________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૯૧ ખેતી કરી નિર્જરા, શુભ સંસ્કાર અને પુણ્યાનુબંધી પુણ્યનો મબલખ પાક ઉતારી શકાય છે. અકર્મભૂમિમાં આ શક્ય નથી. મંદબુદ્ધિવાળા જીવો આને સમજી શકતા નથી.
તો આવા જીવો શું કરે છે ? बडिशामिषवत्तुच्छे, कुसुखे दारुणोदये। सक्तास्त्यजन्ति सच्चेष्ट, धिगहो दारुणं तमः ॥८४ ॥
જેમ માછલાને જાળમાં ફ્લાવવા માટે કાંટાની આગળ કુલ્લિત એવા માંસના ટૂક્કા રાખવામાં આવે છે અને તેથી અજ્ઞાન માછલું માંસમાં લોલુપ બનેલું તેને ખાવા માટે જાય છે કે તરત જ કાંટો ગળામાં ભોંકાતા લોહી નીકળે છે અને પીડા થાય છે તે જ રીતે ભયંકર દારૂણ વિપાકવાળા અલ્પ અને દુષ્ટ ભોગોથી પેદા થયેલા એવા કુત્સિત સુખમાં આસક્ત થયેલા જીવો ધર્મના હેતુભૂત સત્કાર્યોનો ત્યાગ કરે છે. ખરેખર આ અજ્ઞાનરૂપી અંધકારને ધિક્કાર હો, અર્થાત્ જીવો જે આ સત ચેષ્ટાનો ત્યાગ કરે છે તેમાં અવિવેક- મોહ અને કર્મનો જ દોષ છે કારણ કે કર્મના ઉદયથી જ તેઓ આમ કરે છે.
વર્તમાન કાળમાં જીવો બહુલતયા પાપના ઉદયવાળા હોવાથી તેમને જેટલા ભોગો જોઈએ છે.તેટલા મળતા નથી પણ ઘણા અલ્પ મળે છે. વળી તે ભોગો પણ સુંદર કોટિના ના મળતા રુપ, રસ, ગંધ, સ્પર્શ જેના ખરાબ છે એવા દુષ્ટભોગો જ મળે છે. આ ભોગો ભોગવતાં તેમના આત્મામાં સંકલેશ, વિપર્યાસ પડેલો હોવાથી ભોગ ભોગવવા છતાં તેમને તૃપ્તિ થતી નથી પરંતુ ચિંતા, ભય, આવેશ ચાલુ જ રહે છે તેથી ભોગથી પેદા થયેલું સુખ પણ સંલેશને વધારનારું હોવાથી કુત્સિત જ છે. જ્યાં ભૂતકાળમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળતા ભોગો અઢળક પ્રમાણમાં તેમજ ઊંચામાં ઊંચી કોટિના પ્રાપ્ત થતા. હતા અને જીવો વિવેકી અને ઉદાર હોવાના કારણે તેને ભોગવવા છતાં માનસિક સંકલેશ થતો ન હતો. કુત્સિત ભોગોને જીવ છોડી શકતો નથી અને સત કાર્યોમાં પ્રવૃત્ત થતો નથી તેમાં કારણ મોહનો અંધાપો જ છે.
અવેધસંવેધપદનો ઉપસંહાર કરે છે - अवेद्यसंवेद्यपद-मान्ध्यं दुर्गतिपातकृत् । सत्सङ्गागमयोगेन, जेयमेतन्महात्ममिः ॥८५॥
અવેધસંવેધપદ એ અંધાપારૂપ છે અને આથી જ કરીને દુર્ગતિમાં પાતા કરવાના સ્વભાવવાળું છે. અર્થાત્ અવેધસંવેદ્યપદ એ જીવને હિતાહિતનો વિવેક કરવામાં આંધળો બનાવી દે છે અને તેથી જીવ તેના પ્રભાવે દુર્ગતિમાં જાય છે અને આ વેધસંવેધપદ મહાત્મા પુરુષો વડે કરીને સત્સંગ અને આગમના સંબંધથી જીતવા યોગ્ય છે. બહુલતયા જીવોને આગમનો યથાર્થ બોધ પુરુષોના સમાગમથી થાય છે. ગુરુવિના શાસ્ત્રના ભાવો રહસ્યાર્થી જણાતા નથી માટે આગમનો બોધ કરવામાં સત્સંગની મુખ્યતા છે એ બતાવવા માટે પ્રયોગ કર્યો છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org