________________
૧૧૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
(૨) અર્થ વિકલ્પ : પદાર્થના સ્વરૂપને નહિ અનુસરતો વિકલ્પ = બોધ તે અર્થવિલ્પ કહેવાય દા.ત. વંધ્યાપુત્ર જાય છે તો તે કેવો છે ? કાળો-ગોરો-ઠીંગણોલાંબો ? ઇત્યાદિ વિકલ્પ તથા નીલરૂપ ઘડાથી ભિન્ન છે, અભિન્ન છે કે ભિન્નભિન્ન ? કે અનુભય ? ઇત્યાદિ વિકલ્પ ઉભા કરીને નીલરૂપનો અપલાપ કરવો તે અર્થ વિલ્પ કહેવાય.
મોમથપાયાવિવિપેન- તેમાં આ પ્રમાણે કુતર્ક કરે કે છાણ અને ખીર બંને ગાયના જ અંશ છે તો પછી છાણ અભોજ્ય અને ખીર ભોજ્ય એવું શા માટે ? જો છાણ અભોજ્ય છે તો ખીર પણ અભોજ્ય હોવી જોઈએ એ જો ખીર ભોજ્ય છે તો છાણ પણ ભોજ્ય થવું જોઈએ.
આમ સઘળા વિકલ્પો બહુલત્તયા અવિધાસંગત જ છે બહુલતયા એટલા માટે કે સમ્યગદૃષ્ટિ વગેરે ભાવયોગીને થતાં વિકલ્પો એ અવિદ્યાસંગત નથી. આવા ઉપર કહેલા વિકલ્પો જેમ તેમ સંબંધ વગર જોડવા તે કુતર્ક છે. આવા કુતર્કવડે કરીને શું ? અર્થાત્ કાંઈ નહિ. અર્થાત આવા કુતર્કવડે કરીને સર્યું.
जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः। हस्ती व्यापादयत्युक्तौ, प्राप्ताप्राप्तविकल्पवत् ॥११॥
સઘળા તર્કો વાસ્તવમાં પ્રતીતિ = અનુભવ અને ફ્લેથી બાધિત જાતિ સમાન અર્થાત દુષણાભાસ છે. જીવ પોતે કુતર્કવડે જે વસ્તુને દૂષિત કરવા માંગે છે તે વસ્તુ દૂષિત થતી નથી અને તેથી કુતર્ક પોતે દૂષણાભાસ રૂપ બને છે. અર્થાત્ વસ્તુમાં દોષ ન હોવા છતાં દોષનો આભાસ પેદા કરે છે અને તેથી સ્વયં દોષાભાસરૂપ બને છે. કુતર્ક કરનાર બુદ્ધિનો દુરુપયોગ કરતાં હોવાથી જ્ઞાાનાવરણીયને બાંધે છે. બીજાને ઠગતો હોવાથી માયા મોહનીયને બાંધે છે. બીજાના હૃદયને ઠેસ પહોંચાડતો હોવાથી અશાતા વેદનીય બાંધે છે. કુતર્ક કરનારો હોવાથી વીર્યંતરાય બાંધે છે. કુતર્ક કરનારો બીજાની મૈત્રી વિશ્વસનીયતા વગેરે ગુમાવે છે, આમ કુતર્ક એ બળવાન અનિષ્ટને લાવનાર હોવાથી આ લોક અને પરલોક બંનેમાં નુકસાન કરે છે.
કુતર્ક એ અનુભવ અને ફ્લેથી બાધિત થતો હોવાથી તે દૂષણાભાસ સ્વરૂપ છે તે જ વસ્તુને દ્રષ્ટાંતથી કહે છે. જેમ કોઈ ન્યાયશાસ્ત્ર ભણેલ વિધાર્થી સામેથી આવી રહ્યો છે તે વખતે પોતાને અવશ એવા હાથી ઉપર બેઠેલા મહાવતવડે તે વિધાર્થી કહેવાયો કે અરે ! અરે ! જલ્દીથી તું દૂર ખસ, નહિ તો આ હાથી તને મારી નાંખશે તે વખતે ન્યાય શાસ્ત્ર જેને પરિણામ નથી પામ્યું તેવો તે તર્ક કરે છે કે હે બઠર ! હે મહાવત ! તું આવું યુક્તિ વગરનું કેમ બોલે છે ? તે આ પ્રમાણે - શું તે હાથી પોતાની પાસે આવેલાને મારી નાંખે છે કે દૂર રહેલાને ? જો તે પોતાની પાસે રહેલાને મારી નાંખતો હોય તો સૌથી પહેલા તને જ મારી નાંખવો જોઈએ કારણ કે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org