________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૧૦૩ જો તેનું પેટ બગડેલું હોય તો લાભ ન થાય ઉપરથી નુકસાન થાય તેમજ દ્રવ્ય દ્વારા થતો ઉપકાર હંમેશને માટે નથી, થોડા ટાઈમ માટે છે. થોડા ટાઈમ સુધી ભોજના મળતાં ભુખનું દુ:ખ ટળે પણ પાછી ભૂખ લાગતા દુ:ખ ઊભું થાય. વળી દ્રવ્ય ઉપકાર એક સાથે થઈ શકતો નથી પણ ક્રમે કરીને જ થઇ શકે છે. ૧૦૦ માણસ હોય અને દાન કરવું હોય તો ક્રમસર સાથે એક જ વ્યક્તિ ન આપી શકે તેમજ દ્રવ્ય ઉપકાર સંપૂર્ણપણે કરી શકાતો નથી પણ વહેંચીને જ કરાય છે. લાખ રૂા. હોય અને લેનારા ૧૦૦ જણા હોય તો બધાને લાખ રૂપિયા આપી શકાતા નથી પણ વહેંચીને જ આપી. શકાય છે. દ્રવ્ય ઉપકારમાં લેનારને મળે છે આપનારને ખૂટે છે.
- જ્યારે ભાવ ઉપકાર એકાંતિક અને આત્યંતિક છે. ચરમાવર્તવર્તી હળુકર્મી જીવને ધર્મ દ્વારા એકાંતે લાભ થાય છે અને હંમેશને માટેનો થાય છે. ઉપદેશ દ્વારા એક સાથે હજારો આત્માઓ ધર્મ પામે છે તેમજ પોતાની પાત્રતા હોય તો ઠેઠ આગળ વધી કેવળજ્ઞાનને પામી શકે છે. આપનારને ખૂટતું નથી અને લેનાર ભરાય છે. અંતે બંને પરમાત્મા બને છે. માટે જ જ્ઞાનીનું શાસન જગતના ભવ્યજીવોના ઉપકારાર્થે સમ્યગ, જ્ઞાનની પરબો ખોલવાનું કહે છે. જીવને જે અનાદિકાળનું દુખ છે તે મોહ અને અજ્ઞાનના ઘરનું છે અને તેનો નાશ સમ્યગજ્ઞાન દ્વારા થાય છે.
જે પ્રવૃત્તિ અને પરિણામમાં પોતાનું જ આત્મકલ્યાણ અને સાધનામાર્ગ મુખ્ય હોય અને બીજા અનેક જીવોને શાસન પમાડવાનો પરિણામ ગૌણ હોય અથવા ન હોય તેનાથી સાનુબંધ પુણ્ય બંધાય ખરું પણ તે કેવું ? તો પોતાને સાધના માટેની જરૂરી સામગ્રી મળે તેમાં કોઈ વિઘ્ન ન આવે અને પોતે સાધના માર્ગે આગળ વધી શકે પણ તેના દ્વારા અનેક આત્માઓ શાસનને આરાધી આત્મકલ્યાણ કરે તેવું સાનુબંધ પુણ્ય ન બંધાય.
જ્યારે અનેકજીવોને શાસન પમાડવાનો પરિણામ અને પ્રવૃત્તિ જેમાં મુખ્ય હોય તેવા જીવો એવા વિશિષ્ટ કોટિના સાનુબંધ પુણ્યને બાંધે, એવી શક્તિ અને સામગ્રીને મેળવે કે જેના દ્વારા અનેક આત્માઓ ધર્મ પામે, આત્મકલ્યાણ કરે.
માટે પોતાની સાધના એ જેમ આત્મ-કલ્યાણને પામવાનો માર્ગ છે તેમ નિઃસ્વાર્થભાવે કે અપ્રધાન સ્વાર્થભાવે કરૂણાબુદ્ધિથી અનેક જીવોને ધર્મ પમાડવાનો પુરુષાર્થ એ પણ સમ્યગ્રદર્શનને નિર્મળ કરવા દ્વારા મોક્ષે જવાનો માર્ગ છે. માટે સાધનામાર્ગની રૂચિવાળા અને બહારમાં જાહેરમાં નહિ આવવા ઇરછતા આત્માઓએ પણ અને જે રીતે જીવીએ છીએ તે જ માર્ગ સાચો છે અને લોકવ્યવહાર વર્જ્ય છે વગેરે દ્વારા જેનાથી અનેક લોકો ધર્મ પામતા હોય તેની ટીકા-ટીપ્પણમાં નહિ
૧. કિલષ્ટભાવપૂર્વકની સ્વાર્થ વૃત્તિ દ્વારા કરાતી સાધના જ આત્માને વિપ્ન-કરનારી બને છે પરંતુ શરૂઆતમાં અપ્રધાન સ્વાર્થ ભાવથી કરાતી પરોપકારની પ્રવૃત્તિ પણ જીવને આગળ વધારનારી બને છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org