. ? અર્થાત કોઈ રોકી શકે તેમ નથી.
- તાત્વિક રીતે વિચારતા તો પાણીમાં ભીંજવવાનો જ સ્વભાવ છે અને અગ્નિમાં બાળવાનો જ સ્વભાવ છે. હવે આ પાણીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પાણીમાં અગ્નિના પુદ્ગલો પ્રવેશ પામે છે અને એ પુદગલો જેમ જેમ પાણીમાં વધુ પ્રવેશ પામે છે, તેમ તેમ પાણીમાં રહેલ શીત સ્વભાવ અગ્નિના પુદગલો પ્રવેશ પામવાના કારણે પ્રતિબંધિત થઈ જાય છે પરંતુ પાણીના પુગલો સ્વયં અગ્નિ રૂપે પરિણમી જતા નથી પરંતુ તેમાં અગ્નિના પુદ્ગલો પ્રવેશ પામે છે. પાણીના પુગલો પાણીના સ્થાને છે. અગ્નિના પુદ્ગલો અગ્નિના સ્થાને છે. બંનેનો એકબીજા સાથે માત્ર સંયોગ સંબંધ છે. અને તેથી લોકમાં જે પાણી બાળે છે એમ કહેવામાં આવે છે તે ઉપચરિત પ્રયોગ છે. અર્થાત વાસ્તવિક રીતે તો પાણીની સાથે રહેલા અગ્નિના પુદ્ગલો જ બાળે છે પરંતુ બંનેનું અતિ નિકટવર્તીપણું હોવાના કારણે અગ્નિના પુદ્ગલોનો જે બાળવાનો સ્વભાવ છે તેનો ઉપચાર પાણીમાં કરી પાણી બાળે છે એમ કહેવાય છે. તે જ રીતે જ્યાં જ્યાં બે વસ્તુનું મિશ્રણ છે પરંતુ બંને વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્યિા નથી ત્યાં ત્યાં બંનેના સ્વભાવો સ્વતંત્ર માનવામાં આવ્યા છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયા જ્યાં છે ત્યાં તે પદાર્થનું અન્ય પદાર્થમાં રૂપાંતર માનવામાં આવ્યું છે જેમ દૂધમાંથી દહીં, તેમાંથી માખણ,તેમાંથી ઘી વગેરે.
રાસાયણિક પ્રક્રિયા તે કહેવાય કે જેમાં ઠંડી કે ગરમીની આપ-લે થાય અર્થાત્ ગરમી કે ઠંડીનું શોષણ કે વૃદ્ધિ થાય. જેમ કોઈ પદાર્થને ૨૫ સે.ગ્રે. ગરમી આપવામાં આવે અને તેમાં ૫ સે.ગ્રે. ગરમી પદાર્થ પોતે શોષી લે તેના કારણે તેનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તો તે રાસાયણિક પ્રક્રિયા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org