________________
-
-
૯૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ મોહનીયકર્મના ક્ષયોપશમના અભાવમાં જ્ઞાનાવરણય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલું જ્ઞાન જીવને વિકલ્પો કરાવી ઊંધા રવાડે ચડાવે છે જેના કારણે મોક્ષમાર્ગ હાથમાંથી સરકી જાય છે અને છતાં જીવને હું મોક્ષમાર્ગ પર ચાલી રહ્યો છું તેવો નિરંતર ભ્રમ રહ્યા કરે છે. કુતર્ક જીવને ખોટો આગ્રહ પેદા કરાવે છે. ખોટી ચર્ચાના માર્ગે ઢસડી જાય છે. સામાચારીના ભેદોમાં આગ્રહી બનાવી વાસ્તવિક ઉપશમ ભાવની સાધનાથી જીવને દૂર રાખે છે.
- જ્યારે મોહનીયના ક્ષયોપશમથી જેનામાં કુતર્ક કરવાની બુદ્ધિ ચાલી ગઈ છે અને અંદરમાં ઉપશમભાવ પેદા થયો છે એવો ચંડરુદ્રાચાર્યનો શિષ્ય નવદીક્ષિત બની ગુરુના હાથે દાંડાનો માર ખાવા છતાં પણ વિકલ્પના રવાડે ન ચઢતાં સ્વદોષદર્શન કરી કેવલજ્ઞાન પામે છે અને પોતાના ગુરુને કેવલજ્ઞાનની ભેટ આપે છે. ચંડરુદ્રાચાર્યના શિષ્ય દીક્ષા લીધા પછીથી ગુરુપાસે કોઈ અપેક્ષા ન રાખી, કોઈ આગ્રહ ન રાખ્યો, “ગુરુએ મને દીક્ષા આપી છે તો તેમની જ છે કે મને સાચવવો જોઈએ એ સાચવવાની વાત તો દૂર રહી અને ઉપરથી દંડાનો માર મારે છે ? આ ગુરુ છે કે કોણ છે ?” આવી વિકલ્પની પરંપરાને સ્થાન ન આપ્યું. માત્ર પોતાના જ દોષનું દર્શન કર્યું. દાંડા મારનારા ગુરુને પણ ઉપકારી માન્યા. હું કેવો અભાગિયો કે શાંતિથી રહેલા ગુરુને મેં આપત્તિમાં મૂક્યા ! આમ સ્વદોષદર્શન અને પશ્ચાત્તાપના. બળે સમ્યગ માર્ગ પકડ્યો તો ક્ષપકશ્રેણી મંડાઈ ગઈ. કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. એના બદલે જો આડાઅવળા વિકલ્પો કર્યા હોત, ગુરુને દોષિત અને અપરાધી જોયા હોતા તો કષાયભાવમાં આવી ભવની પરંપરાને કદાચ વધારી દીધી હોત.
સમ્યગદૃષ્ટિજીવની આજ વિશેષતા છે કે આગમ જેવા પદાર્થનું નિરુપણ કરે છે તેવો જ પદાર્થ તેને પોતાના જ્ઞાનમાં પ્રતીત થાય છે અને તેથી ગમે તેવા કુતર્કો પણ તેની શ્રદ્ધાનો ભંગ કરી શકતા નથી.
સમ્યબોધનું સ્થિરીકરણ ન થયું તો સિદ્ધર્ષિગણિ જેવા- ઉપમિતિ ભવપ્રપંચાકથાના રચયિતા પણ કુતર્કના પ્રભાવે મિથ્યાવિકલ્પોના રવાડે ચડ્યા અને અનેકવાર બોદ્ધમતમાં જવા દ્વારા અસ્થિર બન્યા. જે વળી પાછા લલિતવિસ્તરા ગ્રંથને વાંચતા સ્થિર બન્યા.
(૪) અભિમાનકાર - કુતર્ક મિથ્યાભિમાન ઉત્પન્ન કરે છે. આગમ નિરપેક્ષ કુતર્કો કરી પોતાની જાતને બુદ્ધિમાન માને છે. પદાર્થનું યથાર્થજ્ઞાન ન હોવા છતાં પણ મારી પ્રજ્ઞા સમ્યગુ છે એ પ્રમાણે અહંકાર પેદા કરાવે છે. મિથ્યાભિનિવેશમાં ખોટી વસ્તુનો આગ્રહ છે જ્યારે મિથ્યાભિમાનમાં ખોટી વસ્તુ સાચી લાગ્યા પછી પોતાની પ્રજ્ઞાનું કાંઈક ગોરવ આવે છે.
જેટલા જેટલા નિલવો થયા જેમને પોતપોતાની બુદ્ધિથી તે તે ચીજો સાચી લાગી પછી પાછળથી ગુરુના નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તથી પોતાની માન્યતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org