________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૦૯
વિના ભાવપરોપકાર વાસ્તવિક રીતે કરી શકાતો નથી માટે સૌ પ્રથમ ગુરુકુલવાસમાં રહી શાસ્ત્રાર્થ નિષ્પન્ન બની, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહારને બરાબર આત્મસાત કરી પછી જ પરોપકાર કરવો એ ઉચિત છે.
કુતર્કની અસારતા अविद्यासङ्गताः प्रायो विकल्पाः सर्व एव यत् । તોગનાત્મક્રિષ:, રૂત: મિનેન તત્ ૧૦
પાસ રાગ-દ્વેષાદિ કષાયો અને અજ્ઞાનથી સંશ્લિષ્ટ વિચારો તે વિકલ્પ છે. મુનિપણાના ઊંચા અધ્યવસાય સ્થાનમાં વિકલ્પો નહિવત્ હોય છે. સ્વરૂપમાં જ સ્થિરતા હોય છે તેથી મુનિપણામાં અશુભવિકલ્પો તો હોતા નથી પરંતુ શુભવિકલ્પોનું બળ પણ ઘટી ગયેલું હોય છે જ્યારે સમ્યગ દ્રષ્ટિમાં વિકલ્પો હોય છે પણ તે અવિધા પ્રયુક્ત નથી હોતા. અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનમોહનીયના ઉદયરૂપ અવિધાથી યુક્ત નથી હોતા. તાત્પર્યથી તો મિથ્યાત્વ મોહનીયના ઉદયરૂપ જ અવિધા છે છતાં સમ્યગજ્ઞાનને આવરવામાં જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય બંનેનો ઉદય કામ કરે છે અને તેથી જ્ઞાનાવરણીયને પણ અવિધાથી ગ્રહણ કર્યું છે અને તેથી દર્શનમોહનીયના ઉદયકાલમાં થતું જ્ઞાન આત્માને અહિત કરનારું હોવાથી અર્થાત અજ્ઞાનરૂપ હોવાથી ત્યાં અજ્ઞાનાવરણીયનો જ ક્ષયોપશમ માનેલો છે.
જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન પેદા થાય તો પદાર્થ જેવો છે તેવો તે દેખાડનાર બને પણ તેવું જ્ઞાન તો દર્શનમોહનીયના ક્ષયોપશમ કાલમાં જ થાય છે.
વિકલ્પો એ શાંતજલથી પરિપૂર્ણ સરોવર સમાન આત્મામાં ચંચળતા-તરંગો ઉભા કરે છે અને આત્માની શાંત પ્રશાંત અવસ્થાને વિખેરી નાંખે છે માટે તે ત્યાજ્ય છે. આવા વિકલ્પો શબ્દ અને અર્થથી બે ભેદે છે.
શદ વિકલ્પ - શબ્દજ્ઞાન અનુપાતી વસ્તુ શૂન્ય અધ્યવસાય વિકલ્પ એ શબ્દ વિકલ્પ છે (પાતંજલ યોગ સૂત્ર ૧/૯)
મતલબ કે જે અધ્યવસાયને વસ્તુની સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ શબ્દ જ્ઞાનને એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયથી લભ્યજ્ઞાનને જ જે અનુસરે છે તે શબ્દ વિકલ્પ કહેવાય દા.ત. આ વધ્યાપુત્ર જાય છે. આવા શબ્દશ્રવણથી ઉત્પન્ન થનારો અધ્યવસાય હકીકતમાં વંધ્યાપુત્ર જ નથી તો જવાનો પ્રશ્ન જ કયાંથી ઉભો થાય ? તે જ રીતે “વંધ્યાપુત્રે ઝાંઝવાના નીરમાં ન્હાઈને આકાશકુસુમથી શિવજીની પૂજા કરી, તો અહિંયા વંધ્યાપુત્ર, ઝાંઝવાના નર અને આકાશકુસુમ જ નથી તો પછી ત્યાં શિવજીની પૂજાનો પ્રષ્ન જ કયાંથી ઉભો થાય ? છતાં ઉપરોક્ત વાક્ય શ્રવણથી અધ્યવસાય = બોધ તો વ્યાકરણશાસ્ત્રના નિયમ મુજબ થાય જ છે તેથી આ શબ્દ વિકલ્પ કહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org