________________
૧૦૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માધ્યસ્થતા ન રહેતા અપ્રજ્ઞાપનીયતા આવી જાય છે ત્યાં ગમે તેવો શાસ્ત્રનો ઊંચી કોટિનો બોધ કે ઊંચી કોટિનું ચારિત્ર હોવા છતાં તે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન રહેતા મોહગર્ભિત થાય છે.
ભગવતીમાં જમાલિને કેવા પ્રકારનો વૈરાગ્ય છે તેને માટેના વિશેષણો મુક્યા છે અને લખ્યું છે કે આ જગતમાં કોઈ પણ પદાર્થ તેને આકર્ષી શકતો નથી. બધા પદાર્થો પ્રત્યે સમપરિણામ છે આવા છટ્ઠા સાતમા ગુણઠાણાના ઉચ્ચ અધ્યવસાય સ્થાનમાં ઝીલતા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળા આત્માને પણ અશુભકર્મનો ઉદય થતાં સ્વમતિ કલ્પનામાં અભિનિવેશ આવી જતાં ઠેઠ નીચે ઉતરવાનું થયું અને વાસ્તવિક પહેલા ગુણઠાણાની પણ બહાર આવી ગયા. જે વૈરાગ્ય એને અનુત્તર વિમાનમાં લઈ જવા સમર્થ હતો તેણે હવે અભિનિવેશ આવતા ફિલ્બિષિકદેવપણું આપ્યું. જમાલિ ક્યાં ભૂલ્યા ? તમેવ સર્બ્સ નિશ્ચંદ્ર ન નિભેદિ વેડ્યું ।
આ શાસ્ત્ર વચન તે ત્યારે લગાડી શક્યા નહિ. જ્ઞાની કહે છે કે જિનવચન જેટલું સમજાય તેટલું સમજવાનો પ્રયત્ન કરો. જે તમારાથી શક્ય ન હોય તો તમારા ગુર્વાદિ કે તેના જાણકાર હોય તેની પાસે જઈને સ્પષ્ટ કરો પણ જે વસ્તુ તમે સમજી શકતા નથી તમારા ગુર્વાદિ પણ સમજાવી શકતા નથી અને તેના કારણે તમારી બુદ્ધિમાં બેસતી નથી તો ત્યાં તમારી બુદ્ધિને આગળ કરી આ ખોટું છે એમ કહેવાનું સાહસ ન કરતાં મારી બુદ્ધિમાં ન બેસવા છતાં જિનવચન કદી ખોટું હોય નહિ એમ તેને શ્રદ્ધાથી ગ્રહણ કરવું એ સમ્યક્ત્વને પામવાનો માર્ગ છે. જમાલિએ જ્યાં શ્રદ્ધાથી જિન વચનને સ્વીકારવાનું હતું ત્યાં તે ન સ્વીકારતા બુદ્ધિને આગળ કરી અને તેને કારણે કુવિકલ્પોમાં અટવાયા જેના પ્રભાવે વિરતિનો અને સમ્યક્ત્વનો પરિણામ બધું જ ગુમાવ્યું અને આખરે માર્ગભ્રષ્ટ થયા.
ઉપાધ્યાયજી મ.સાહેબ અધ્યાત્મસારમાં અસદ્મહત્યાગ અધિકારમાં લખે છે. व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः अभूत्यलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥ ८ ॥ નિન્દવોએ વ્રતો પાળ્યા. ઘોર તપ કર્યો. પ્રયત્નપૂર્વક નિર્દોષ ચર્યા પાળી છતાં નિર્ણવોને જે ફ્ળ મળવું જોઈતું હતું તે ન મળ્યું તેનું કારણ તેમના આત્મામાં પડેલો અસગ્રહ અર્થાત્ કદાગ્રહ હતો.
જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં વડીલની ઇચ્છા પ્રધાન હોય છે જ્યારે મોહગર્ભિત વૈરાગ્યમાં પોતાની ઇચ્છા પ્રધાન હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો ગુણવાનનો પરિચય કરે. મોહગર્ભિતવૈરાગ્યવાળો પોતાના કાર્યમાં અનુકૂળ આવે તેનો પરિચય કરે છે.
આમ મુક્તિની ઇચ્છાવાળાએ કુતર્કમાં અભિનિવેશ કરવો યુકત નથી પરંતુ શ્રુત, શીલ અને સમાધિમાં જ પ્રયત્ન કરવો ઉચિત છે. શ્રુતથી દર્શન, જ્ઞાન, શીલથી પ્રાથમિક કક્ષાનું ચારિત્ર અને સમાધિથી ધ્યાનના ફ્લરૂપ ઉચ્ચકક્ષાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org