________________
८४
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
અજ્ઞાન બહુ ખરાબ છે. ભવાભિનંદી જીવો અજ્ઞાનમાં સબડે છે. અજ્ઞાન બહુ ખરાબ છે. તેને દૂર કરવા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. સમ્યફ પરિણતિ પામવાની છે.
એક સમ્રાટ છે. તેણે રામહેલ બનાવ્યો માત્ર દર્પણોનો. તેમાં ચારે બાજુ ઉપર નીચે અરીસા જ અરીસા ગોઠવેલા હતા. તેમાં સમ્રાટનો કૂતરો રાત્રે ભૂલથી પુરાઈ ગયો. એ કૂતરાની અવસ્થા શું હોય ? એ સમજી શકાય છે. બસ તે જ અવસ્થા મનુષ્યની છે. એણે ચારે બાજુ જોયું તો બસ કૂતરા, કૂતરા. તે ગભરાયો. ભસવાનું શરૂ કર્યું. માણસ જ્યારે ભયભીત થાય છે ત્યારે બીજાને ભયભીત કરવાને ઇચ્છે છે. તેણે ભસવાનું શરૂ કર્યું એટલે ચારે બાજુ દર્પણમાં રહેલા કૂતરાઓએ પણ તે શરૂ કર્યું. તેના જ અવાજનો જોરજોરથી પડઘો પડવા માંડ્યો. તે રાત્રિભર ભાગતો જ રહ્યો. દર્પણોની સાથે અથડાતો રહ્યો અને આખરે લોહીલુહાણ થઈને પડ્યો. સવાર પડ્યું ત્યારે મરેલો હતો. આખું ભવન લોહીથી ખરડાયેલું હતું.
એમ જીવ પણ પોતે એકલો જ છે. તેના સિવાય બીજું કોઈ તેનું નથી પરંતુ જ્યાં સુધી અંદરમાં જઈ તેને ન પડે ત્યાં સુધી તે અનેકને પોતાના માને છે. એની ખાતર અનેકને ભાસે છે. રાગદ્વેષથી કરડે છે, અનેકને કાટે છે અને અંતે મરે છે. આપણે રેતી ચાલી રહ્યા છીએ -
એક ગામના સુલતાન મહમદનો પ્રસંગ છે. તે રોજ પોતાના ઘોડા પર સવાર થઈ ગામની ચર્ચા જોવા નીકળતો હતો. છુપા વેશમાં રહીને કોણ શું કરી રહ્યું છે ? તેની તપાસ કરતો હતો. તે રોજ એક આદમીને જોતો હતો. તે નદીના કિનારે રેતીને ચાળતો હતો. છુપા વેશમાં રહેલા સુલતાને પેલાને પૂછયું અરે ભાઈ ! અડધી રાતે તું આ શું કરી રહ્યો છે ? સાહેબ ! રેતી ચાલી રહ્યો છું એમાંથી ક્યારેક ચાંદીના કણ મળી જાય તો તેને ભેગા કરું છું અને આ જ મારી આજીવિકા છે. આવું અનેક રાત સુધી કરતો જોઈને સુલતાનને લાગ્યું કે આ બિચારો ખોટી મહેનત કરી રહ્યો છે. મળતું કાંઈ નથી, તેથી દયા લાવી પોતાનું સોનાનું કર્યું જે લાખો રૂપીયાનું હતું તેને કાઢી છુપી રીતે રેતીમાં નાંખી દીધું અને ચાલવા માંડ્યો. રેતી ચાળવાવાળાએ આ જોયું પણ નહિ પણ થોડીવાર પછીથી તે તેને મળી ગયું. બીજે દિવસે સુલતાન રાતે આવ્યો તેણે વિચાર્યું આજે તો હવે તે રેતી ચાળવા નહિ આવ્યો હોય પરંતુ ત્યારે પણ તે રેતી ચાળી રહ્યો હતો, સુલતાન આ જોઈ ખૂબ દુ:ખી થયો. એણે કહ્યું સાંભળ મારા સિપાઈઓ દ્વારા મને ખબર મળી ગઈ છે કે મેં જે બાજુબંધ રેતીમાં નાંખ્યું હતું તે તને મળી ગયું છે. તું એને બજારમાં વેચી પણ આવ્યો છે. એ ખબર પણ મને મળી ગઈ છે. હું સુલતાન મહમદ છું. હવે તું શા માટે આ કરી રહ્યો છે ? એણે કહ્યું નામદાર ! આ રેતી ચાળતો હતો માટે મળ્યું છે. તે ન ચાળતો હોત તો ના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org