________________
૩ ૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3
ગ્રહણ કર્યા ત્યારે થયેલી સમાપત્તિ પણ તે જડ હોવાથી અતાવિક છે મનના. ભાવથી ઉત્પન્ન થરોલી છે.
પુગલને વિષય બનાવે ત્યારે તેમાં તદાકાર બનેલા આત્માને રાગ દ્વેપની પરિણતિ પ્રગટે છે. તેમાં જીવ સુખ પામી શકતો નથી. પરંતુ સાત્ત્વિક વિષયરૂપ પરમાત્માને બનાવે - એને જ્ઞાનથી પોતાની સન્મુખ લાવે અથવા તો પરમાત્માનું રૂપ આકૃતિને ઉપયોગમાં લાવીને તેમાં એકતાન થાય ત્યારે પરમાત્મા તે જીવને સુખનું કારણ હોવાથી તે પરમ વૈષયિકી સમાપત્તિ થાય છે. આ બીજા પ્રકારની વેષયિકી સમાપત્તિ અશુભ ધ્યાનમાંથી ચેતનાને પલટાવી શુભ વિષયમાં સ્થાપીને લીન કરવાનો પ્રયત્ન છે તેથી જીવ અહીં માનસિક સુખ પામે છે.
સમાપત્તિના વિષયભૂત પરમાત્મા કે જે પરમસુખનું કારણ છે તેમાં જે એકતાનતા થાય છે તે વખતે વિષયરૂપે બનાવેલા પરમાત્માની મૂર્તિ જ છે તેથી આકારમાં લીન બનેલો છે ત્યાં સુધી આત્મા સમરસીભાવને નથી પામતો પરંતુ ચિત્ત-ઉપયોગ જે પહેલા અશુભમાં હતો તેના બદલે શુભમાં જોડાઈને તેમાં સ્થિર થવાથી શુભ થયો. મના અશાંત હતું તે શાંત થયું અને સુખનો અનુભવ કરવા લાગ્યું અર્થાત જડને આધીન થવાથી વિહવળ હતું તે હવે પરમાત્મા તરફ વળ્યું તેથી શાંત થયું તેથી આ સમાપતિ તાત્ત્વિક સમાપત્તિનું કારણ બને છે જેમાં સ્વરૂપનું જે સુખ છે તે પ્રાપ્ત થાય છે.
પરમાત્માને ધ્યાનનો વિષય બનાવ્યો, તેમાં ચિત્તને એકાગ્ર કર્યું તેમાં મનથી સમાનપણાની પ્રાપ્તિ થઈ પણ ભાવ ભળ્યો નથી ત્યાં સુધી તાત્ત્વિકી સમાપત્તિ ન થાય પરંતુ જો ભાવ ભળે કે હું પરમાત્મ - સ્વરૂપ છું એવી અભેદાનુભૂતિનું સુખ પ્રાપ્ત થાય ત્યારે તાત્ત્વિકી સમાપત્તિ છે. જે અહીં જ મુક્તિ સુખનો અનુભવ કરાવે છે.
તીર્થકરનો આત્મા જીવ, જગત અને પરમાત્માની સાથે અભેદ થઈને સમાપત્તિ પામે છે તેથી તીર્થંકરનામ કર્મની પ્રાપ્તિ અર્થાતું બંધ કરે છે જેના કારણે તેનો ઉદય થતાં તીર્થકરની દ્ધિ ભોગવે છે
આમ સમાપત્તિના બે ભેદ-વિષય અને તાત્વિક છે તેમાં પાછા વિષયના બે ભેદ જડ વિષય અને સાત્વિક વિષય. શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું -
આજ વાત ૩૫૦ ગાથાના જીવનમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે. “શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુજ સમાપત્તિ પધ સકલ પાપનું દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ, વૈરાગ્યને જ્ઞાનધરીએ સહી”
હે પ્રભો ! આપના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા સાધક આત્માને જ્યારે આપની સાથે સમાપત્તિ થાય છે અર્થાત આપના સ્વરૂપની અભેદાનુભૂતિ થાય છે ત્યારે તે સમપત્તિ જ સઘળા પાપનો નાશ કરવા માટેનું ઔષધ છે. સ્વરૂપની સાથે એકતાનતા સધાતા પાપ પરિણતિ આત્મા ઉપરથી ખરી પડે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org