________________
૮૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ થાય કે નક્કી આ ગુરુની પાસે મારે જે સુખ જોઈએ છે તેને મેળવવાનો ઉપાય છે અને તેથી જેમ દર્દીએ પેલા વૈદ્ય પાસે ઘાસનું એક તણખલું માંગ્યું તેમ આ જીવ પણ સદગુરુની પાસે પોતાના સાંસારિક દુ:ખોને દૂર કરવાના તેમ જ સુખ મેળવવાના ઉપાય પૂછે છે. તેથી જેમ તે વૈધે દર્દીને એક ડ્રણ આપ્યું તેમ અહિંયા પણ સગુરુ જીવને સમજાવે છે કે તમે પૂર્વભવમાં ધર્મ નથી કર્યો તેને કારણે તમારી આવી દુર્દશા. છે. જગતમાં ધર્મને સુંદર રીતે આચરનારા જીવો જ સુખ, સંપત્તિ અને શાંતિને પામે છે. એમ કહેવા દ્વારા મન, વચન અને કાયાથી સુંદર ધર્મનું આચરણ કરવા માટે આધ કક્ષામાં ધર્મને અનુકૂળ ઉદારતા, દયા, સજ્જનતાદિ શુભપરિણામો તેમજ અધર્મના કારણભૂત હિંસા, કઠોરતા, દુર્જનતાદિ અશુભભાવોની ઓળખ કરાવે છે. અને એના દ્વારા જીવ એક વખત સંસારના સુખ માટે પણ ધર્મ કરશે તો પછીથી વાસ્તવિક ધર્મમાં તેનો અવતાર કરી શકાય એવા શુભ આશયથી તેને ધર્મ કાર્યોમાં જોડે છે. આ ઘાસનું એક ડ્રણ આપવા સમાન છે.
ત્યારબાદ તૃણ મળવાથી તેમજ તેના વડે ખણવાથી થતા સુખને કારણે તે હૃદયથી સંતુષ્ટ થયો તેમ અહિંયા પણ જીવને ધર્મને અનુકૂલ પરિણામ કરવાથી ઉગ્ર પુણ્ય બંધાતા અને તરત જ ઉદયમાં આવતા ભોગ સામગ્રીની પ્રાપ્તિ થઈ અને તેથી તે અત્યંત સંતુષ્ટ થયો અને વિચારવા લાગ્યો કે ધન્ય છે આ ગુરુને કે જેમની પાસે સુખ સામગ્રી મેળવવાનો સુંદર ઉપાય વિધમાન છે અને તેથી દ્રષ્ટાંતમાં જેમ રોગીએ પુછ્યું કે ઘણા તૃણ - કડુચનો.
ક્યાં આગળથી મળી શકે ? અને વૈધે કહ્યું કે લાટ દેશમાં મળે છે. તેમ સંસારી જીવ પણ વધુ સુખ સામગ્રી મેળવવાનો ઉપાય પૂછે છે ત્યારે ગુરુ એક માત્ર ધર્મને જ વિશેષ રીતે સમજાવે છે.
જેમ વૈધે પૂછ્યું કે તારે તૃણપુલકનું શું કામ છે ? તેમ ગુરુ પણ પૂછે કે આ સુખ સામગ્રીની તારે જરૂર શું છે ? તો દૃષ્ટાંતમાં જેમ રોગીએ કહ્યું કે આના દ્વારા હું ખણવાનો આનંદ મેળવી શકું છું. તેમ જીવ પણ કહે છે કે આ ભોગ સામગ્રી દ્વારા હું મારી ભોગ ભોગવવાની ઇચ્છા રૂપ ચળ તેનાથી થતાં ભોગના આનંદને મેળવી શકું છું. ત્યારે વૈધે કહ્યું કે જો આમ જ છે તો હું તને એવો રસ્તો બતાવું કે તને ચળ ઉઠે જ નહિ અને તેથી તારે તૃણની જરૂર પડે નહિ અને તેથી જે ખણવાનો આવેશ, ખણવાની બળતરા થાય તે તારી બધી પીડા શાંત થઈ જાય. તું સાત દિવસ સુધી માત્ર શિક્ષાનું સતત સેવન કર જેથી તારો ખસનો આ વ્યાધિ શમી જશે.
તેમ સદ્ગુરુ પણ જીવને સમજાવે છે કે તને આ ભોગ સામગ્રીની જરૂર છે, ભોગવિષયક અતૃપ્તિ - ઇરછા - આવેશાદિ થાય છે તેને શાંત કરવા ભોગ સામગ્રીને ઇચ્છે છે તો એના કરતા હું તને ભોગની અતૃપ્તિ કે ઇચ્છા જ ન રહે અને તેથી તારે કદી પણ આ ભોગ સામગ્રીની જરૂર ન પડે અને સદાને માટે જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ, શરીરની વિડંબના, માનસિક સંતાપ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org