________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૯૫ દિ ધખાવવી પડે છે, ત્યાગ-તપ-સંયમનો યજ્ઞ માંડવો પડે છે એના દ્વારા આખા જગતને ભૂલીને અંદરમાં ડૂબકી મારે તે સ્વાનુભવ રૂપી રન પામે છે બાકી જે ધર્મ કરવા છતાં બહારમાં જ રહે છે તે પુણ્યબંધ રૂપી છીપલા અને કોડીઓ જ મેળવે છે.
અવેધસંવેદ્યપદના જ્યને સૂચવનારા લિંગોને કહે છે - जीयमाने च नियमादेतस्मिस्तत्त्वतो नृणाम्। निवर्तते स्वतोऽत्यन्तं, कुतर्कविषमग्रहः ।।८६ ॥
મહામિથ્યાત્વ છે કારણ જેનું અને પશુતા, અજ્ઞાન, અવિવેકાદિ શબ્દથી વાચ્ય એવું અવેધસંવેદ્યપદ એ પરમાર્થથી જીતાયે છતે પુરુષોને સ્વાભાવિક રીતે જ કુતર્કરૂપી વિષમગ્રહ અત્યંત રીતે નાશ પામે છે કારણ કે મિથ્યાત્વરૂપ નિમિત્તનો અભાવ થયે છતે નૈમિત્તિક (પરના ઉપદેશ વિના) એવા કુતર્કરૂપી વિષમ ગ્રહનો પણ નાશ થાય છે કારણ કે અસગ્રહનું કારણ મિથ્યાત્વ છે.
શકા - પાંચમી દષ્ટિમાં કુતર્કરૂપી વિષમગ્રહ અત્યંત રીતે નાશ પામે છે તેમાં કારણ શું છે ?
સમાધાન જીવને આ પાંચમી દ્રષ્ટિમાં જ સંપૂર્ણપણે સમ્યક્ જ્ઞાનનો યોગ થાય છે. અર્થાત્ હેયોપાદેયનો પરિપૂર્ણ વિવેક આ દ્રષ્ટિમાં થતો હોવાથી જે પદાર્થો હેય છે તેનું હેય અને ઉપાદેયનું ઉપાદેયરૂપે સંવેદન થાય છે જ્યારે પહેલી ચાર દ્રષ્ટિમાં “જિને જે કહ્યું તેજ સાચું છે” એમ માનવા અને બોલવા છતાં પણ ઘણા પરિણામોમાં વિપર્યાસ બેઠો છે તેથી ત્યાં કુર્તકરૂપી વિષમગ્રહ અત્યંત જિતાયો નથી.
- પાંચમી દ્રષ્ટિમાં જ સમ્યગજ્ઞાનનો યોગ થાય છે તે પહેલા નહિ, કારણ જીવને આગમમાં પ્રામાણિકતાનો બોધ પાંચમી દ્રષ્ટિમાં જ થાય છે. જિન વચન યથાર્થ છે એવી પ્રતીતિરૂપ નિર્ણય સમ્યગદૃષ્ટિને થાય છે અને તેના કારણે તેનું જ્ઞાન સમ્યગ બને છે સમ્યગ્રષ્ટિને સંપૂર્ણરીતે જ્ઞાનાનુકૂલ સંવેદન હોય છે. જિનવચન જે રીતે સંસાર મોક્ષ, પુણ્ય, પાપ, હેયોપાદેયની ઓળખ કરાવે છે તેવું જ યથાર્થ રીતે તેને સંવેદન થાય છે. અને તેને કારણે જિનવચન પ્રમાણભૂત છે તેવો નિર્ણય થઈ જાય છે જ્યારે તે પહેલા દ્રષ્ટિમાં રહેલા જીવોને સંપૂર્ણ રીતે યથાર્થતયા જિનવચનનું સંવેદન થતું નથી પણ અંશે અંશે થાય છે.
આ કુતર્કરૂપી ગ્રહ તે વિષમગ્રહ છે. ગ્રહની જેવો ગ્રહ છે. એટલે જેમ સંસારમાં જેઓને ભૂત, પ્રેત, પિશાચાદિ ગ્રહો વળગ્યા હોય તો તેને કારણે તે જીવોને સંસારમાં અનેક દુઃખો, માથું પછાડવું, નાશભાગ કરવી, જેમ તેમ બોલવું વગેરે અનુભવવા પડે છે અથવા તો જીવને કોઈ અશુભ ગ્રહ, શનિ, મંગળનો ઉદય વર્તતો હોય ત્યારે પ્રત્યક્ષ રીતે દરિદ્રતા, રોગ, શોક, અપમાન, તિરસ્કારાદિ દુ:ખો પેદા થાય છે તે જ રીતે આ કુતર્ક રૂપી વિષમગ્રહ પણ જ્યાં સુધી જીવમાં વર્તતો હોય છે ત્યાં સુધી તે જીવને દુ:ખના કારણોમાં જ સુખ મનાવી પ્રવૃત્તિ કરાવે છે. અનેક હિંસાદિ પાપો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org