________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૯૩ જ્યારે સત્સંગ અને આગમનો યોગ થઈ જાય છે ત્યારે ગુર્વાદિનો ઉપદેશ એ જીવો એવી રીતે ઝીલે છે કે તેનાથી તેમને સહજ રીતે તત્ત્વની રૂચિ અને પરિણતિ પેદા થાય છે. ગુરુનો ઉપદેશ તો માત્ર તેઓને પદાર્થનો બોધ જ કરાવે છે, હિતાહિતા જણાવે છે. ગુરૂનો ઉપદેશ રૂચિ કરાવતો નથી અને શબ્દોનું સામર્થ્ય તો માત્ર વસ્તુના સારાખોટાનું બોધ કરાવવાનું છે. રૂચિ કે પરિણતિ પેદા કરાવવાનું નથી. પરંતુ તત્ત્વાનુસારિણી બુદ્ધિથી જ શબ્દોને સાંભળવા દ્વારા તેઓમાં રહેલી સ્વાભાવિક તત્ત્વને પામવાની વિશિષ્ટ યોગ્યતાના બળે જ તેઓ અવેધસંવેધપદને જીતે છે એટલે આવા જીવો માટે આગમ એ અનુવાદપરક છે અર્થાત દિશા સૂચક છે અર્થાત હિતાહિતનો બોધ કરાવે છે અને આથી જ કરીને અયોગ્ય જીવોમાં શાસ્ત્રના અર્થનું યોજન અસિદ્ધ થાય છે અર્થાત્ જે જીવો તત્ત્વાનુરારિણી મતિ વગરના છે, મહાત્મા નથી તે જીવોને આગમ કદી પણ દિશાસૂચક બની શકતું નથી કારણ કે તેઓને ગમે તેવો સુયોગ, સુંદર ઉપદેશ મળે તો પણ તે જીવોમાં કદી પણ તત્ત્વની રુચિ પેદા થવાની નથી.
અવેધસંવેધપદનો જય કરવા માટે (૧) મહાત્માપણું અર્થાત તખ્તાનુસારિણી દૃષ્ટિ અને (૨) સત્સંગ અને આગમનો યોગ બંને આવશ્યક છે જેમાં મહાત્માપણું એ ઉપાદાન કારણ છે અને સત્સંગ અને આગમનો યોગ એ નિમિત્ત કારણ છે એ બંનેની સહાયથી જ અવેધસંવેધપદનો જય થાય છે.
અવેધસંવેધપદનો જય કરવા માટે રાત, દિ ઝઝુમવું પડે છે જેમની શ્રદ્ધામાં વિષય-વનનું સુખ હળાહળ ઝેર જેવું ભાસ્યું અને તેથી જેમને ત્રિલોકનું સુખ જરા પણ આકર્ષી શકતું નથી. જેઓ કેવળ સાચા સુખને ઝખ્યા કરે છે અને તેમને ક્ષણભર પણ ચેન નથી. નિદ્રાદેવી પણ જેમનાથી રિસાઈને પિયર ચાલી ગઈ છે. જેમને રાત, દિ બંને સરખા છે. ખાવું, પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયામાં જેમને કોઈ રસ નથી, જ્ઞાનીનો વિરહ જેને ડંખે છે. તેમનો વિરહાગ્નિ જેમના રોમરોમમાં સળગી રહ્યો છે તેવા જીવો અવશ્ય આ પદને જીતવા માટેના પાત્ર છે.
કોઈ ઘોર જંગલમાં સંગાથથી માનવી છૂટો પડી જાય, રાત્રિ અંધકારથી ઘેરાતી હોય, સિંહ-વાઘની ગર્જના સંભળાતી હોય, હૃદય તેના ભયથી ધડકતું હોય એવી અસહાય દશામાં લઘુતા અને દીનતાનું તે જીવને જે વેદન થાય તેવું વેદન આ જીવને હું વિષયવનમાં ફ્લાયેલો છું તેમાંથી કેમ પાર પડું તે માટે થવું જોઈએ. એવું વેદન જ્યારે થાય છે ત્યારે સાચી લઘુતા-દીનતા આવે છે.
પોતાના સામર્થ્યનું અભિમાન ઘટી જાય ત્યારે દીનતા આવે છે. પોતાની શક્તિ કાંઈ કામમાં આવતી નથી ત્યારે અંતઃકરણના ઊંડાણમાંથી પોકાર ઉઠે છે હે પ્રભુ હે પ્રભુ ! શું કહું ? મને બચાવો, બચાવો હવે આ બધું તને સોપું છું. તારું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org