________________
૯૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ કરાવે છે એના કારણે જીવ આ લોકમાં પણ સંતપ્ત રહે છે અને પરલોકમાં પણ દુર્ગતિના દુ:ખો ભોગવે છે આમ પ્રત્યક્ષ રીતે જ તે અપાયનો હેતુ હોવાથી ગ્રહનું જે કાર્ય છે તેને જ કરતો હોવાથી વિષમગ્રહ કહેવાય છે.
- પશુતા, અજ્ઞાન, અવિવેકાદિ શબ્દથી વાચ્ય અવેધસંવેધપદ છે. જેમ પશુ ચારે બાજુ રહેલા પદાર્થોને જુએ છે પણ તેમાં લાભ નુકસાનનો વિચાર કરી શકતું નથી તેમ આ પદવાળો જીવ પણ હેય-ઉપાદેયના મર્મને પામી શકતો નથી અને તેથી જે ત્યાજય છે તેને આવકારે છે. જે આવકાર્ય છે તેને ત્યાજ્ય માનીને ચાલે છે. આમ બુદ્ધિમાં વિપરીતતા લાવનાર આ પદ તે જેમ જેમ જીતાતું જાય છે. તેમ તેમ કુતર્કરૂપી વિષમ ગ્રહ પણ દૂર થતા જાય છે.
કુતર્કનું જન્મ સ્થાન મિથ્યાત્વ છે તે જેમ દૂર થાય તેમ કુતર્ક પણ ચાલ્યો જાય છે. મિથ્યાત્વનો આધાર તૂટી પડતાં ઇમારત ક્કડભૂસ થઈને તૂટી પડે છે. જેમ રાજા જીતાતા સૈન્ય જીતાઈ જાય છે તેમ મિથ્યાત્વ જીતાતા કુતર્ક પણ જીતાઈ જાય છે. મિથ્યાત્વનું કામ જ દુષ્ટ બુદ્ધિને પેદા કરવાનું અને તેને ટકાવી રાખવાનું છે. તે મિથ્યાત્વનો જ નાશ થતાં પછી દુષ્ટબુદ્ધિ પણ રહેતી નથી અને દુષ્ટબુદ્ધિ ગયે છતે તેનાથી ઉપજતા કુતર્ક પણ કેવી રીતે રહે ? જે સ્વરૂપથી અસત છે, મિથ્યા છે તે કુતર્ક છે. જેમ ભૂત, પ્રેત, પિશાચ, મગરમચ્છના પંજામાં ફ્લાયેલાને તેમાંથી છુટવું મુશ્કેલ બને છે તેમ કુતર્કના પંજામાં ફ્લાયેલને પણ તેમાંથી નિવૃત્તિ લેવી કઠિન પડે છે. કુતર્ક મનને બગાડે છે. વાણીને કર્કશ બનાવે છે અને આચારમાં વિકૃતિ લાવે છે. કૂતર્ક મૈત્રીનો નાશ કરે છે. સંબંધો બગાડે છે. પ્રેમના સંબંધો ઝેર જેવા કરે છે. સામાની સાચી વાતને પણ કેમ ખોટી સિદ્ધ કરવી તે માટે જ શક્તિનો ઉપયોગ કરાવડાવે છે. કુતર્કના વશ પડેલા જમાલિ, શિવભૂતિ, ગોષ્ઠામાહિલ વગેરે બધા પકડમાં આવીને સન્માર્ગ હારી ગયા, શક્તિ ઘણી હોવા છતાં તેનો સદુપયોગ કરી ન શક્યા અને ખોટામાર્ગથી પાછા ફ્યુ નહિ. આમ કુતર્કની અનેક રીતે ભયંકરતા. વિચારી વિવેકી આત્માએ તેનાથી પાછા હઠવાનો જ પ્રયત્ન કરવા યોગ્ય છે.
આ કુતર્કગ્રહ ફેવો ભયંકર છે તે બતાવે છે – बोधरोगःशमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ કુતર્કની ભયંકરતા -
(૧) બોધરોગ - કુતર્ક સમ્યફ બોધને પ્રાપ્ત કરવા માટે રોગ સમાન છે કારણ તે યથાવસ્થિત સાચી સમજણ ઉપર ઘાત કરે છે. જેમ રોગ આરોગ્યને હાનિ પહોંચાડે છે. જે તંત્ર યથાવસ્થિત ચાલતું હોય તેને અટકાવી દે છે તેનો ઉપઘાત કરે છે જેમ કે મગજનો રોગ થાય તો મગજની સ્વાભાવિક બુદ્ધિ-પ્રતિભા કુંઠિત થઈ જાય છે. આંતરડામાં રોગ થાય તો યથાવસ્થિત પાચન ક્રિયામાં હાનિ પહોંચે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org