________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૦૫ શુભપ્રણિધાન જેમ અશુભકર્મનો ક્ષયોપશમ કરે છે. અશુભકર્મના ઉદયને અટકાવે છે તેમ સાધના માર્ગના પ્રણિધાન પૂર્વક કરવામાં આવતો પરોપકાર એ પણ સાધનામાર્ગના પ્રણિધાનમાં અંતરાય કરનાર થતો નથી પરંતુ સાધના માર્ગના પ્રણિધાનને દૃઢ કરે છે જેથી પરોપકાર કરવા છતાં પણ સાધનામાર્ગ અખંડિત રહે છે.
જે આરાધનાની ગણતા એ વિશિષ્ટ વિરાધનાનું નિમિત્ત બનતી હોય તેવી આરાધનાને છોડીને, સામાન્યપણે શાસ્ત્રમાં વ્યક્તિની આરાધના કરતા ગચ્છની અને સમુદાયની આરાધનાને મહાન કહેલ છે અને તેથી જ પર્વના દિવસોમાં કયારેક શક્તિ ન હોય તો તપ વગેરે ગૌણ કરીને પણ ગરચ્છની, સંઘની આરાધના કરવાનું વિધાન કર્યું છે અને એ તપને પૂરો કરવા માટે શાસ્ત્રમાં અતીતકાળ અને અનાગતકાળના પચ્ચકખાણ કહ્યા છે.
મોટો રાજા આચાર્ય ભગવંત પાસે આવ્યો હોય અને સાંજના પ્રતિક્રમણનો સમય થઈ ગયો હોય તો શિષ્યો જુદી પ્રતિક્રમણની માંડલી કરી પ્રતિક્રમણ કરી લે પણ રાજાની સાથે થતી ધર્મચર્ચામાં આચાર્યને વ્યાઘાત ન કરે કારણકે રાજા જેવો ધર્મ પામે તો અનેકને લાભ થાય અને આવા પ્રસંગે આચાર્યાદિ મહાપુરુષો થોડું મોડું પણ પ્રતિક્રમણ કરે તો તે દોષરૂપ નથી. પોતાના પાસે આવનાર રાજા વગેરે જેવા મોટા પુરુષો અધર્મ ન પામે પણ ધર્મ જ પામે તે માટે આચાર્યાદિની જવાબદારી બહુ મોટી હોય છે અને પોતાના દ્વારા ઊંચે સ્થાને રહેલા આત્માઓ અધર્મ પામે તો એનું નુકસાન બહુ મોટું હોય છે. આ ખ્યાલમાં હોવાના કારણે જ કાલિકસૂરિજી જેવા મહાપુરુષો જે પોતે યુગપ્રધાન હતા અને પોતાની એકછત્રી આણ સર્વત્ર પ્રસરતી હતી છતાં રાજાએ પોતાનો ઇન્દ્ર મહોત્સવ અને આપણું પર્વ સંવત્સરી બંને એક જ દિવસે આવતાં હતાં તેમાં ફાર કરવાની વિનંતી કરી તો પોતાના સંવત્સરી પર્વને એક દિવસ આગળ કર્યું પણ રાજાને તેમના પર્વને આગળ પાછળ કરાવવા માટેનો આગ્રહ ન રાખ્યો. બાકી તો પોતે યુગપ્રધાન હતા. વિશિષ્ટ પુણ્યના સ્વામી હતા. તર્ક દ્વારા રાજાને જવાબ આપવો હોત તો આપી શકતા હતા કે રાજન! અમારું પર્વ વવા કરતાં તમારું પર્વ એક દિવસ આગળ પાછળ કરો તો પણ વાંધો આવે તેમ નથી અને પ્રશ્ન ઉકલી જાય તેમ છે છતાં કાલિકસૂરિજી મહારાજે તેવો તર્કપ્રધાન માર્ગ ન અપનાવતા રાજાના ચિત્તને પ્રસન્ન કરવા રૂપ મેત્રી અને વાત્સલ્ય પ્રધાન માર્ગ અપનાવ્યો એ એમની પરિકર્મિત બુદ્ધિમત્તાની નિશાની છે.
અધ્યાત્મને પામેલા આત્માઓ શાસ્ત્રના મર્મને પામેલા હોવાથી બીજાને ચૂપ કરવા કરતા, બીજાને નિરુત્તર અને મન કરવા કરતાં, બીજાને માર્ગસ્થ બોધ આપીને પ્રસન્ન કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. સાકરથી પતતું હોય તો ઝેર શા માટે આપવું? એ ન્યાયે અપવાદ માર્ગે શાસ્ત્ર પંક્તિનું ચોજન થઈ શકે છે અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org