________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૦૧ ચારિત્ર લીધું છે. પરના દ્રોહથી વિરામ પામવું એજ શીલ છે અને આવા પ્રકારની વિરતિ એ આત્મસ્વરૂપમાં રમણતા આવે ત્યારે જ થાય છે. અર્થાત મન, વચન અને કાયાથી કરણ, કરાવણ અને અનુમોદન રૂપે શરીરથી માંડીને તમામ બાહ્ય પદાર્થ ઉપર જીવ જ્યાં સુધી મમત્વભાવનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી તે પદાર્થો ઉપર મમત્વ રહેવાના કારણે એ પદાર્થ વિષયક સ્વાર્થ પડેલો છે અને તેથી એ પદાર્થ વિષયક હિંસાની અનુમોદના પણ છે. જેટલા અંશમાં પરપદાર્થમાં રાગાદિની પરિણતિ છે, તેટલા અંશમાં હિંસા છે. જ્યાં સુધી વિધાત્મક રાગાદિની પરિણતિ છે ત્યાં સુધી વિકલ્પાત્મક હિંસા છે અને તેથી સર્વરાગાદિનો ક્ષય થવાથી પ્રાપ્ત થતા વીતરાગ ભાવમાં જ સાચી અહિંસા છે. વિકલ્પની પરંપરા (રાગ-દ્વેષ-મોહ દ્વારા) અમરત્વ છે. વિકલ્પમાંથી રાગ-દ્વેષ-મોહ સર્વથા નીકળી જાય એ વિકલ્પનું મરણ છે અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ છે.
વિકલ્પનો નાશ બે તબક્કે કરવાનો છે. પ્રથમ તબક્કામાં વિકલ્પથી જ વિલ્પનો નાશ કરવાનો છે, એટલે કે અશુભમાંથી શુભમાં આવવાનું છે. ત્યારબાદ વિકાસના બીજા તબક્કામાં નિર્વિકલ્પ વડે વિલ્પનો નાશ કરવાનો છે એટલે કે શુભમાંથી શુદ્ધ તરફ જવાનું છે.
અઘાતી કર્મના ઉદયને ન વેદતાં કેવલ આત્માને વેદવો તેનું નામ ધ્યાન છે. આત્માનું સ્વરૂપ સ્થિર છે. પ્રદેશ સ્થિરતા અને ઉપયોગ નિત્યતા એ બે આત્મા સંબંધે મહત્ત્વના છે જેની પ્રાપ્તિ માટે સાધકે સાધના કરવાની છે.
યોગદર્શન દ્વારા સાધના આ પ્રમાણે પ્રથમ આસન વડે શરીર અને ઇન્દ્રિયોને સ્થિર કરવી જોઈએ. ત્યારબાદ બીજા તબક્કામાં કુંભકથી પ્રાણને સ્થિર કરવો જોઈએ. રેચક અને પૂરકની ક્રિયાથી પ્રથમ પ્રાણને તાલબદ્ધ બનાવવો પછી કુંભકથી સ્થિર કરવો જોઈએ આટલું કર્યા પછી ત્રીજા તબક્કામાં મનને નિરીહ અર્થાત ઇચ્છારહિત બનાવવું જોઈએ.
એટલે કે વિકલ્પ રહિત બનાવવું જોઈએ આમ થતાં ચોથા તબક્કામાં મન તે અમન થઈ જતાં બુદ્ધિને કંઈ કરવાનું નહિ રહે જેથી તે શાંત થઈ જશે.
આમ યોગદર્શનની પ્રણાલિકા મુજબ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ એ પાંચે તત્ત્વને સ્થિર કરવાની સાધના કરવાની છે જેથી ધ્યાન દ્વારા સમાધિમાં જઈ આપણા ઉપયોગની નિત્યતાને આપણે પ્રાપ્ત કરી શકીએ. ધ્યાનમાં ઉપયોગની સૂક્ષ્મતા અને કાલની દીર્ધતા વધતા સમાધિ પ્રાપ્ત થાય છે. જે અવસ્થામાં બાહ્ય પદાર્થો ઉપયોગ ઉપર પોતાની કોઈ જ અસર મૂકી શકતા નથી.
કુતર્ક આત્મામાં અભિનિવેશ પેદા કરવા દ્વારા ઉક્ત સાધનામાર્ગથી જીવને વંચિત રાખે છે અને કુવિકલ્પો આત્માનું નરકાદિ દુર્ગતિરૂપ ભવ ભ્રમણ વધારે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org