________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ અવેધસંવેધપદ છે તે એકાંતે અચારૂ અર્થાત ખરાબ છે.
ચરમાં પાપપ્રવૃત્તિ કહી માટે સમ્યકત્વ પામ્યા પછી ગોશાલાદિ જીવોનો જે અનંત સંસાર થયો તે જીવોની ચરમ પાપપ્રવૃત્તિ ન હતી પરંતુ અચરમ એવી પાપ પ્રવૃત્તિથી જ અનંત સંસાર થયો છે. સમ્યકત્વ પામ્યા પછી પૂર્વોપાત્ત કર્મના ઉદયથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયા અને તેથી તે બધી પાપ પ્રવૃત્તિઓ અનંત સંસારનું ઉપાર્જના કરે તેવી હોવાથી તે અચરમ પાપપ્રવૃતિ જ હતી.
अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । પર્વ તુ સંવેદ્ય મેવ દિ યોાિનામ્ II 9રા
અવેધસંવેધપદ એ મિથ્યાદૃષ્ટિનું આશયસ્થાન છે એથી જ કરીને પરમાર્થથી તે અપદ છે કારણ કે યથાવસ્થિત વસ્તુતત્ત્વનું તે પ્રકાશન કરતું નથી.
યથાવસ્થિત વસ્તુતત્વને ગ્રહણ કરે તેજ બોધ કહેવાય. જ્યારે અવેધસંવેદ્યપદ કાલીન ઉપયોગ એ યથાવસ્થિત વસ્તુતત્ત્વને ગ્રહણ કરતો નથી તેથી પરમાર્થથી તે બોધરૂપ જ નથી. બોધરૂપ કહી શકાય-આશય સ્થાન રૂપ કહી શકાય તે વેધસંવેદ્યપદ છે કારણ કે પદ શબ્દનો અqWયોગ અર્થાત ગુપ્તયર્થ તેમાં ઘટે છે. પદ શબ્દપદાને - મવવોતે-સાય એ અર્થમાં છે. તથા ૨ માદ- અને વળી વેધસંવેધપદમાં પદપણું જે રીતે છે તે કહે છે. वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृतिबुद्धयापि,स्त्याद्यागमविशुद्धया ॥७३॥
જે વસ્તુ જેવી છે તેને તેવી રીતે વેદન કરવું તે વાસ્તવિક વેધ છે. તેવા પ્રકારના ભાવયોગી સમ્યગ્દષ્ટિ, દેશવિરતી, સર્વવિરતી રૂપ ભાવયોગી. સામાન્યથી અવિકલ્પજ્ઞાનથી ગ્રાહ્ય અર્થાત્ સમાન બોધથી ગ્રાહ્ય તે વેધ છે. અર્થાત્ બધા ભાવયોગીઓનાં જ્ઞાનમાં સમાનરૂપે જે વેદાય છે તે વેધ છે. અને આ વેધનું પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપ સંવેદન જે આશયસ્થાનમાં થાય. છે તે વેધસંવેધપદ છે.
અહિંયા ક્ષયોપશમને અનુરૂપ વેદન એટલા માટે કહ્યું કે આમ તો બધા સમ્યગદૃષ્ટિ જીવોનું વેદન એક સરખું હોય છે. બધા હેયને હેય રૂપે અને ઉપાદેયને ઉપાદેય રૂપે સમાનતયા જ વેદે છે, છતાં જેનો જ્ઞાનવરણીયનો સચોપશમ વધારે હશે તે જીવ હેયોપાદેયનું વેદન વિશદતયા કરશે જ્યારે મંદ ક્ષયોપશમવાળા જીવો તે રીતે નહિ કરે પણ બંનેનું વેદના નિર્ણયાત્મક જ હોય છે. સંશયાત્મક નહિ.
હવે વેદવાયોગ્ય શું છે ? સ્ત્રી, હિંસા આદિના પરિણામો એ વેધ છે. કેવી. રીતે વેધ છે તે કહે છે.
તથા તેના પ્રશ્નારે........... જે રીતે બધા ભાવયોગીઓના જ્ઞાનમાં સામાન્યાનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org