________________
૧૦૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 એક મોટો આત્મા અધર્મ પામતો અટકે છે અને જેન ધર્મ પ્રત્યે આદર અને બહુમાનવાળો બને છે તો તે માર્ગ શા માટે ન અપનાવવો ?
તે કાળમાં જેનું બધાં જ માને અને જેની એક છત્રી આણ પ્રવર્તે, તીર્થકર સમ પુણ્ય હોય, એકાવનારી હોય આ બધા યુગપ્રધાનના લક્ષણો વગેરે સાયું હોવા છતાં હું શું કામ રાજાનું માનું? રાજાને માનવું હોય તો મારું માને ! આવો આગ્રહ ન રાખ્યો અને કલેશ અને સંઘર્ષ પ્રધાન માર્ગ ન અપનાવ્યો. આ દૃષ્ટાંત આપણને વર્તમાન કાળમાં શાસ્ત્રના નામે ચાલતા કલેશ અને સંઘર્ષથી બચવા અને અધ્યાત્મના માર્ગે વળવા ઘણી પ્રેરણા કરે છે અને એ વાત ઉપર ભાર મૂકે છે શાસ્ત્રની પંક્તિમાંથી શાંતરસ શોધવો અને હુંસાતુંસીમાંથી બચવું એ સર્વજ્ઞવચનનો સાર છે. જેના પ્રણેતા વીતરાગ અને સર્વજ્ઞ હોય તેના વચનનો સાર શાંતરસની પ્રાપ્તિ કરાવવાનો જ હોય કારણકે નવરસોમાં શાંતરસ રસાધિરાજ છે અને તેની અંદરમાં જમાવટ થાય તો જ વીતરાગતા કે જે પ્રશાંતરસ વેદન સ્વરૂપ છે તે પ્રાપ્ત થાય.
જિનાજ્ઞા ઉત્સર્ગ - અપવાદમય
ક્ષયે પૂવ'ના પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષમાં પૂર્વાર્ધમાં ઉત્સર્ગ છે અને ઉત્તરાર્ધમાં અપવાદ છે. વીર પરમાત્માનું નિર્વાણ કલ્યાણક દીવાળી કયારે કરવી ? એના જવાબમાં તે મહાપુરુષ જણાવે છે કે લોક જ્યારે દીવાળી કરે ત્યારે કરવી અર્થાત્ ત્યાં “ક્ષયે પૂર્વા' નો નિયમ ન લાગુ કરવો કારણકે લોકથી વિરુદ્ધ જઈ જેનો દિવાળી પર્વ આરાધે તો લોકમાં જૈનધર્મ નિંદાય. અનેક આત્માઓ જેનધર્મની નિંદા કરીને બોધિ દુર્લભ બને તેવું ન થાય તે માટે આ અપવાદ મૂક્યો આ અપવાદ એ બતાવે છે કે માત્ર દિવાળી જ નહિ પણ ઉત્સર્ગ પડવાથી જ્યાં જ્યાં પ્રવચન હીલના થવાનો, કલેશ-સંઘર્ષનો અવકાશ હોય, જ્યાં સમતાયોગ સ્વાર માટે દુષ્કર બનતો હોય ત્યાં ત્યાં ઉત્સર્ગ માર્ગ ગૌણ કરી જે રીતે મત્રીવાત્સલ્યભાવ ટકે, સ્વપરની આરાધના વૃદ્ધિ પામે અને પ્રભુશાસન પ્રત્યે લોક આદર-બહુમાનવાળા બને તેવો અપવાદ આચરવો એ એક અનિવાર્ય કર્તવ્ય બની જાય છે અને આજ પ્રભુશાસન નિર્દિષ્ટ માર્ગ છે.
ભગવાનની આજ્ઞા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદવસ્થ પાળવાની હોય છે. પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે ત્યારે ફ્રફાર કરીને પાળવાની હોય છે.
શેય સિદ્ધાંતમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. હેય-ઉપાદેય સિદ્ધાંતમાં ભૂમિકાભેદે ડગલે-પગલે ફાર થાય.
જેના ળમાં ઉત્સર્ગ છે, જેના ફળમાં ધર્મની વૃદ્ધિ છે, જેના ળમાં મોક્ષ છે તે સિદ્ધાંત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org