________________
ચોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - 3
૯૯ ખોટી છે તેવું ખ્યાલમાં આવવા છતાં તેઓ છોડી ન શક્યા તેમાં મિથ્યાભિમાન જ કારણ છે.
૧ થી ૪ દૃષ્ટિવાળા જીવોમાં પણ પૂર્ણ મધ્યસ્થતા ન હોવાના કારણે, સૂક્ષ્મ બોધ ન હોવાના કારણે ખોટામાં સભ્યપણાનો બોધ તેમજ તેમાં આગ્રહ સંભવિત છે. છતાં તે જીવો અજ્ઞાનતાથી યુક્ત અને સત્યના ગવેપક હોવાના કારણે પ્રજ્ઞાપનીય હોય છે અને તેથી તેમનો તે આગ્રહ નિવર્તનીય હોય છે.
કુતર્ક શમરૂપી બગીચા પ્રત્યે અગ્નિની જવાલા સમાન છે. જ્ઞાનરૂપી કમળને કરમાવવામાં હિમ જેવો છે. શ્રદ્ધાને માટે શૂળ જેવો છે. ગર્વના ઉલ્લાસ રૂપ છે અને સુનય પ્રત્યે આગળીઆ રૂપ છે.
शमारामानलज्वालाहिमानी ज्ञानपङ्कजे। श्रद्धाशल्यं स्मयोल्लासः कुतर्कः सुनयार्गला ॥द्वा. द्वा.२३ ॥
ઉપા. યશોવિજયજી મહારાજ, આ પ્રમાણે આગમ નિરપેક્ષ તર્ક તે કુતર્ક કહેવાય છે અને તે
આપવાદિારોન- સજ્જન પુરુષોની નિંદા, અરૂચિ, દ્વેષ, તિરસ્કારાદિ કરાવવા વડે કરીને ચિત્તનો તે પરમાર્થથી શત્રુ છે. બાહ્ય શત્રુ એક ભવમાં આપણું અહિત કરે છે જ્યારે કુતર્ક ભવોભવ દુર્ગતિમાં રખડાવે છે. આવો કુતર્ક જીવને સપુરુષોના ઉપદેશ, ભક્તિ આદિથી વંચિત રાખે છે. તેમના પ્રત્યે સભાવ પેદા થવા દેતો નથી. સપુરુષોનો અવિનય, મર્યાદાલોપ વગેરે કરાવે છે. તેમની કૃપાનું ભજન થવા દેતો નથી તેથી કલ્યાણકારી માર્ગમાં જીવને ઘણા અંતરાયો ઊભા થઈ જાય છે. ગુરુકૃપાના બળે જ સાધક આત્મા કુતર્કના ફંદામાંથી છૂટી મોક્ષમાર્ગની સીધી સડક ઉપર ચાલી શકે છે અન્યથા એ માર્ગે ચાલવું સાધકને ઘણું કપરું થઈ પડે છે.
આ જ કારણથી કુતર્ક અનેક રીતે આત્માનો ભાવ શત્રુ છે તે કારણથી શું ? તે કહે છે.
कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८८॥
ઉક્ત સ્વરૂપવાળા કુતર્કમાં મુક્તિની ઇચ્છાવાળા મહાત્માઓને અભિનિવેશ એ યુક્ત નથી. અહિંયા કુતર્ક એ મિથ્યાજ્ઞાનની રૂચિરૂપ અને પકડરૂપ છે. જે પદાર્થમાં જેવા પ્રકારનું મિથ્યાજ્ઞાન થયું તે પદાર્થમાં તેવા પ્રકારના મિથ્યાજ્ઞાનની રૂચિ અને પડ રૂપ અભિનિવેશ યુક્ત નથી. જમાલીને “હેમાને ડેનાં વિષયમાં ખોટ પડ અને રૂચિ હતી તો ત્યારબાદ ભગવાને સમજાવ્યા પછી પોતાની માન્યતા ખોટી છે તે ખ્યાલ આવવા છતાં પણ અભિનિવેશ નીકળ્યો નહિ એના કારણે જમાલીમાં અપ્રજ્ઞાપનીયતા આવી ગઈ. અને જ્યાં તત્ત્વના વિષયમાં પ્રામાણિકતા કે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org