________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૮૯ કપાયોના આવેશાદિ દુ:ખોથી મુક્ત થઈ સાચા સુખને પામે એવા માર્ગને-સાચા સુખના માર્ગને બતાવે છે.
જેમ ખસનો રોગી ખણવાથી થતા સુખમાં મૂઢ બનેલો સાચા સુખને બતાવનાર વૈધની સલાહને માનતો નથી અને તૃણપુલક જ માંગે છે પણ સમજુ વૈદ્ય આવો જીવ કે જેને રોગ મટાડવાની ઇચ્છા નથી એવાને રોગની વૃદ્ધિમાં હેતુભૂત તૃણપુલક કદી આપે નહિ અને આપે તો તે સધ ન કહેવાય. તેમ આ જીવ પણ ગુરુએ બતાવેલ અનંત સુખના ભાજનભૂત રત્નત્રયી રૂપ સન્માર્ગને સ્વીકારતો નથી અને ભોગસુખમાં મૂઢ થયેલો તે જ સુખના ઉપાયને પૂછે છે ત્યારે સદ્ગુરુ આદિ પણ આ જીવ અયોગ્ય છે એમ માની તેની ઉપેક્ષા કરે છે.
અહિંયા એટલું વિશેષ ધ્યાનમાં રહે કે જીવ જ્યારે સંસારના સુખના ઉપાયને પૂછે છે ત્યારે સદગુરુ સંસારના સુખ માટે પણ જીવ ધર્મ જ કરે એવા આશયથી ધર્મ બતાવે છે કારણ કે તે સમજે છે કે આ જીવ અત્યારે સંતપ્ત છે. શારીરિક, માનસિક ચિંતાથી વ્યગ્ર છે તેથી તેને સીધું જ આ બધું છોડવાની વાત કરવામાં લાભ નથી પણ સદાને માટે ધર્મથી વંચિત રહી જાય એ મોટું નુકસાન છે. એ વાતને ધ્યાનમાં રાખીને એનો માનસિક આવેશ શાંત પડે એટલા માટે જગતમાં સુખ ધર્મથી મળે છે અને દુઃખ અધર્મથી મળે છે. એ જે વિશ્વની અનાદિકાલીન સિદ્ધ વ્યવસ્થા બતાવવા દ્વારા સંસારના સુખના માટે પણ ધર્મ કરવાનો સીધો ઉપદેશ જીવવિશેષને આશ્રયિને આપે છે અને એ દ્વારા એનો આવેશ શાંત થયા પછી ગુરુના હૃદયમાં રત્નત્રયીરૂપ ધર્મ પમાડવાનો ગર્ભિત આશય રહેલો છે તે વ્યક્ત થાય છે, આ રીતે કાર્યશીલ બને છે.
આનાથી એ વસ્તુ નિશ્ચિત થાય છે કે જે જીવો હજુ ધર્મ શું છે ? તે સમજ્યા. નથી અને સંસારમાં શારીરિક, માનસિક દુ:ખોથી સંતપ્ત છે અને તેના કારણે તેમનામાં સાચો ધર્મ ગ્રહણ કરવાની યોગ્યતા ન જતાં ગીતાર્થ મહાપુરુષો તેને સાચા ધર્મમાં અવતાર કરાવવાના શુભાશયથી આ પ્રમાણે પણ ધર્મમાં જોડે છે.
યતવમત: જે કારણથી ભવાભિનંદી જીવોની બુદ્ધિ ભોગની ઇચ્છાનો ક્ષય કરવાની નથી હોતી પરંતુ ભોગમાં સતત પ્રવર્તવાની હોય છે તેથી શું બને છે ? તે કહે છે –
आत्मानं पाशयन्त्येते, सदाऽसच्चेष्टया भृशम् ।। पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः ॥८२॥
મંદબુદ્ધિવાળા ભવાભિનંદી જીવો પરમાર્થથી હિતાહિતનો વિવેક કર્યા વગર ક્ષણિક સુખમાં જ આસક્ત હોય છે અને તેથી પ્રાણાતિપાતના આરંભરૂપ હેતુ વડે કરીને જ્ઞાનાવરણીય- મોહનીય વગેરે પાપરૂપીયૂળથી હંમેશને માટે આત્માને અત્યંત રીતે મલિન કરે છે.
મોહ અને અજ્ઞાન બંને ભેગા થઈને આત્માને કૂટે છે. અજ્ઞાન આત્મસ્વરૂપને ઓળખવા દેતું નથી અને મોહ પ્રાપ્ત સામગ્રીમાં જીવને રાગ-દ્વેષ કરવા દ્વારા મુંઝવી
----
-
---
--
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org