________________
૧૦૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ હવે અમે ભૂખ્યા રહી શકીએ તેમ નથી. રાણો પ્રતાપ આપી શકતો નથી. તેની આંખોમાંથી દડદડ આંસુ ચાલ્યા જાય છે. તે વખતે એક મુસા તેજ રસ્તે જતાં તે વૃક્ષની નીચે આવે છે. ભોજન માટે ડબ્બો ખોલે છે. તેની પાસે બે મોટા રોટલા છે. આ જોઈ રાણા પ્રતાપ તેને કહે છે ભાઈ ! તું ભાગ્યશાળી છે કે તારી પાસે એક નહિ પણ બે રોટલા છે. મારી પાસે એક પણ નથી. મારા બંને દીકરા અત્યંત ભૂખ્યા થયા છે, જો તું એક રોટલો આપે તો બંનેને અડધો અડધો આપી તેમના ભૂખના દુઃખને દૂર કરી શકું.
यैषां भ्रूभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैभिक्षाऽपि नाऽऽप्यते ॥२१/२॥
જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે જેમની ભૂકુટિના ભંગ માત્રથી મોટા મોટા પર્વતો પણ ભાંગી જતા હતા તે રાજાઓ અશુભકર્મનો ઉદય થતાં ભિક્ષા પણ પ્રાપ્ત કરી શકતા નથી. એ વાત આ દૃષ્ટાતમાં સ્પષ્ટ પણે જણાય છે.
પેલા મુસાને દયા આવી. એક રોટલો આખો આપી દીધો.રાણા પ્રતાપ પોતાના બંને બાળફોને અડધો અડધો કરી આપે છે. બંને બાળકો સમજુ છે તે કહે છે પિતાજી! અમને જેમ ભૂખ લાગી છે તેમ તમે પણ ભૂખ્યા જ છો તો તમને બંનેને મૂકીને અમે નહિ જમીએ એમ કહી બંને બાળકોએ પોતાના ભાગમાંથી અડધો કરીને એક ભાગ પિતા અને એક ભાગ માતાને આપ્યો. રાણો પ્રતાપ જ્યાં તે ખાવા જાય છે ત્યાં જ વૃક્ષ ઉપર બેઠેલો કાગડો તેના હાથમાંથી ચાંચ મારી પડાવી લે છે. આમ પૂર્વભવમાં પરોપકાર ન કર્યો હોય તો જીવની આ સ્થિતિ થાય છે.
જ્યારે શક્તિ મુજબ ઊંચી કોટિનો પરોપકાર કરવાથી અંતરાય કર્મો નાશ પામે છે. વિવેક અને કાર્યશક્તિ પ્રબળ થાય છે અને તેથી બહુલતયા પોતાને કયારે પણ બીજાના ઉપકારની જરૂર જ ન પડે તેવી સ્થિતિ સર્જાય છે. અને કદાચ નિકાચિત કર્મના ઉદયે કયારેક જરૂર પડે તો તેને સહાય માંગવા જવું પડતું નથી. ઉપકાર કરનારા સામેથી મળી આવે છે.
ભવોભવ આ રીતે પરોપકાર કરતા રહીએ તો એ શક્તિના સદુપયોગથી પાત્રતાના કારણે અનેક શક્તિઓ સ્વતઃ સિદ્ધ થાય છે અને એને જ કારણે તીર્થકર નામકર્મ, ગણધર નામકર્મ વગેરે અદ્વિતીય પુણ્ય પણ બંધાય છે જેના ઉદયે અનેક આત્માઓને ધર્મ પમાડી પોતે મોક્ષે જાય છે. આથી જ કરીને કુતર્કમાં અભિનિવેશ - આગ્રહ ન કરતાં પરાકરણમાંજ આગ્રહ રાખવો યુક્ત છે. ભાવ પરોપકાર માટે શાસ્ત્રબોધ જરૂરી
| પરાર્થકરણ એ શ્રેષ્ઠ હોવા છતાં તેમાં આત્માએ ઉતાવળ કરવા જેવી નથી. પરંતુ આત્માએ જ્ઞાનાદિમાં નિષ્પન્ન બનવું જરૂરી છે. જ્ઞાનાદિમાં નિષ્પન્ન બન્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org