________________
૧૦૭
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
ઉત્સર્ગ માર્ગને મુખ્ય કરીને ચાલનારા જીવોએ પણ પોતાની વ્યવસ્થા ટકાવવા કયાંક, કયારેક અપવાદનું આલંબન લેવું જ પડે છે અન્યથા વ્યવસ્થાભંગ, મર્યાદાભંગ આવીને ઉભો રહે. ‘ક્ષયે પૂર્વ'ને મુખ્ય કરીને જીવનારને પણ મુંબઈ અને કલકત્તાના સૂર્યોદયમાં સમયનું મોટું અંતર હોવાથી ત્યાં એકાંતે ઉત્સર્ગ માર્ગ માન્ય કરી શકાતો નથી.
ચોથો આરો હોય, મોક્ષગમન કાળ હોય તો આત્મા કાળ ચોઘડિયામાં પણ અને વિષ્ટીયોગમાં પણ ભાવની વૃદ્ધિ કરી ક્ષપકશ્રેણી માંડી શકે છે અનુકૂળ ક્ષેત્ર અને અનુકૂળ કાલ જીવને ભાવોલ્લાસની વૃદ્ધિમાં હેતુ છે એની ના નથી પણ તેનો અર્થ એવો નથી કે વિપરીત ક્ષેત્ર, કાળમાં ભાવોલ્લાસની વૃદ્ધિ ન જ થઈ શકે માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ સાધન છે અને ભાવ એ સાધ્ય છે. એ ભાવની વૃદ્ધિ સ્વ અને પરને જેવી રીતે થાય તે રીતે સાધનમાર્ગને પકડવો એ વિવેક છે. પ્રભુ શાસનમાં ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ, નય પ્રમાણ, જ્ઞાન, ક્રિયા બધું જ છે પણ તે બધામાં શું ગૌણ ? અને શું મુખ્ય ? તો એક જ વાત છે કે આ બધામાંથી એક પણ ચીજ ગૌણ નથી, એક પણ ચીજ મુખ્ય નથી પણ વિવેક એ જ મુખ્ય છે અને વિવેક એટલે શું ? તો જેનું, જ્યાં, જ્યારે, જે રીતે, જે પ્રમાણમાં આવશ્યકપણું હોય તેનું તે રીતે હોવાપણું એજ વિવેક.
ઉત્સર્ગ અને અપવાદ એ બંનેમાંથી વિવેકદૃષ્ટિથી જે કાળે જેનું આચરણ ઉચિતલાગે તે અપનાવી અંતઃકરણને નિર્મળ બનાવવું એ જિનાજ્ઞા છે.
ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં પરાર્થકરણની મહત્તા બતાવી રહ્યા છે એ તેને શ્રુત, શીલ અને સમાધિને પામવાનું અવઘ્ય કારણ કહી રહ્યા છે. છતી શક્તિએ જે આત્માઓ પરોપકાર કરતા નથી તે પોતાના જ હાથે એવા અંતરાયકર્મ બાંધે છે કે જેના ઉદયે ભવાંતરમાં ઉપકાર કરનાર અનેક આત્માઓ વિધમાન હોય, જેના દ્વારા અનેક ઉપર ઉપકાર થતો હોય છતાં પોતાના ઉપર જ ઉપકાર થતો નથી
મોટા મોટા દાતાઓને પણ તેના પાપકર્મના ઉદયે આપવાનું મન થતું નથી અને કદાચ કયારેક કોઈ આપેતો બીજો તરત જ તમાચો મારી પડાવી લે છે. આને માટે મહારાણા પ્રતાપનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
રાણા પ્રતાપનું દૃષ્ટાંત
રાણા પ્રતાપ જ્યારે મોગલોની સામે બધું જ હારી બેઠા, ચિતોડ પણ ગયું અને પાપના ઉદયે બધી લક્ષ્મી ચાલી ગઈ અને જીવ બચાવવા અરવલ્લીના પહાડોમાં ભટકે છે, સાથે પોતાની પત્ની અને બંને બાળકો છે.ભટકતા ભટકતા મધ્યાહ્નકાળે એક વૃક્ષ નીચે પોતાની પત્ની અને બાળકો સાથે બેઠો છે. બંને બાળકો ભૂખ્યા થયા છે. પિતા પાસે ખાવાનું માંગે છે. પિતાજી ! કોઈ પણ હિસાબે ખાવાનું આપો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org