________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૮૧
પણ આવશ્યક છે જ્યારે નીચેની કક્ષાના સાધક માટે તો બીજા સાધકોની વચ્ચે રહી અંદરથી ઉપયોગ એકાંત પામવાનું છે. બીજાની વચ્ચે રહેવું એ વ્યવહાર માર્ગ છે પણ શુદ્ધ વ્યવહાર સાધકોની સાથે જ રહેવા ઉપર ભાર મૂકે છે. જ્યાં સાધક દશા અને સાધનાની લગન નથી ત્યાં આત્માએ ખૂબ જ વિચાર કરીને કદમ ઉપાડવાના છે.
ભવાભિનંદીનો પરિણામ અસત્ હોવાના કારણે અસત પરિણામથી અનુવિદ્ધ એવો બોધ પણ વિવક્ષિત અસત્ પરિણામના સંબંધથી સુંદર નથી. જેમ સુંદરમાં સુંદર દૂધપાકાદિનું પણ ભોજન વિષ મિશ્રિત હોતે છતે સુંદર નથી કારણ કે સુંદર ભોજન આમ તો વીર્ય, રૂપ, કાંતિ, બુદ્ધિ વગેરેને વધારનારું હોય છે પણ તે જ ભોજન વિષમિશ્રિત થતાં પ્રાણ લેનારું થાય છે. તેમ મિથ્યાત્વરૂપી વિષ હોતે જીતે ભવાભિનંદી જીવોનો સામાન્યથી બધો જ પરિણામ અસત્ અર્થાત મિથ્યા છે.
પહેલી ચાર દૃષ્ટિમાં ભવનો રાગ પણ છે અને ભવથી વિરાગ પણ છે. જેમાં જેમ દૃષ્ટિમાં આગળ વધાય છે તેમ તેમ રાગ ઘટતો જાય છે અને વિરાગ વધતો જાય. છે. તેમાં ભાવના રાગથી અનુવિદ્ધ જેટલો પરિણામ છે તે બધો જ અસુંદર છે અને ભવના વિરાગથી અનુવિદ્ધ જેટલો પરિણામ છે તે સુંદર છે.
આત્મા, પુણ્ય, પાપ, પરલોકાદિને જે જીવો માનતા નથી તે જીવો નાસ્તિક છે અને જે જીવો આત્મા, પુણ્ય, પાપ, પરલોકાદિને માનતા હોવા છતાં જેમને મોક્ષની ઇચ્છા જ નથી અને પ્રતિબંધકના કારણે થવાની યોગ્યતા નથી તેવા અભવ્ય, દુર્ભવ્યાદિ જીવો આસ્તિક તરીકે કહેવાતા હોવા છતાં યોગદૃષ્ટિની બહાર છે અર્થાત ઓઘ દ્રષ્ટિમાં છે.
જ્યારે જે જીવોનો પારલૌકિક પદાર્થના વિષયમાં બોધ તાત્ત્વિક છે અને એના જ કારણે જેમને મોક્ષની ઇચ્છા વર્તે છે. અંશે અંશે પણ સમ્યગ વૈરાગ્યવાળા છે તે જીવો યોગની દ્રષ્ટિમાં આવેલા છે. પહેલી ચાર દૃષ્ટિનો બોધ ચોગદૃષ્ટિનો બોધ હોવા છતાં ત્યાં અવેધસંવેધપદ છે અને તેથી બોધ મિથ્યાત્વરૂપી વિષથી મિશ્રિત છે.
વિષમિશ્રિત અન્ન જેમ સ્વરૂપથી જ ખરાબ છે કારણ કે ભોજનકાળમાં જીવને બેચેન કરે છે તેમ મિથ્યાત્વ સહિતનો બોધ સ્વરૂપથી જ ખરાબ છે કારણ કે બોધકાલમાં જીવને સંક્લેશ પેદા કરી સંતાપ પમાડે છે. આમ મિથ્યાત્વસહિતનો બોધ સ્વરૂપથી જ ખરાબ છે તે જણાવ્યું.
હવે આ બોધ ળથી પણ ખરાબ છે તે જણાવે છે - एतद्वन्तोऽत एवेह, विपर्यासपरा नराः ।
हिताहितविवेकान्धाः रिवद्यन्ते सांप्रतेक्षिणः ॥७८ ॥ ભવાભિનંદી જીવોનો બોધ ફળથી પણ ખરાબ - -
જે કારણથી મિથ્યાત્વ કાલીન અવેધસંવેધપદનો બોધ ખરાબ છે તેથી જ કરીને પવન્તો - અવેધસંવેદ્યપદવાળા જીવો વિપર્યાસમાં જ તત્પર હોય છે અર્થાત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org