________________
૯૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ શરણ છે. આવી લઘુત્વભાવવાળી હથ્યની પરિણતિ થવી જોઈએ. અંતઃકરણ જ્યારે દ્રવી ગયું હોય ત્યારે તે પાત્ર કહેવાય. જ્યારે હૃદયભૂમિ પોચી પડેલી હોય ત્યારે તેમાં બોધિબીજ વવાય છે.
વાવ્યા વિના ઉગે ક્યાંથી ? ઉગ્યા વિના અંકુરા કેમ થાય ? અંકુરા વિના પુખ કે ફ્લ ક્યાંથી હોય ?
જડ અને ચેતનનું પરસ્પર ભેગા મળીને એકાત્મબુદ્ધિએ રહેવું તે મિથ્યાત્વ છે. જેનાથી ચેતના બહાર ફ્લાઈને મિથ્યા ભાવો કરીને દુ:ખને અનુભવે છે. અવિરતિ વડે તરંગાયિત અવસ્થા થાય છે તેથી જીવ વિરામ પામતો નથી. સ્વરૂપના ભાન વિનાની દોડાદોડી તે પ્રમાદ. તેમાંથી કષાયની ઉત્પત્તિ છે.
ઇષ્ટ- અનિષ્ટ કલ્પના વડે, રાગ-દ્વેષ વડે આત્મા ઉપર કર્મના થરના થર જામે છે અને તુંબડીના દ્રષ્ટાંતે જીવ નીચે જાય છે તે થર ઓછા થતાં જેમ તુંબડી ઉપર આવે છે તેમ સદ્ગુરુકૃપાએ અને આત્મલક્ષે પુરુષાર્થ થાય તો જીવ ઉપર આવે છે.
પરમાત્મા પ્રત્યે અખંડ લય લાગે તેને સાચો વૈરાગ્ય કહ્યો છે. એક જ મંત્રને ઉપયોગપૂર્વક ખૂબ જ રટવાથી પણ શદ્ધિ વધતાં અવેધસંવેધપદનો જય કરી શકાય છે. કહ્યું છે કે
“મંત્ર મંચો સ્મરણ કરતો કાળ કાટું હવે આ,
જ્યાં ત્યાં જવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું લક્ષરાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષમાર્ગી થવાને.” આનંદઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તો - “આશા મારી આસન ધરી ઘટમેં અજપાજાપ જગાવે, આનંદઘન ચેતન વે ખેલે નાથ નિરંજન પાવે...” આ વિષયમાં જયેન્દ્ર મહેતાના શબ્દો પણ યાદ આવે છે - “શોધે છે શું કિનારે મોતીઓને શોધનારા, દેશે તને છીપલા અને કોડીઓ કિનારા; વસ્તુ કદીય મોંધી મળતી નથી સહજમાં, મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા.”
મોતી જેવી કિંમતી ચીજ મેળવવા જીવે મરજીવા બનીને સમુદ્રમાં ડૂબકી મારવી પડે છે. તેનાં વિના માત્ર કિનારે ઉભા રહેવા માત્રથી તો જીવને છીપલા અને કોડીઓ જ મળે છે જેની કોઈ જ વિશેપ કિંમત નથી કારણ કે જે ચીજ કિંમતી છે તે સહજમાં અર્થાત પ્રયત્ન વિના એમને એમ મળી જતી નથી તેને માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે તેમ અવેધસંવેધપદનો જય કરવો હોય તો જ્ઞાન-ધ્યાનની ધૂણી રાત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org