________________
૧૦૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઉતરવું જોઈએ કારણ કે એ રીતે તો તે પોતાના જ સાધનામાર્ગમાં અંતરાય ઊભો કરે છે તેથી આ પણ મોક્ષે જવાનો માર્ગ છે એ દ્વારા એની અનુમોદના-પ્રશંસા દ્વારા પોતાના માર્ગને નિષ્ફટક બનાવવો જોઈએ. વ્યક્તિ કરતા સંઘ મહાન
જે સાધના પ્રવૃત્તિ દ્વારા ચતુર્વિધસંઘની આરાધના પ્રધાન બને, ચતુર્વિધ સંઘ પ્રત્યેનો આદર પ્રધાન બને, તેની પ્રત્યેનો અહોભાવ જ્વલંત બને એ વિશિષ્ટ કોટિનું સાનુબંધ પુણ્ય ઉપાર્જન કરવાનું કારણ છે.
વિશિષ્ટ લબ્ધિવાળા અને નવ પૂર્વથી અધિક અભ્યાસવાળા જીવોને શાસ્ત્રમાં જિનલ્પ સ્વીકારવાની મનાઈ છે કારણ કે તેઓની દેશનાલબ્ધિ અમોઘ હોય છે. તે ઉપદેશ આપે એટલે અવશ્ય યોગ્ય જીવોને લાભ થાય જ. જેન શાસનમાં શક્તિસંપન્ન આત્માઓ માટે પરોપકારની કિંમત ઘણી આંકી છે અને તેથી આવા આત્માઓ છતી શક્તિએ પરોપકાર ન કરે અથવા ગૌણ બનાવે અને માત્ર પોતાની સાધનામાં જ રહેવાનું પસંદ કરે તો શાત્રે તેમને માટે નિષેધ કરેલ છે.
તીર્થંકર પરમાત્માઓ કેવલજ્ઞાન પામ્યા પછી કૃતકૃત્ય થયા છે. હવે એમને કશું પામવાનું નથી. સાધ્યની સિદ્ધિ થઈ ગઈ છે. ઘાતી કર્મના નાશે અનંતજ્ઞાન અને અનંત આનંદ પ્રગટ થયા છે છતાં દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર દેશના આપે છે તો આપણે તો હજુ કૃતકૃત્ય થવાનું બાકી છે તો પછી કેટલો પરોપકાર કરવો જોઈએ ? તે વિચારવું જોઈએ. અનંતકાળથી જગતનું લઈ લઈને રખડ્યા. છીએ હવે આપી આપીને છૂટી જવાનું છે. લેવાની વૃત્તિવાળો બંધાય છે. આપવાની. વૃત્તિવાળો છૂટી જાય છે.
શાસ્ત્રમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પ બંને માર્ગ કહ્યા છે. જે બંને પરસ્પર સાપેક્ષ છે. જેમ સાધનામાર્ગ સ્વીકારનારો સાધનાના બળે ત્રીજા ભવે કે તે જ ભવે મોક્ષે જાય. તેમ વિશિષ્ટ પ્રભાવના કરનાર પણ અનેક આત્મામાં ધર્મનું બીજ વાવી. પોતાના સમ્યકત્વને નિર્મળ કરી તે જ ભવે કે ત્રીજા ભવે મોક્ષે જઈ શકે છે. ભગવાનના શાસનની અવિચ્છિન્ન પરંપરા બીજા આત્માઓને ધર્મ પમાડવા દ્વારા ટકે છે. સ્વોપકાર પણ સાનુબંધ બને છે. પરોપકારથી સંસારમાં ક્ષયોપશમભાવની કે ઔદયિકભાવની શક્તિઓ બધી વિનાશી છે અને શક્તિવાળો પણ વિનાશી છે. એનો સદુપયોગ કરવામાં ન આવેતો તે આખરે કટાઈ જાય અને અંતે નાશ પામી જાય. દેશના લલ્ફિનાળો દશ વર્ષ સુધી મોન રહે અને એકપણ અક્ષર ન બોલે તો ૧૧મા વર્ષે તેને બોલવા માટે શબ્દો શોધવા પડે. માટે શક્તિ કે શક્તિવાન નાશ પામે તે પહેલા ચોગ્ય જીવોમાં તે શક્તિઓને સંક્રમ કરવામાં આવે તો પરોપકારનો અવિચ્છિન્ન પ્રવાહ ચાલુ રહે. *
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org